ETV Bharat / state

Budget 2023: કેન્દ્રીય બજેટમાં શિક્ષણને લઈ થયેલી જાહેરાત અંગે શિક્ષણવિદ શું કહે છે, જાણો

author img

By

Published : Feb 1, 2023, 5:00 PM IST

Updated : Feb 1, 2023, 8:47 PM IST

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે રજુ કરેલા બજેટને લઈને વડોદરાવાસીઓમાં મિશ્ર પ્રતિસાદ છે. શિક્ષણને લઈને કરાયેલી જાહેરાતને લઈને શિક્ષણવિદો બજેટને આવકારી રહ્યા છે જો કે બીજી તરફ નવી શિક્ષણ નીતિને બજેટમાં પ્રાધાન્ય અપાયું નથી તેને લઈને નારાજગી પણ વ્યક્ત કરી છે.

what-educationists-of-vadodara-say-about-the-announcement-on-education-in-the-union-budget

કેન્દ્રીય બજેટમાં શિક્ષણને લઈ થયેલી જાહેરાત અંગે વડોદરાના શિક્ષણવિદ શું કહે છે

વડોદરા: નાણાપ્રધાન નિર્મલા સીતારમણ ચાલુ વર્ષ માટે સંસદમાં બજેટ રજૂ કર્યું હતું. જેમાં ખાસ કરીને શિક્ષણને લઈને વિવિધ જાહેરાતો કરવામાં આવી છે. હાલમાં આ જાહેરાતમાં એકલવ્ય મોડેલ શાળાઓ માટે શિક્ષકોની ભરતી, આદિવાસી માટે વિશેષ શાળા ખોલશે, ડિજિટલ લાઈબ્રેરી, નર્સિંગ કોલેજો જેવી બાબતો સમાવવામાં આવી છે. આ અંગે ETV BHARAT દ્વારા શિક્ષણવિદ સાથે અભિપ્રાય લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તેઓ શુ કહી રહ્યા છે જાણો.

CEO ડૉ. મંજૂલા પૂજા શ્રોફે શિક્ષણ ક્ષેત્રના બજેટ 2023-24 અંગે અભિપ્રાય આપ્યો : કેલોરેક્સ ગ્રુપના MD અને CEO ડૉ. મંજૂલા પૂજા શ્રોફે શિક્ષણ ક્ષેત્રના બજેટ 2023-24 અંગે અભિપ્રાય આપીને જણાવ્યું હતું કે, શાળા શિક્ષણ માટે 68,804 કરોડ અને ઉચ્ચ શિક્ષણ માટે 44,094 કરોડના બજેટની અત્યાર સુધીની સૌથી મોટી ફાળવણી ખૂબ આવકારદાયક છે. શિક્ષણના દૃષ્ટિકોણથી આ બજેટમાં થોડી હિટ અને થોડી મિસ છે. જેમકે, રાષ્ટ્રીય ડિજિટલ લાઇબ્રેરીથી વિવિધ ભાષાઓ, ભૌગોલિક અને ડિજીટલ ઉપકરણોની પદ્ધતિઓ દ્વારા ગુણવત્તાયુક્ત પુસ્તકો દરેક પ્રદેશના વિદ્યાર્થીઓ માટે સરળતાથી ઉપલબ્ધ થઈ શકશે. શિક્ષણની નવિનત્તમ પદ્ધતિઓ, અભ્યાસક્રમ અને વિષયોની પ્રવાહિતા તેમજ વ્યવસાયિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે તે આવકારદાયક બાબતો છે. ડિજિટલ શિક્ષણમાં વપરાતી ટેબ્લેટ જેવી વસ્તુઓનો પુરવઠો જેના પર હાલમાં 28 ટકા જીએસટી છે તેમાં રાહતની અપેક્ષા હતી તેમજ દરેક વિદ્યાર્થીને પોષાય તે માટે પાઠ્યપુસ્તકો સરળતાથી અને રાહતદરે મળી શકે તેવી વ્યવસ્થા થવી જોઈએ.

કેલોરેક્સ ગ્રુપના MD અને CEO ડૉ. મંજૂલા પૂજા શ્રોફ

બજેટમાં અનેક બાબતો આવરી લેવાઈ: કેન્દ્રીય બજેટમાં શિક્ષણને લઈ જાહેર કરાયેલ જાહેરાત અંગે શિક્ષણવિદ પરેશ શાહે જણાવ્યું હતું કે શિક્ષણને બજેટમાં પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જેમાં મેડિકલ કોલેજો સાથે નર્સિંગ કોલેજોને જોડવામાં આવી રહી છે. સાથે ફાર્મા અને હેલ્થ સેકટર પર પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. સાથે સ્કિલ બાબતે પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. એકલવ્ય સ્કૂલોમાં શિક્ષકોની ભરતી અને શિક્ષકોની તાલિમ બાબતે પણ જોગવાઈ કરવામાં આવી છે તે ખૂબ સારી બાબત છે. બજેટમાં ડિજિટલ લાઈબ્રેરી બનાવવાની વાત કરી છે તે પણ આજના બદલાતા યુગમાં જરૂરી છે.

આ પણ વાંચો Budget 2023 Highlight: જાણો મોદી સરકારના બજેટની મોટી અને મહત્વની જાહેરાતો

કિન્ડર ગાર્ડન બાબતે કોઈ જ પ્રાધાન્ય નહીં: આ બજેટમાં ખાસ એક બાબત છે કે સરકાર દ્વારા નવી શિક્ષણનીતિ આવી રહી છે ત્યારે સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે આ નાના બાળકોનો અભ્યાસ તેઓ કિન્ડર ગાર્ડન દ્વારા નક્કી કરવામાં આવશે. બાળકોને એક અભ્યાસ આખા દેશમાં લાગુ કરશે આ બાબતે બજેટમાં કોઈ પ્રાધાન્ય અપાયું નથી જે ખાસ ધ્યાન અપાયું હોત તો પ્રાથમિક દ્રષ્ટિએ વધુ ન્યાય આપી શકાય. આ બજેટમાં સ્કિલ બેઝ શિક્ષણ ખૂબ સારી બાબત છે. પુસ્તકિયું જ્ઞાન કરતા સ્કિલ બેઝ પ્રોગ્રામ દ્વારા શિક્ષણ મળે તો આગામી સમયમાં પોતે સક્ષમ બની રોજગારી મેળવી શકે અને વિદેશ જતા યુવાધનને અટકાવી શકાય તે ખૂબ જરૂરી છે.

આ પણ વાંચો PM Modi on Budget 2023: આ બજેટ વંચિતોને પ્રાધાન્ય આપશે, દરેકના સપના પૂરા કરશે

શિક્ષકોની ભરતી જ નથી થતી: બજેટમાં શિક્ષણને લઇ પ્રતિક્રિયા આપતા ભરતસિંહ રાઠોડે જણાવ્યું હતું કે શિક્ષણમાં થોડાક ફેરફારો સાથે કેટલાક મુદ્દા આવ્યા છે. જેમાં એકલવ્ય શાળાઓમાં શિક્ષકોની ભરતી, આદિવાસી સમાજ માટે અલગથી શાળાઓ શરૂ કરવી, શિક્ષકોને તાલીમ સાથે નર્સિંગ કોલેજો આ બધી સારી બાબત છે. પરંતુ નવી શિક્ષણનીતિમાં બાળકને કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યો છે પરંતુ તે બાબતે બજેટમાં કોઈ પ્રાધાન્ય અપાયું નથી. સાથે સંખ્યાબંધ શાળાઓ છે તેમાં શિક્ષણના સ્તરને ઉચ્ચ કક્ષાએ લઈ જવા શિક્ષકની જરૂરિયાત હોવા છતાં શિક્ષકો નથી. છેલ્લા 10 વર્ષથી પૂરતા પ્રમાણમાં શિક્ષકોની ભરતી થઈ જ નથી. અને શિક્ષકો તરીકે પ્રવાસી શિક્ષકો લેવાય છે જે યોગ્ય નથી. સાથે શિક્ષણ ક્ષેત્રે સ્કૂલોમાં પ્રાથમિક સુવિધાઓનક પણ અભાવ છે જે બાબતે બજેટમાં કઈ જોવા નથી મળ્યું.

Last Updated : Feb 1, 2023, 8:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.