ETV Bharat / state

Vadodara News: લૂંટની ઘટનાનો ભેદ થયો ઉકેલાયો, લૂંટ કરનારા હતા પેટ્રોલ પંપ ઉપર નોકરી કરતા ચાર કર્મચારી

author img

By

Published : Aug 11, 2023, 4:06 PM IST

Updated : Aug 12, 2023, 11:19 AM IST

દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે. ત્યારે લોકો નવા નવા નુસખા અપનાવી લૂંટના પ્રયાસો શરૂ કરી દીધા છે. તેવામાં શિનોર - ડભોઇ રાજ્ય ધોરી માર્ગ ઉપર મોટા ફોફળીયા - કંજેઠા વચ્ચે આવેલ નાયરા કંપનીના પેટ્રોલ પંપ ઉપર મોડી રાત્રે બે લૂંટારાએ લૂંટ ચલાવી હતી. જેમાં પંપ પાસે સૂઈ રહેલા કર્મચારીઓને પેટ્રોલ લેવાના બહાને ઉઠાડીને ગળા ઉપર ધારિયું રાખ્યું હતું. ખિસ્સામાંથી 43 હજાર રોકડા અને મોબાઈલ લઈ ફરાર થઈ ગયા હતા.પેટ્રોલ પંપ ઉપર નોકરી કરતા ચાર કર્મચારી જ હતા ચોર.

શિનોર - ડભોઇ રાજ્ય ધોરી માર્ગ ઉપર મોટા ફોફળિયા નજીક પેટ્રોલ પંપ ઉપર લૂંટ

વડોદરા: શિનોર રાજ્યધોરી માર્ગ ઉપર મોટા ફોફળીયા અને કંજેઠા ગામ વચ્ચે નાયરા પેટ્રોલ પંપ આવેલ છે. જ્યાં ગતરાત્રિના પેટ્રોલ પંપના કર્મીઓ પૈકી મહેન્દ્રભાઈ તડવી રાત્રિના બહાર સુઈ રહેલા અને અન્ય બે કર્મીઓ વોચમેન અને પેટ્રોલ ફિલ્ટર પેટ્રોલપંપની ઓફિસમાં બારણું બંધ કરીને સુઈ ગયેલા હતા. ત્યારે રાત્રીના આશરે ત્રણેક વાગ્યાના સુમારે મોઢા ઉપર લાલ છેટી બાંધેલ બુકાનીધારી અજાણ્યો યુવક હાથમાં ખાલી બોટલ સાથે પેટ્રોલ પંપ પર આવી ઓઢીને સુતેલા મહેન્દ્રભાઈ તડવીને ઓઢેલું ખેંચીને જગાડ્યા અને બોટલમાં પેટ્રોલ ભરી આપવાનું જણાવ્યું હતું. પોલીસે તપાસ કરતા પેટ્રોલ પંપ ઉપર નોકરી કરતા ચાર કર્મચારી જ હતા ચોર તેવું જાણવા મળ્યું હતું.

નોકરી કરતા ચાર કર્મચારી ચોર: શિનોર પોલીસ દ્વારા સીસીટીવી ન આધારે તપાસ હાથ ધરવામાં આવે છે. ત્યારે ધારા પેટ્રોલ પંપ ના ચાર કર્મચારીએ જ પેટ્રોલ પંપ લૂંટવાનો તર્કટ રચ્યું હતું. ત્યારે નાઇટમાં બે કર્મચારી ફરજ ઉપર હતા અને બીજા બે કર્મચારી મોડી રાતે આવી પેટ્રોલ પંપ ઉપર લૂંટ કરવાનું સડ્યંત્ર રચી 40,000 રોકડા લઈને ફરાર થઈ ગયા હતા. ત્યારે શિનોર પોલીસ સ્ટેશનમાં પેટ્રોલ પંપના કર્મચારી દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી.જે ફરીયાદ ના આધારે શિનોર પોલીસે સીસીટીવીના ફૂટેજ મેળવી લૂંટનો ભેદ ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાંખ્યો હતો. જે લૂંટ કરનારા પેટ્રોલ પંપ ઉપર નોકરી કરતા ચાર કર્મચારી હતા. શિનોર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પેટ્રોલ પંપ પર લુટ: ડભોઇ- શિનોર રાજ્ય ધોરીમાર્ગ ઉપર બનેલી લૂંટની ઘટનાનો ભેદ શિનોર પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાખ્યો. જાણવા મળતી માહિતી મુજબ શિનોર- ડભોઇ ધોરીમાર્ગ ઉપર ગતરાત્રિના રોજ નાયારા કંપનીના પેટ્રોલ પંપ ઉપર લૂટ ચલાવી હતી .જેમાં શિનોર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં જ ચાર જેટલા લૂંટારાઓને ઝડપી પાડવામાં સફળતા પ્રાપ્ત કરી છે. શિનોર તાલુકાના કંજેટા પાસે આવેલો ધારા પેટ્રોલ પંપ ઉપર એક દિવસ પહેલા જ પેટ્રોલ પંપ પર લુટ થઈ હતી.

લૂંટ થયાની જાણ: જાગી ગયેલા પેટ્રોલ ફિલિંગ કરનાર કર્મચારી ઉભો થતા તે કંઈ સમજે તે પહેલાં બૂકાની ધારી યુવકે તેને બાથમાં લઇ બંને હાથના બાવળાથી પકડી લીધો હતો. તે સમયે થોડેક દૂર ઊભેલો બીજો એક અજાણ્યો યુવક ધસી આવી પેટ્રોલ ફિલ્ટર કર્મચારીના ગળા પર અણિદાર ધાર્યું રાખ્યું હતું. ખિસ્સામાં રહેલા આશરે 43 હજાર રૂપિયાની રોકડ રકમ અને મોબાઈલ કાઢી બંને બુકાધારી બાજુના ખેતરમાં થઈ શિનોર તરફ ભાગી ગયેલા હોવાની માહિતી મળી છે. ગભરાયેલા કર્મચારીઓ પેટ્રોલ પંપની ઓફિસમાં સુઈ રહેલા પોતાના સાથીદાર કર્મચારીઓને બૂમો પાડી ઉઠાડ્યા હતા. તેમાંથી વોચમેન સમીરભાઈ કાજીએ પેટ્રોલ પંપનું સંચાલન કરનાર કર્મચારીને રાત્રિના સમયે ફોન કરી પેટ્રોલ પંપ ઉપર લૂંટ થયાની જાણ કરી હતી. સાથે સાથે શિનોર પોલીસને પણ ફોનથી જાણ કરી હતી.

શિનોર પોલીસ ધટના સ્થળે: આ સમગ્ર ઘટનાની જાણ પેટ્રોલ પંપના કર્મચારી અને સંચાલક દ્વારા શિનોર પોલીસને જાણ કરવામાં આવી હતી.જેથી શિનોર પોલીસ પેટ્રોલ પંપ ઉપર આવી ગઈ હતી. બંને લૂંટારાના કોઈ સગડ મળ્યા ન હતા. લૂટ ચલાવવાના ઘટનાક્રમમાં સીસીટીવી ફૂટેજમાં રેકોર્ડિંગ થયેલ છે. લૂંટ કરેલી ફરિયાદના આધારે શિનોર પોલીસ લૂંટારાઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. સેગવા ચોકડી અને શિનોરના ધમધમતા આ રાજ્યધોરી માર્ગ પર પોલીસનું પેટ્રોલિંગ હોવા છતાં થયેલ લુંટથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામેલ છે.

  1. Vadodara News : વડોદરા ખાતે OBC અનામત બચાવો ચિંતન સંકલ્પ બેઠક યોજાઈ
  2. Vadodara Crime : વડોદરામાં કચરાગાડીની અડફેટે ચડેલી બાળકીના સીસીટીવી, સારવાર દરમિયાન મોત થતાં પિતાની ન્યાયની માગ

Last Updated : Aug 12, 2023, 11:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.