ETV Bharat / state

વડોદરામાં લાંચ લેતા અધિકારીને ACBએ સંકાજામાં લીધા

author img

By

Published : Nov 7, 2019, 4:09 AM IST

વડોદરાઃ તાલુકા પંચાયત કચેરીને શર્મસાર કરનાર વધુ એક ઘટના સામે આવી છે. વડોદરા તાલુકા પંચાયત કચેરીના ટીડીઓ દ્વારા વ્યવસાય વેરાની નોંધણી કરાવવા માટે વેપારી પાસેથી રૂ. 15 હજારની લાંચની માગણી કરવામાં આવી હતી. આ મામલે વેપારીએ એસીબીને ફરીયાદ કરતા ટીડીઓને ઝડપી પાડવા તાલુકા પંચાયતની કચેરીમાં છટકું ગોઠવવામાં આવ્યું હતુ. ત્યારે વેપારી પાસેથી ટીડીઓએ લાંચની રકમ તો સ્વીકારી લીધી પરંતુ એસીબીની ટ્રેપ હોવાની ગંધ આવતાં રૂપિયા ટેબલ નીચે નાખી ફરાર થઇ ગયો હતો.

gfgf

શહેરના ગોત્રી રોડ નારાયણ ગાર્ડન ખાતે રહેતા તપન હસમુખભાઇ ત્રિવેદી રાજમહેલ રોડ પર આવેલી તાલુકા પંચાયત કચેરીમાં તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવે છે. તેમજ માંજલપુર દિવ્યલોક સોસાયટીમાં રહેતા રાજેશ ખોખરીયા જુનિયર ક્લાર્ક તરીકેની ફરજ બજાવે છે. તાલુકા વિકાસ અધિકારીની ઓફીસમાં વ્યવાસય વેરાની નોંધણી માટે આવતા વેપારી પાસે જુનિયર ક્લાર્ક રાજેશ ખોખરીયાએ નોંધણીના ફોર્મ દીઠ રૂ. 2500ની માગણી કરી હતી. તથા ટીડીઓ તપન ત્રિવેદીએ પણ વ્યવહારની માગણી કરી હતી. અધિકારીઓએ લાંચની માગણી કરતા વેપારીએ આ મામલે વડોદરા એસીબીને ફરીયાદ કરી હતી.

વડોદરામાં લાંચ લેતા અધિકારીને ACBએ સંકાજામાં લીધા

વેપારીની ફરીયાદના આધારે લાંચ રૂશ્વત વિરોધી શાખા (એસીબી) દ્વારા તાલુકા પંચાયતની કચેરીમાં છટકુ ગોઠવવામાં આવ્યું હતું. જ્યાં વેપારીએ ટીડીઓ તપન ત્રિવેદીની ચેમ્બરમાં જઇ લાંચના રૂ. 15,000 આપતા તેણે સ્વીકારી લીધા હતા. પરંતુ તપન ત્રિવેદીને એસીબીની ગંધ આવી જતા તેણે લાંચની રકમ ટેબલ નીચે નાખી દઇ ભાગી છુટ્યો હતો. દરમિયાન એસીબીએ જુનિયર ક્લાર્ક રાજેશ ખોખરીયાની સ્થળ પરથી ધરપકડ કરી હતી. એસીબીએ આ મામલે ટીડીઓ તપન ત્રિવેદી અને જુ. ક્લાર્ક રાજેશ ખોખરીયા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Intro:વડોદરા. તાલુકા પંચાયત કચેરીને શર્મસાર કરનાર વધુ એક ઘટના સામે આવી છે. વડોદરા તાલુકા પંચાયત કચેરીના ટીડીઓ દ્વારા વ્યવસાય વેરાની નોંધણી કરાવવા માટે વેપારી પાસેથી રૂ. 15 હજારની લાંચની માગણી કરવામાં આવી હતી. આ મામલે વેપારીએ એસીબીને ફરીયાદ કરતા ટીડીઓને ઝડપી પાડવા તાલુકા પંચાયતની કચેરીમાં છટકું ગોઠવવામાં આવ્યું હતુ. ત્યારે વેપારી પાસેથી ટીડીઓએ લાંચની રકમ તો સ્વીકારી લીધી પરંતુ એસીબીની ટ્રેપ હોવાની ગંધ આવતાં રૂપિયા ટેબલ નીચે નાખી ફરાર થઇ ગયો હતો. અત્રેઉલ્લેખનિય છે કે, 1લી ઓકટોબરના રોજ વાઘોડીયાની મહિલા ટીડીઓ બીલ મંજૂર કરવા માટે રૂ. 24,000ની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યાં હતા.

Body:શહેરના ગોત્રી રોડ નારાયણ ગાર્ડન ખાતે રહેતા તપન હસમુખભાઇ ત્રિવેદી રાજમહેલ રોડ પર આવેલી તાલુકા પંચાયત કચેરીમાં તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવે છે. તેમજ માંજલપુર દિવ્યલોક સોસા.માં રહેતા રાજેશ નટુભાઇ ખોખરીયા જુનિયર ક્લાર્ક તરીકેની ફરજ બજાવે છે. તાલુકા વિકાસ અધિકારીની ઓફીસમાં વ્યવાસય વેરાની નોંધણી માટે આવતા વેપારી પાસે જુનિયર ક્લાર્ક રાજેશ ખોખરીયાએ નોંધણીના ફોર્મ દીઠ રૂ. 2500નો માગણી કરી હતી. તથા ટીડીઓ તપન ત્રિવેદીએ પણ વ્યવહારની માગણી કરી હતી. અધિકારીઓએ લાંચની માગમી કરતા વેપારીએ આ મામલે વડોદરા એસીબીને ફરીયાદ કરી હતી.

Conclusion:વેપારીની ફરીયાદના આધારે લાંચ રૂશ્વત વિરોધી શાખા (એસીબી) દ્વારા તાલુકા પંચાયતની કચેરીમાં છટકુ ગોઠવવામાં આવ્યું હતું. જ્યાં આજે ઢળતી સાંજે વેપારીએ ટીડીઓ તપન ત્રિવેદીની ચેમ્બરમાં જઇ લાંચના રૂ. 15,000 આપતા તેણે સ્વીકારી લીધા હતા. પરંતુ તપન ત્રિવેદીને એસીબીની ગંધ આવી જતા તેણે લાંચની રકમ ટેબલ નીચે નાખી દઇ ભાગી છુટ્યો હતો. દરમિયાન એસીબીએ જુનિયર ક્લાર્ક રાજેશ ખોખરીયાની સ્થળ પરથી ધરપકડ કરી હતી. એસીબીએ આ મામલે ટીડીઓ તપન ત્રિવેદી અને જુ. ક્લાર્ક રાજેશ ખોખરીયા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.