પોરબંદરઃ જિલ્લાની R.T.O. કચેરી ખાતે સરકારની ગાઇડલાઇન મુજબ દરરોજ 40થી 60 જેટલા અરજદારો કોરોના મહામારીનું સંક્રમણ ન ફેલાઇ તેની કાળજી રાખીને પાકા ડ્રાઇવિંગ લાયસન્સ ટેસ્ટ આપી રહ્યા છે.
ઇન્ચાર્જ R.T.O. બી.એમ.ચાવડાએ કહ્યું કે, ગુજરાત સરકાર તથા વાહન વ્યવહાર કમિશરની સૂચના અને માર્ગદર્શન મુજબ કચેરી ખાતે દરરોજ સરેરાશ 40થી 60 ડ્રાઇવીંગ લાયસન્સ ટેસ્ટ લેવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત વાહન નામ ફેર, ફીટનેસ સહિતની અન્ય 150 જેટલી અરજીઓનો દરરોજ નિકાલ કરવામાં આવી રહ્યો છે.
આ કામગીરી માટે કચેરીના સ્ટાફ તથા અરજદારોએ ફરજિયાત પણે સામજિક અંતર જાળવવુ, માસ્ક પહેરવું, હાથ સેનેટાઇઝ કરવા. મોટાભાગની તમામ પ્રોસેસ ઓનલાઇન હોય છે. જ્યારે અરજદરોએ ફક્ત પાકા ડ્રાઇવિંગ લાયસન્સ ટેસ્ટ માટે જ કચેરી ખાતે આવવાનું હોય છે.