ETV Bharat / state

પોરબંદરની સરકારી બ્લડ બેન્કમાં બ્લડની અછત, લોકોને બ્લડ ડોનેટ કરવા અપીલ

author img

By

Published : Aug 31, 2020, 9:30 PM IST

પોરબંદરની સરકારી બ્લડ બેન્કમાં બ્લડની અછત સર્જાઈ છે. જે કારણે લોકોને બ્લડ ડોનેટ કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે. પોરબંદર શહેરની ભાવસિંહજી હોસ્પિટલ ખાતે કાર્યરત બ્લડ બેન્ક પરથી દર્દીઓને વિનામૂલ્યે બ્લડ પૂરુ પાડવામાં આવે છે.

blood bank in Porbandar
પોરબંદરની સરકારી બ્લડ બેન્કમાં બ્લડની અછત

પોરબંદરઃ શહેરમાં આવેલી ભાવસિંહજી હોસ્પિટલમાં કાર્યરત સરકારી બ્લડ બેન્કમાં બ્લડની અછત ઉભી થવાથી બ્લડ બેન્કના મુખ્ય ડૉ. લીજા ધામેલીયા દ્વારા લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે, જિલ્લાવાસીઓ વ્યક્તિગત રીતે અથવા ગૃપમાં બ્લડ ડોનેશન કરીને દર્દીને મદદરૂપ બને.

ભાવસિંહજી જનરલ હોસ્પિટલમાં બ્લડ ડોનેટ કરવાનો સમય અને સરનામું

  • બ્લડ ડોનેટ કરવાનો સમય - સવારે 9થી 1 અને સાંજે 5થી 7
  • સરનામું - બ્લડ બેન્ક વિભાગ રૂમ નં-18 ગ્રાઉન્ડ ફ્લોર, ભાવસિંહજી જનરલ હોસ્પિટલ
  • ટોલ ફ્રી નંબર - 8758348990

પોરબંદર જિલ્લામા વિનામૂલ્યે બ્લડ પૂરુ પાડતી એકમાત્ર બ્લડ બેન્ક ભાવસિંહજી હોસ્પિટલ ખાતે કાર્યરત છે. થેલેસેમીયા, ડાયાલીસીસ, સગર્ભા, અકસ્માતમા ઈજાગ્રસ્ત દર્દીઓ કે કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓને વિનામૂલ્યે બ્લડ પૂરુ પાડતી સરકારી બ્લડ બેન્કમાં બ્લડની અછત હોવાને કારણે વધુને વધુ લોકો બ્લડ ડોનેટ કરે તેવી અપીલ કરવામાં આવી રહી છે.

government blood bank in Porbandar
પોરબંદરની સરકારી બ્લડ બેન્કમાં બ્લડની અછત, લોકોને બ્લડ ડોનેટ કરવા અપીલ

લોકડાઉન દરમિયાન 1500 લાભાર્થીઓને વિનામૂલ્યે બ્લડ પૂરુ પાડનારી ભાવસિહજી હોસ્પિટલ ખાતે કાર્યરત આ સરકારી બલ્ડ બેન્કમા લોકો બ્લડ ડોનેટ કરે તે ખૂબ જ જરૂરી છે. હાલ કોરોના સંક્રમણને કારણે બ્લડની અછત સર્જાઈ છે, જેના લીધે બ્લડ બહારથી વેંચાતુ લેવુ પડતુ હોય છે. જે કારણે ડૉ. લીજા દ્વારા જિલ્લાના સેવાભાવી લોકો, સંસ્થાઓને અનુરોધ કરવામાં આવ્યો છે કે, લોકો વધુને વધુ બ્લડ ડોનેટ કરી જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ બને.

કોણ રક્તદાન કરી શકે છે

  • કોઈપણ દાતા, જે તંદુરસ્ત, ફિટ છે અને કોઈ પણ ચેપી રોગ પીડાતા નથી, તે રક્તદાન કરી શકે છે.
  • દાતા 18થી 60 વર્ષની ઉંમરના હોવા જોઈએ અને ઓછામાં ઓછા 50 કિલો વજન ધરાવતા હોવા જોઈએ
  • દાતાનું હિમોગ્લોબિન સ્તર 12.5 ગ્રામ ટકા ન્યૂનતમ હોવું છે.
  • દાતા છેલ્લા રક્તદાનના 3 મહિના પછી ફરીથી રક્તદાન કરી શકે છે.
  • પલ્સ રેટ, કોઈ પણ અનિયમિતતા વગર 50થી 100 MMની વચ્ચે હોવો જોઈએ.
  • શારીરિક તાપમાન સામાન્ય હોવું જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.