ETV Bharat / state

પાટણમાં ઓવરબ્રિઝ બનાવવા સોઈલ ટેસ્ટીંગ કરવામાં આવ્યું

author img

By

Published : Feb 12, 2020, 2:57 AM IST

Updated : Feb 12, 2020, 11:27 AM IST

પાટણ કાંસા ભીલડી રેલવેલાઈન ચાલુ થતા પાટણના રાજમહેલ રોડ પર રેલવે ફાટક આગળ કાયમી બની ગયેલી ટ્રાફિક સમસ્યા નિવારવા ઓવરબ્રિઝને મંજૂરી આપવામાં આવી છે. સોમવારે નગરપાલિકા પ્રમુખની હાજરીમા એજન્સીના ટેક્નિશિયનો દ્વારા જગ્યાની સોઈલ ટેસ્ટીંગની કામગીરી કરવામાં આવી હતી. આગામી દિવસોમાં આ ઓવરબ્રિઝની કામગીરી શરૂ કરવામાં આવશે.

Soil testing was started to create overbridge in patan
ઓવરબ્રિઝ બનાવવા સોઈલ ટેસ્ટીંગ કરવામાં આવ્યું

પાટણઃ કાંસા ભીલડી રેલવે લાઈન શરૂ થતા આ ટ્રેક પર માલગાડીઓ સહિતની ટ્રેનોની અવરજવર વધી છે. જેના કારણે પાટણ યુનિવર્સીટી રોડ પર આવેલું રેલવે ફાટક બંધ રહેતા રાજમહેલ રોડ અને યુનિવર્સીટી રોડ પર વાહનોની લાંબી લાઈન લાગે છે. આ રોડ પર ટ્રાફિકજામની સમસ્યા રહે છે.

આ સમસ્યાનાં નિવારણ માટે રાજ્ય સરકારે રૂ. 48.50 કરોડના ખર્ચે ટી આકારના ઓવરબ્રિઝને મંજૂરી આપી છે. જેના પગલે હાલ સર્વેની કામગીરી ચાલી રહી છે. સોમવારે સરકાર દ્વારા નિયુક્ત કરેલી એજન્સીના ટેક્નિશિયનો દ્વારા બ્રિજ નિર્માણની જગ્યાનું નિરીક્ષણ કરી સોઈલ ટેસ્ટીંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

નગરપાલિકાના પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, આગામી ટૂંક સમયમાં જ બ્રિજ નિર્માણનું કામ ચાલુ થશે, અને ઝડપથી પૂર્ણ કરી ફાટકના કારણે સર્જાતી ટ્રાફિકની સમસ્યાનો કાયમી નિકાલ આવશે.

Last Updated : Feb 12, 2020, 11:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.