- પોલીયો રસીકરણને લઈને જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મળી બેઠક
- 1 લાખથી વધુ બાળકો રસી માટે નોંધાયા
- રસીકરણ માટે જિલ્લામાં 897 બુથ કરાયા નક્કી
પાટણ : જિલ્લામાં આગામી 17 જાન્યુઆરી, 2021ના રોજથી શરૂ થનારા પલ્સ પોલીયો રસીકરણ માટે 1,80,742 બાળકો નોંધાયેલા છે. જે તમામને રસી આપી શકાય તે માટે જિલ્લામાં 897 બુથ, બસ સ્ટેશન અને બજાર જેવા વિસ્તારોમાં 59 ટ્રાન્ઝિટ પોઈન્ટ ઉપરાંત ઈંટભઠ્ઠા, અગરીયા વિસ્તાર, માઈગ્રેટરી સાઈટ, રોડની આજુબાજુના વિસ્તારોના કામદારના બાળકોના રસીકરણ માટે 208 જગ્યાઓએ મોબાઈલ ટીમનું આયોજન કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીયો રસીકરણના ગત રાઉન્ડ જાન્યુઆરી,૨૦૨૦માં આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના કુલ 1,87,373 બાળકોને પોલીયોની રસી પીવડાવવામાં આવી હતી.
- જિલ્લામાં 17થી 20 જાન્યુઆરી સુધી બાળકોને પોલિયો રસી પીવડાવાશે
- 250 વઘુ બાળકો હોય તેવા વિસ્તારોમાં બે બુથ ઉભા કરાશે