ETV Bharat / state

'મહા' વાવાઝોડાની અસરને પગલે મચ્છુ 2 ડેમમાં પાણીના મોજા ઉછળ્યા

author img

By

Published : Nov 2, 2019, 10:41 PM IST

મોરબી: 'મહા' વાવાઝોડાની અસરને પગલે બપોરે બાદ અચાનક હવામાનમાં પલટો આવતા જીલ્લાના અનેક તાલુકા મથકો તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદી ઝાપટા વરસ્યા હતાં. વરસાદ બાદ પણ પવન ફૂંકાઇ રહ્યો હતો. જે પવનને પગલે 'મચ્છુ 2' ડેમમાં પાણીના મોજા ઉછળતા જોવા મળ્યા હતાં.

etv bharat

મોરબીની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમ ચાલુ વર્ષે મેઘમહેરથી છલોછલ ભરાઈ ગયો હતો અને ડેમ સંપૂર્ણ ભરેલ હોવાથી ભારે પવનને પગલે પાણીના મોજા ઉછળતા જોવા મળ્યા હતાં. દરિયાની માફક મોજા ઉછળતા હોવાથી હાલ મચ્છુ 2 ડેમના પાટિયા બંધ હોવા છતાં પાટિયા પરથી પાણી બહાર જઇ રહ્યું હતું.

'મહા' વાવાઝોડાની અસરને પગલે મચ્છુ 2 ડેમમાં પાણીના મોજા ઉછળ્યા

ઉપરાંત હળવદ તાલુકાના ચરાડવા ગામે મહાકાલી આશ્રમ ખાતે શિવ મહાપુરાણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ વિશાલ કથામંડપ અને ભોજન માટેના મંડપ સજાવવામાં આવ્યા હતાં. જે પણ ભારે પવન ફૂંકાતા હચમચી ગયા હતાં. જો કે, સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી અને આયોજકો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરુ કરી દેવામાં આવી હતી. તેમજ ભારે વરસાદના પગલે રસ્તાઓ સૂમસામ જોવા મળ્યા હતાં.

Intro:gj_mrb_03_morbi_pavan_dam_visual_av_gj10004
gj_mrb_03_morbi_pavan_dam_script_av_gj10004

gj_mrb_03_morbi_pavan_dam_av_gj10004
Body:મોરબી જીલ્લામાં ભારે પવનથી મચ્છુ ૨ ડેમમાં પાણીના મોજા ઉછળ્યા, કથાના મંડપ ઉડી ગયા
         મહા વાવાઝોડાની અસરને પગલે મોરબી જીલ્લામાં બપોરે અચાનક હવામાનમાં પલટો આવ્યો હતો જીલ્લાના અનેક તાલુકા મથકો તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદી ઝાપટા વરસ્યા છે તો વરસાદ બાદ હજુ પણ પવન ફૂંકાય રહ્યો છે જે પવનને પગલે મચ્છુ ૨ ડેમમાં પાણીના મોજા ઉછળતા જોવા મળ્યા હતા
         મોરબીની જીવાદોરી સમાન મચ્છુ ૨ ડેમ ચાલુ વર્ષે મેઘમહેરથી છલોછલ ભરાઈ ગયો છે અને ડેમ સંપૂર્ણ ભરેલ હોય આજે ભારે પવનને પગલે બપોરના સુમારે પાણીના મોજા ઉછળતા જોવા મળ્યા હતા દરિયાની માફક મોજા ઉછળતા હોય અને હાલ મચ્છુ ૨ ડેમના પાટિયા બંધ હોય છતાં પાટિયા પરથી કુદીને પાણી બહાર આવતું જોઈ સકાય છે
         તો તે ઉપરાંત હળવદ તાલુકાના ચરાડવા ગામે શ્રી મહાકાલી આશ્રમ ખાતે શ્રી શિવ મહાપુરાણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે વિશાલ કથામંડપ અને ભોજન માટેના મંડપ સજાવવામાં આવ્યા છે તો બપોરના સુમારે ભારે પવન ફૂંકાતા મંડપ ઉડી ગયા હતા
         જોકે સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી અને આયોજકો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરુ કરી દેવામાં આવી છે અને હજુ પણ તોફાની વાતાવરણને પગલે રોડ રસ્તાઓ પણ સુમસામ ભાસી રહ્યા છે
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬ ૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.