ETV Bharat / state

મોરબીમાં જેઠાણીએ દેરાણીના દીકરાનું અપહરણ કર્યું હોવાની ફરિયાદ નોંધાઇ

author img

By

Published : Dec 24, 2020, 3:37 PM IST

મોરબીમાં રહેતી મહિલાએ પોતાના સાત માસના બાળકનું અપહરણ તેની જેઠાણીએ કર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે. ભોગ બનેલી મહિલાએ પોતાની જ જેઠાણી વિરૂદ્ધ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.

મોરબીમાં જેઠાણીએ દેરાણીના દીકરાનું અપહરણ કર્યું હોવાની ફરિયાદ નોધાઇ

  • મોરબી જેઠાણી દ્વારા દેરાણીના દીકરાનું અપહરણ કરી ગયાની ફરિયાદ નોધાઈ
  • સાત માસના બાળકનું અપહરણ થતા ચકચાર મચી
  • ઘટનાની જાણ થતા પોલીસે ફરિયાદ નોંધી બાળકની શોધખોળ હાથ ધરી

મોરબીઃ મૂળ માળિયા-મિંયાણાના સરવડ ગામની વતની અને હાલ મજૂરી કામ કરીને મોરબીના પાડા પુલ નીચે ઝુંપડામાં રહેતા ગુડીબેન અશોકભાઈ ધીરૂભાઈ દેલવાડીયા 26 વર્ષીય પરિણિતાએ તેની જ જેઠાણી રાણીબેન મહેન્દ્રભાઈ કોળી પટેલ રહે. મોડાસા જિલ્લો મહીસાગર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેમાં તેણે જણાવ્યું છે કે ગત તારીખ 28 નવેમ્બરે તે અને તેની દેરાણી ત્રિકોણબાગ પાસે આવેલી પોસ્ટ ઓફીસ પાછળ આવેલા બ્યુટી પાર્લરમાં ગઈ હતી. જેમાં ફરિયાદમાં જણાવ્યાં મુજબ બે દીકરા અને એક દીકરી સાથે હતાં. જેમાં ફરિયાદી ગુડીબેન જયારે બ્યુટી પાર્લરમાં અંદર ગઈ ત્યારે તે પોતાના ત્રણય બાળકોને જેઠાણીને સંભાળવા આપ્યાં હતાં.

    જેમાં થોડીવાર પછી એક યુવતી તેના મોટા પુત્ર જીગેશ ઉ.વ.5 તેમ જ દિવ્યા ઉ.વ.2.5 બંને રોતાં રોતાં અંદર લઈને આવી અને કહ્યું કે બને બાળકો પાણીપૂરીવાળા ભાઈ પાસે ઉભા રહી રડતાં હતાં. અહીં લઈ આવવાનું કહ્યું એટલે અહી લાવી. ફરિયાદી દેરાણીએ પાણીપૂરીવાળા પાસે તપાસ કરતાં તેની જેઠાણી રાણીબેન પાણીપૂરીવાળાને આ બાળકોને પાણીપુરી ખવડાવવાનું કહીને ફરિયાદીના સાત માસના પુત્ર બાબો ઉર્ફે લાલાનું અપહરણ કરી ગયેલ છે. હાલ સીટી પીઆઇ બી.જી.સરવૈયા રાઈટર મહેન્દ્રસિંહ ઝાલા, વિજયભાઈ આહીર અને જનકભાઈ પટેલ સહીતની ટીમ તપાસ કરી રહ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.