ETV Bharat / state

જખૌમાં ડ્રગ્સ સાથે ઝડપાયેલા પાકિસ્તાનીઓને રિમાન્ડ માટે અમદાવાદ મોકલાવાયા

author img

By

Published : Apr 19, 2021, 9:01 AM IST

જખૌ ખાતે આંતરરાષ્ટ્રીય જળ સીમાં સરહદેથી 15 એપ્રિલે 150 કરોડના હેરોઇન ડ્રગ્સ સાથે 8 પાકિસ્તાની શખ્સો ઝડપાયા હતા. આ કેસમાં ભુજની સ્પેશિયલ NDPS કોર્ટે તેમના 12 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. જે અંતર્ગત, આરોપીઓની કસ્ટડીમાં લઇને ATSની ટીમ અમદાવાદ પહોંચી હતી.

જખૌમાં ડ્રગ્સ સાથે ઝડપાયેલા પાકિસ્તાનીઓને રિમાન્ડ માટે અમદાવાદ મોકલાવાયા
જખૌમાં ડ્રગ્સ સાથે ઝડપાયેલા પાકિસ્તાનીઓને રિમાન્ડ માટે અમદાવાદ મોકલાવાયા

  • કચ્છના જખૌથી 150 કરોડના હેરોઇન ડ્રગ્સ સાથે 08 પાકિસ્તાની ઝડપાયા હતા
  • ભુજની કોર્ટે 08 આરોપીના રિમાન્ડ મંજુર કર્યા હતા
  • ડ્રગ્સનું પંજાબ કનેક્શન બહાર આવ્યું

કચ્છ: ગુજરાત કચ્છના જખૌ ખાતે આંતરરાષ્ટ્રીય જળ સીમાં સરહદેથી 15 એપ્રિલે 150 કરોડના હેરોઇન ડ્રગ્સ સાથે 8 પાકિસ્તાની શખ્સોને ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વૉડ (ATS), કોસ્ટગાર્ડ, કચ્છ SOG અને દ્વારકા SOG દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા. તેમને ભુજની સ્પેશિયલ NDPS કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ભુજની કોર્ટે તેમના 12 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. જે અંતર્ગત, આરોપીઓની કસ્ટડીમાં લઇને ATSની ટીમ અમદાવાદ પહોંચી હતી. આ આરોપીઓને નુહ શફીના નામની બોટમાંથી હેરોઈન ડ્રગ્સના એક-એક કિલોના 30 પેકેટ સાથે ઝડપી લેવાયા હતા. બોટમાંથી GPS, વાયરલેસ અને મોબાઈલ કબ્જે કરાયા હતા. આરોપીઓ પાસેથી મળેલા ઓળખકાર્ડ પરથી જાણવા મળે છે કે, તેઓ પાકિસ્તાનના રહેવાસી છે. જેમાંથી, એક આરોપી પોતે બાંગ્લાદેશનો હોવાનો દાવો કર્યો હતો.

આ પણ વાંચો: જખૌ દરિયા કિનારેથી 30 કીલો હેરોઇન સાથે ઝડપાયેલા 8 પાકિસ્તાનીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર

કેવી રીતે પાકિસ્તાનથી હેરોઇન ડ્રગ્સ આવ્યું ?

ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વૉડ (ATS)એ આરોપીઓની પૂછપરછ કરતાં માહિતી પ્રાપ્ત થઇ છે કે, પાકિસ્તાન કરાચીના બાબા પેટમાં રહેતા આરીફ કચ્છીનાએ ડ્રગ્સનો જથ્થો ભરેલા 2 થેલા ઈબ્રાહીમ હૈદરી (પાકિસ્તાન ખાતે આવેલા) ઉમર કોલોનીમાં રહેતા અને આ ગુનામાં પકડાયેલા આરોપી હુસેન ઇબ્રાહિમ સિંધીના ઘરે મુકેલા હતા. જે બન્ને થેલાઓ આ ગુનામાં પકડાયેલા આરોપીઓ મુસ્તફા અને નસરૂલ્લાએ પાકિસ્તાનના ઇબ્રાહિમ હૈદરી બંદર પર આવેલી જેટી ખાતે લાવ્યા હતા. બન્ને થેલાઓને આરીફ કચ્છીના કબ્જાવાળી 'નુહ સફીના' નામની બોટના ખાનામાં મુકવામાં આવ્યા હતા.

કોને આપવાના હતા હેરોઇન ડ્રગ્સ

હેરોઇન ડ્રગ્સના થેલાઓ આરીફ કચ્છી આપે તે લોકેશન ઉપર જખૌના દરિયામાં લઈ જઈ IMBL ઉપર આશરે 35થી 40 નોટિકલ માઇલ દૂર દરિયામાં હાજી નામના માણસનો સંપર્ક કરવાનો હતો. જો સામેથી કાસમ તરીકે જવાબ આપે તો બોટ વાળા હાજીને હેરોઇન ડ્રગ્સ ડીલેવરી કરવા જણાવેલ હતું. તે બદલ આરીફ કચ્છીએ આરોપીઓને રૂપિયા 02 લાખ એડવાન્સ આપ્યા હતા. કામ પૂરું થયા બાદ બાકીના રૂપિયા 07 લાખ આપવાનો હતો.

શાહિદ સુમરા અગાઉ ગુજરાત-પંજાબમાં ઘુસાડી ચુક્યો છે

હેરોઈન ડ્રગ્સનો જથ્થો પાકિસ્તાન પંજાબમાં લાહોરના ડ્રગ માફિયા સિકંદર ડેર નામના માણસે કરાંચીના આરીફ કચ્છી મારફતે આરોપીઓ પાસે મોકલાવ્યો હતો. આ જથ્થો, ગુજરાતના શાહિદ કાસમ સુમરા જે કચ્છના માંડવી ખાતે રહેતો હતો. તેના માણસોને આપવાનો હતો. અગાઉ, શાહિદ ATS ગુજરાતના NDPS ગુન્હામાં તથા પંજાબના NDPSના ગુન્હામાં સંડોવાયેલો છે. NIAમાં પણ તે વોન્ટેડ છે. હાલમાં, તે દુબઈ રહીને પોતાનું નેટવર્ક ચલાવે છે. અગાઉ તેના 500 કિલોના આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સોદામાંથી 195 કિલો પંજાબ અને 05 કિલો ગુજરાતમાંથી પકડ્યું હતું. શાહીદ કાસમ સુમરાએ તેના પંજાબના 3 વોન્ટેડ માણસો મનજીતસિંહ બુટાસિંહ, રેશમસિંગ કરસનસિંગ, અને પુનિત ભીમસેન કજાલાને ડિલિવરી કરવાનો હતો. જે અગાઉ પણ ગુજરાત આવી ચુક્યા છે.

આ પણ વાંચો: કચ્છનાં દરિયામાંથી 150 કરોડના હેરોઇન સાથે 8 પાકિસ્તાની ઝડપાયા

8 આરોપીઓને પકડવામાં આવ્ચા

પકડાયેલા 8 આરોપીઓ મૂર્તઝા યામીન સિંધી, યામીન સિંધી, મુસ્તફા યામીન સિંધી, નસરૂલ્લા યામીન સિંધી, હુસૈન ઇબ્રાહિમ સિંધી, સાલેમામદ અબ્દુલા સિંધી, મહંમદ યાસીન મહંમદ, રફીકઆમદ ઉસ્માનઅલી તમામ પાકિસ્તાનના રહેવાસી છે. અગાઉના કેસમાં વોન્ટેડ આરોપીઓમાં પાકિસ્તાનનો ડ્રગ્સ માફિયા સિકંદર ડેર, આરીફ કચ્છી, ગુજરાતનો શાહિદ શુમરા. પંજાબના મનજીતસિંહ બુટાસિંહ, રેશમસિંગ કરસનસિંગ, અને પુનિત ભીમસેન કજાલા શામિલ થાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.