જુનાગઢ : જુનાગઢ લોકસભા બેઠક પર કન્વીનર તરીકે નિમણૂક પામેલા વિક્રમ માડમ આજે જુનાગઢના કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી. જુનાગઢ આવેલા જુનાગઢ લોકસભા બેઠકના પ્રભારી વિક્રમ માડમે આગામી લોકસભા અને વિસાવદર વિધાનસભાની ચૂંટણી જીતવા કાર્યકર્તાઓને કામે લાગી જવા હાકલ કરી હતી. તો બીજી તરફ વિક્રમ માડમે કોંગ્રેસને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે તેઓ માને છે કે કોંગ્રેસ પક્ષ જડીબુટ્ટીના ઝાડ સમાન છે ચાર છાંટા પડશે એટલે ઊગી નીકળશે. આવી પરિસ્થિતિમાં અમે જુનાગઢ લોકસભા અને વિસાવદર વિધાનસભા જીતવા માટે પૂરતા પ્રયત્ન સાથે કામે લાગી ગયા છે.
કોંગ્રેસ જડીબુટ્ટીનું ઝાડ ફરી ઊગી નીકળશે : ધીરે ધીરે લોકસભા ચૂંટણીનો માહોલ ખૂબ જ આગળ વધી રહ્યો છે. જુનાગઢ લોકસભા બેઠક પર કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે આજે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને જુનાગઢ લોકસભાના પ્રભારી વિક્રમ માડમે કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો કે જુનાગઢ લોકસભાના કન્વીનર તરીકેની ખૂબ જ મહત્વની જવાબદારી સંભાળવા જઈ વહેલા વિક્રમ માડમે ઇ ટીવી ભારત સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી. આગામી લોકસભા અને વિસાવદર વિધાનસભા બેઠક જીતવાને લઈને તેમનો આશાબાદ વ્યક્ત કર્યો હતો. વિક્રમ મેડમ માને છેકે કોંગ્રેસ જડીબુટ્ટીના ઝાડ સમાન છે. ચાર છાંટા પડશે એટલે ફરી ઉગી નીકળશે. આવા જુસ્સા સાથે તેઓ લોકસભા જુનાગઢ અને વિધાનસભા વિસાવદર જીતવાને લઈને કાર્યકર્તાઓને આજે માર્ગદર્શન આપ્યું હતું.
27 વર્ષનો ભાજપનો વિનાશ : પાછલા 27 વર્ષથી રાજ્યમાં ભાજપની સરકાર છે. ભાજપના શાસનમાં ખેડૂત ગૃહિણી મધ્યમ વર્ગ અને ગરીબ આજે ખૂબ જ નાસીપાસ થયો છે. 27 વર્ષના ભાજપ ના સાસન ને અંતે આજે બેકારી મોંઘવારી અને ઠાલા વચનો ગુજરાતની જનતાને મળ્યા છે. તેમાંથી મુક્તિ અપાવવા માટે કોંગ્રેસ સક્રિય બની છે .તેમના રાજકીય કાર્યકાળ દરમિયાન પ્રથમ વખત કોઈ લોકસભા કે વિધાનસભા બેઠકની ચૂંટણીને લઈને જવાબદારીઓ ઉઠાવવાની સાથે વિક્રમ માડમે તમામ કાર્યકર્તાઓને કામે લાગી જવા હાકલ પણ કરી હતી.
ભાજપ પર રાજીનામાને લઈને કર્યા પ્રહાર : વિક્રમ માડમે ધારાસભ્યોના રાજીનામાને લઈને પણ ભાજપને આડે હાથ લીધી હતી. ભાજપ ચૂંટાયેલા પ્રતિનિધિઓને તોડીને રાજનીતિને નુકસાન કરી રહી છે. અત્યારે ભાજપ જેને તેના નેતા કહે છે તે કોંગ્રેસના ગોત્રમાંથી આવે છે. કોંગ્રેસ મુક્ત રાજ્ય નહીં પરંતુ કોંગ્રેસ યુક્ત ભાજપ આજે બની ગઈ છે. આવી પરિસ્થિતિમાં ભાજપ મતદારોને ગેરમાર્ગે દોરી રહી છે. 200 વર્ષના અંગ્રેજોના શાસનનો સામે કોંગ્રેસે લડાઈ લડીને દેશને આઝાદી અપાવી છે. ત્યારે ભાજપ સામે પણ કોંગ્રેસનો કાર્યકર બાથ ભીડીને ફરી એક વખત કોંગ્રેસનું સુશાસન સ્થાપવા માટે કામ કરી રહ્યો છે.