ETV Bharat / state

કોડીનારમાં સ્વૈચ્છિક લૉકડાઉન પૂર્ણ થતા બજાર ફરી ધમધમી

author img

By

Published : Jun 4, 2021, 10:16 AM IST

રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાના કેસ વધ્યા હતા. તે સમયે અનેક ગામે સ્વૈચ્છિક લૉકડાઉન લગાવવાનો નિર્ણય કર્યો હતો. ગીર સોમનાથ જિલ્લામાં પણ સ્વૈચ્છિક લૉકડાઉન અમલમાં હતું, પરંતુ હવે કોડીનારમાં આ લૉકડાઉન પૂર્ણ કરવાનો નિર્ણય કરાયો હતો, જેના કારણે બજાર ફરી શરૂ થઈ હતી.

કોડીનારમાં સ્વૈચ્છિક લૉકડાઉન પૂર્ણ થતા બજાર ફરી ધમધમી
કોડીનારમાં સ્વૈચ્છિક લૉકડાઉન પૂર્ણ થતા બજાર ફરી ધમધમી

  • કોડીનારમાં સ્વૈચ્છિક લૉકડાઉનની થઈ પૂર્ણાહુતિ
  • કોડીનારમાં કોરોનાના કેસ ઘટતા સ્વૈચ્છિક લૉકડાઉન પૂર્ણ કરાયું
  • ચેમ્બર ઓફ કોમર્સ, નગરપાલિકાએ કોરોનાને કાબૂમાં લાવવા બજાર બંધ કર્યા હતા

ગીર સોમનાથઃ કોડીનારમાં કોરોનાના કેસ વધતા વૈપારીઓએ સ્વૈચ્છિક લૉકડાઉન કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ હવે કોરોનાના કેસ ઘટતા વૈપારીઓએ સ્વૈચ્છિક લૉકડાઉન પરત લેવાનો નિર્ણય કર્યો હતો. કોડીનારમાં છેલ્લા બે મહિનાથી ચેમ્બર્સ ઓફ કોમર્સ, નગરપાલિકા અને સહકારી સંસ્થાઓ દ્વારા કોડીનારમાં સતત વકરતા જતા કોરોના સંક્રમણને અટકાવવા સ્વૈચ્છિક લોકડાઉન રાખવામાં આવ્યું હતું.

આ પણ વાંચો- ગિરિમથક સાપુતારા 45 દિવસનાં સ્વૈચ્છિક લોકડાઉન બાદ થયું અનલોક, સ્થાનિકોમાં વધ્યો કોરોનાનો ભય

સ્વૈચ્છિક લૉકડાઉનની શરૂઆતમાં ત્રણ દિવસ સંપૂર્ણ લૉકડાઉન બાદ સમયાંતરે આંશિક લૉકડાઉન કરતા વેપારીઓએ વેપાર ધંધા બંધ રાખ્યા હતા. વેપારીઓએ ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા શરૂ કરાયેલી કોરોના સંક્રમણ અટકાવવાની લડાઈમાં સાથ સહકાર આપ્યો હતો. જોકે, હવે કોડીનારમાં બજાર ફરી શરૂ થતા લોકોની ચહલપહલ જોવા મળી હતી. આ સાથે જ વેપારીઓમાં મંદીમાંથી બહાર આવવાનો મોકો મળ્યો હતો.

કોડીનારમાં સ્વૈચ્છિક લૉકડાઉનની થઈ પૂર્ણાહુતિ

આ પણ વાંચો- ગામમાં કોરોના કેસ ઘટતા વાંકલ પંચાયતે હટાવ્યું સ્વૈચ્છિક લોકડાઉન

કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા વેપારીઓને અપીલ

કોડીનાર ચેમ્બર્સ ઓફ કોમર્સ અને નગરપાલિકા દ્વારા સ્વૈચ્છિક લૉકડાઉન પૂર્ણ કરાતા આ અંગે ચેમ્બર્સ પ્રમુખ હરિ વિઠલાણી અને નગરપાલિકા ઉપપ્રમુખ સુભાષ ડોડીયાએ ફરજિયાત માસ્ક પહેરવા, ટ્રાફિકથી ભીડ ન સર્જાય તેની ખાસ તકેદારી રાખવા અને સોશિયલ ડિસ્ટનસનું પાલન કરવા અને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા વેપારીઓને અનુરોધ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.