ETV Bharat / state

પાણી માટે નહીં વીજળી માટે નર્મદા પર થઈ રહ્યું છે રાજકારણઃ નીતિન પટેલ

author img

By

Published : Jul 20, 2019, 7:22 PM IST

ગાંધીનગરઃ મધ્યપ્રદેશના કેબિનેટ પ્રધાન હનીસિંગે નર્મદાના પાણી છોડવાના મુદ્દે ગુજરાતને નિવેદન કર્યું હતું. ત્યારે એકવાર ફરી ગુજરાતમાં નર્મદાના પાણીને લઈને રાજકારણ ગરમાયું છે.

નર્મદાનું રાજકારણ પાણી માટે નહીં, પણ વીજળી માટે થઈ રહ્યું છે : નીતિન પટેલ

આ અંગે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે, આ રાજકારણ પીવાના પાણીના મુદ્દે નહી, પરંતુ વીજળી માટે થઈ રહ્યું છે.

ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પાણી અંગેની અરજી કરવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોના ભાગમાં પાણી કેટલું આવશે તે પ્રમાણેનો ચુકાદો આપ્યો હતો. જ્યારે ગુજરાત રાજ્યને સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે જ પાણીનો જથ્થો પ્રાપ્ત થાય છે, પરંતુ જે રીતે નર્મદા મુદ્દે રાજકીય નિવેદન થઈ રહ્યા છે, તેની પાછળ મહત્ત્વનું કારણ અત્યારે મધ્યપ્રદેશને વીજળી મળી નથી રહી તે છે. સાથે જ તેઓને ખાનગી કંપની પાસેથી વીજળી ખરીદવાનો સમય આવ્યો છે, તેના માટે આ પ્રકારના રાજકીય નિવેદનો થઈ રહ્યાં છે.

પાણી માટે નહીં વીજળી માટે નર્મદા પર થઈ રહ્યું છે રાજકારણઃ નીતિન પટેલ

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે, મધ્યપ્રદેશમાંથી પસાર થતી નર્મદા નદી પર બે ડેમ બાંધવામાં આવ્યા છે. જેમાં ઈન્દિરા સાગર ડેમ તથા બીજા અન્ય બે ડેમ બાંધવામાં આવ્યા છે. આ બંને ડેમ સંપૂર્ણપણે પૂરા ભરાઈ જાય ત્યારબાદ નર્મદામાં પાણી છોડવામાં આવે છે. સાથે જ આ પાણી ગુજરાતના સરદાર સરોવર ડેમમાં પણ આવે છે. જ્યારે સરદાર સરોવર ડેમ અને ઈન્દિરા સાગર ડેમ વચ્ચેનું અંતર 200 કિમી આસપાસનું છે.

જો કે, સરદાર સરોવર ડેમમાંથી પાણી રિલીઝ કરવામાં આવે, તો તેમાંથી વીજળી ઉત્પન્ન થઈ શકે છે. જેમાં નિયમ પ્રમાણે ઉત્પન્ન થતી વીજળીમાંથી 56% વીજળી મધ્યપ્રદેશને આપવી પડે છે. ત્યારે મહત્વનું એ છે કે, હાલ સરદાર સરોવર ડેમમાં પાણી ઓછું હોવાના કારણે વીજળી ઉત્પાદન બંધ છે. જેના કારણે આ પ્રકારના રાજકીય નિવેદનો થઈ રહ્યાં છે.

રાજ્ય સરકાર દ્વારા સરદાર સરોવર ડેમમાં વીજળી ઉત્પાદન કરવામાં આવે, તો પાછળથી રાજ્યની જનતા માટે પીવાનું પાણી અને સિંચાઇના પાણી માટે ખરાબ દિવસો આવી શકે તેમ છે. એટલે જ્યારે નર્મદાના સરદાર સરોવર ડેમ સંપૂર્ણપણે ભરાઇ જશે, ત્યારે જ વીજળી ઉત્પાદન કરવામાં આવશે. ત્યારે વીજળી ઉત્પન્ન કરવા માટે પાણી સરદાર સરોવર ડેમમાંથી છોડવામાં આવે તો તે પાણી દરિયામાં જાય અને પાણીનો બગાડ થાય તેવી પણ શક્યતા જોવા મળી રહી છે.

અત્રે ઉલ્લખેનીય છે કે, મધ્યપ્રદેશ સરકાર દ્વારા છેલ્લા 10 દિવસમાં કુલ 69596 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.

મધ્યપ્રદેશે છેલ્લાં 10 દિવસમાં છોડેલા પાણીની સ્થિતી

  • 10 જુલાઈ-2068 ક્યુસેક
  • 11 જુલાઈ-1831 ક્યુસેક
  • 12 જુલાઈ-6625 ક્યુસેક
  • 13 જુલાઈ-10670 ક્યુસેક
  • 14 જુલાઈ-0000ક્યુસેક
  • 15 જુલાઈ-2190 ક્યુસેક
  • 16 જુલાઈ-4063 ક્યુસેક
  • 17 જુલાઈ-5428 ક્યુસેક
  • 18 જુલાઈ-12422 ક્યુસેક
  • 19 જુલાઈ-24299 ક્યુસેક

Intro:મધ્યપ્રદેશના કેબિનેટ કક્ષાના પ્રધાન હની સિંગ દ્વારા નર્મદાના પાણી છોડવાના મુદ્દે ગુજરાત નિવેદન કર્યું હતું જેને લઇને ગુજરાતમાં ફરી થી નર્મદાના પાણીના લઈને રાજકારણ ગરમાયું છે ત્યારે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે આ પીવાના પાણીના મુદ્દે રાજકારણ નથી પરંતુ વીજળી માટે રાજકારણ અને નિવેદનો થઈ રહ્યા છે..Body:ઉલ્લેખનીય છે કે ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન અને મધ્ય પ્રદેશ દ્વારા સુપ્રીમ કોર્ટમાં આ અંગેની અરજી કરવામાં આવી હતી જેમાં સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોના ભાગમાં પાણી કેટલુ આવશે તે રીતની ચુકાદો આપ્યો હતો. જ્યારે ગુજરાત રાજ્ય ને સુપ્રીમ કોર્ટ ના ચુકાદા પ્રમાણે જ પાણીનો જથ્થો પ્રાપ્ત થાય છે પરંતુ જે રીતે નર્મદા મુદ્દે રાજકીય નિવેદન થઈ રહ્યા છે તેની પાછળ મહત્ત્વનું કારણ મધ્યપ્રદેશને અત્યારે વીજળી મળી નથી રહી અને તેઓને ખાનગી કંપની પાસેથી વીજળી ખરીદવાનો વારો આવ્યો છે તેના માટે આવા રાજકીય નિવેદનો થઈ રહ્યા છે..

વિજય બાબતે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે મધ્ય પ્રદેશ માંથી પસાર થતી નર્મદા નદી પર બે ડેમ બાંધવામાં આવ્યા છે જેમાં ઇન્દિરા સાગર ડેમ તથા બીજા અન્ય બે ડેમ બાંધવામાં આવ્યા છે આ બંને ડેમ સંપૂર્ણપણે પૂરા ભરાઈ જાય ત્યારબાદ નર્મદામાં પાણી છોડવામાં આવે છે અને તે પાણી ગુજરાતના સરદાર સરોવર ડેમ માં આવે છે જ્યારે સરદાર સરોવર ડેમ અને ઇન્દિરા સાગર ડેમ વચ્ચેનું અંતર ૨૦૦ કિલોમીટરની આસપાસનો છે પરંતુ સરદાર સરોવર ડેમ માં થી પાણી રિલીઝ કરવામાં આવે તો વીજળી ઉત્પન્ન થઇ શકે છે જેમાં નિયમ પ્રમાણે ઉત્પન્ન થતી વીજળી માંથી ૫૬ ટકા વીજળી મધ્યપ્રદેશ ને આપવી પડે છે પરંતુ સરદાર સરોવર ડેમ માં પાણી ઓછું હોવાના કારણે વીજળી ઉત્પાદન બંધ છે તેના કારણે આ પ્રકારના રાજકીય નિવેદનો થતા હોવાનું રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું.

છેલ્લા 10 દિવસમાં મધ્ય પ્રદેશ સરકાર દ્વારા કુલ 69596 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.

મધ્યપ્રદેશે છેલ્લાં 10 દિવસમાં છોડેલા પાણીની સ્થિતી

10 જુલાઈ - 2068 ક્યુસેક
11 જુલાઈ - 1831 ક્યુસેક
12 જુલાઈ - 6625 ક્યુસેક
13 જુલાઈ - 10670 ક્યુસેક
14 જુલાઈ - ---- ક્યુસેક
15 જુલાઈ - 2190 ક્યુસેક
16 જુલાઈ - 4063 ક્યુસેક
17 જુલાઈ - 5428 ક્યુસેક
18 જુલાઈ - 12422 ક્યુસેક
19 જુલાઈ - 24299 ક્યુસેક

બાઈટ... નીતિન પટેલ નાયબમુખ્યપ્રધાન Conclusion:જે રાજ્ય સરકાર દ્વારા સરદાર સરોવર ડેમ વીજળી ઉત્પાદન કરવામાં આવે તો પાછળથી રાજ્યની જનતા માટે પીવાનું પાણી અને સિંચાઇના પાણી માટે ખરાબ દિવસો આવી શકે તેમ છે એટલે જ્યારે નર્મદા ના સરદાર સરોવર ડેમ સંપૂર્ણપણે ભરાઇ જશે ત્યારબાદ જ વીજળી ઉત્પાદન કરવામાં આવશે, જો ત્યારે વીજળી ઉત્પન્ન કરવા માટે પાણી સરદાર સરોવર ડેમમાંથી છોડવામાં આવે તો તે પાણી દરિયામાં જાય અને પાણી નો બગાડ થાય તેવી પણ શક્યતા જોવા મળી રહી છે..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.