ETV Bharat / state

વાપીના બલિઠામાં કોરોના પોઝિટિવ દર્દી મળ્યો, ગામને ક્લસ્ટર કન્ટેનમેન્ટ-બફર ઝોન જાહેર કર્યો

author img

By

Published : May 2, 2020, 11:02 PM IST

વાપી નજીક આવેલા બલિઠા ગામમાં ત્રિવેણી સોસાયટીમાં રહેતા તસેલ અહમદ સમસુલ્લા નામના 44 વર્ષીય યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે બાદ વલસાડ કલેક્ટરે બલિઠા ગામને ક્લસ્ટર કન્ટેનમેન્ટ કમ બફર ઝોન જાહેર કર્યુ છે. જો કે કલેક્ટરે અગાઉના નિયમો મુજબ આસપાસના 7 કિલોમીટરની ત્રિજ્યામાં બફરઝોન જાહેર કરવાના નિયમમાં છૂટછાટ આપતા ગામના વિસ્તારને જ કન્ટેનમેન્ટ અને બફર ઝોન જાહેર કર્યો છે.

etv bharat
વાપી: બલિઠા ગામમાં કોરોના પોઝિટિવ દર્દી મળી આવતા, ગામને ક્લસ્ટર કન્ટેનમેન્ટ-બફર ઝોન જાહેર કર્યો

વાપી: તાલુકા અને વાપી શહેરને અડીને આવેલા બલિઠા ગામમાં કોરોના પોઝિટિવ દર્દી સામે આવ્યા બાદ Covid-19 કલસ્ટર કન્ટેનમેન્ટ ઝોન મુજબ બલીઠા ગામમાં આવેલ ગાફુરભાઈની ચાલ, શુભમ એપાર્ટમેન્ટ, ઝરીન એપાર્ટમેન્ટ, ગફુરભાઈ એપાર્ટમેન્ટ, ચિસ્તીયા બિલ્ડીંગ, મૌલિક કુરેશી, સ્વસ્તિક એપાર્ટમેન્ટ, તેમજ જુબેર ઓટો ગેરેજ (નેશનલ હાઇવે નંબર 48) ઉપર સ્વસ્તિક ગેરેજ, ક્રિષ્ના ઓટો પાર્ટ્સ, પૂજા ઇલેક્ટ્રોનિક, સુપર ઓટો ઇલેક્ટ્રોનિક, ralco ટાયર, એ કે બેટરી, સુપર મોટર ગેરેજ, હરિઓમ કૃપા, ભંડારવાડ, બુડાણીયા ફળિયા, છાણીયા ફળિયા વિસ્તારને ક્લસ્ટર કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તે વિસ્તારોની હદને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

જે માટે આરોગ્ય વિભાગે ચુસ્તપણે સરકારની ગાઇડ લાઇનનું પાલન કરવાનું રહેશે તથા કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવિષ્ટ ઓપીડી અને મેડિકલ ક્લિનિક ચાલુ કરી શકશે નહીં. ઉપરોક્ત વિસ્તારમાં તમામ પ્રકારની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ વિસ્તાર ના રહેવાસીને રાશન સહિતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા home delivery થી પુરી પાડવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, વલસાડ આરોગ્ય વિભાગે આપેલી માહિતી મુજબ તસેલ અહમદ ગત 11મી એપ્રિલના પોતાની બીમાર પત્નીની સારવાર કરાવવા મુંબઈ લઈ ગયો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેમની પત્નીનું અવસાન થયા બાદ 1 મે એ તે મુંબઈથી ટ્રકમાં બેસીને વાપી આવ્યો હતો અને બલિઠા ખાતે એક ગેરેજમાં રાત કાઢી સવારે પોતાના સગા સબંધીઓ સાથે વલસાડ સિવિલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ અંગે ગયો હતો. જ્યાં શનિવારે તેનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.