ETV Bharat / state

દાદરા નગર હવેલીમાં 3 માસની બાળકી કોરોના રીપોર્ટ પોઝિટિવ

author img

By

Published : May 24, 2020, 3:45 PM IST

કોરોના મહામારી દરમિયાન સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં 2 કોરોના પોઝિટિવ દર્દી સ્વસ્થ થાયા બાદ, મહારાષ્ટ્રથી સેલવાસમાં માતા સાથે આવેલી 3 માસની બાળકીનો રિપોર્ટ કોરોના પોઝિટવ આવ્યો છે. આ અંગે દાદરા નગર હવેલીના કલેકટર સંદીપ સિંઘે વિગતો આપી હતી.

દાદરા નગર હવેલીમાં 3 માસની બાળકી કોરોના રીપોર્ટ પોઝિટિવ
દાદરા નગર હવેલીમાં 3 માસની બાળકી કોરોના રીપોર્ટ પોઝિટિવ

સેલવાસઃ આંતર રાજ્યની સરહદ ખુલી ગયા બાદ મુંબઇ અને મહારાષ્ટ્રથી આવનારા લોકોની સંખ્યા વધી છે. મહારાષ્ટ્રથી આવનારા લોકો સાથે કોરોના પોઝિટિવ દર્દીઓ પણ આવી રહ્યા છે. ત્યારે સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં શુક્રવારે મુંબઇથી આવેલા પરિવારને પ્રશાસને કોરોન્ટાઇન કર્યા બાદ માતા પિતા અને ત્રણ માસની બાળકીના સેમ્પલ લીધા હતા. આ સેમ્પલ પૈકી ત્રણ માસની બાળકીનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે માતા પિતાનો રીપોર્ટ નેગેટિવ આવ્યો છે.

સંઘપ્રદેશ સેલવાસમાં મુંબઇના મલાડથી એક પરિવાર સેલવાસ આવ્યું હતું. આ પરિવારને પ્રશાસન દ્વારા કોરોન્ટાઇન કરીને સેમ્પલ લેવામાં આવ્યા હતા. માતા-પિતા અને ત્રણ માસની બાળકીના સેમ્પલ લઇને સેલવાસની કોવિડ લેબમાં મોકલી અપાયા હતા. સેલવાસ લેબમાંથી માતા પિતા પૈકી માત્ર ત્રણ માસની બાળકીનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. માતા પિતા અને બાળકીને હાલમાં આઇસોલેટેડ કરીને આરોગ્ય વિભાગે સારવાર શરૂ કરી છે. આ અગાઉ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના દાદરામાં અને નરોલીમાં પણ મુંબઇથી જ આવેલા યુવક અને મહિલા કોરોના પોઝિટિવ નીકળ્યા હતા. જેને સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે.સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા સેલવાસ દમણમાં મોટાભાગે વાપી વિસ્તારના લોકોની એન્ટ્રી બંધ કરી દીધી છે. જોકે, સેલવાસમાં અત્યાર સુધીમાં 3જો કેસ નોંધાયો છે. તેમાં એક માત્ર એકટિવ છે.સંઘપ્રદેશમાં કોરોના સંક્રમણને રોકવા માટે સ્વાસ્થ અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડેલી એડવાઇઝરીને પ્રદેશમાં લાગુ કરવામાં આવી છે. જે અતંર્ગત સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રીસર્ચ એન્ડ હોમિયોપેથીની એડવાઇઝરી મુજબ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

હોમિયોપેથી દવા આર્સેનીક અલ્બમ 30 (પુખ્ત વય માટે 4 અને બાળકો માટે 2 ગોળી) કોરોના વાયરસના સંક્રમણને રોકવા દવા તરીકે ઉપયોગમાં લેવામાં આવી રહી છે. આ દવાને ત્રણ દિવસ સુધી ખાલી પેટે લેવામાં અકસીર માનવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.