ETV Bharat / state

વડાપ્રધાન સાથે સીધા સંવાદમાં કાનપર ગામના સરપંચને તક ન મળતા ગ્રામજનોમાં નિરાશા

author img

By

Published : Apr 24, 2020, 4:11 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય પંચાયતીરાજ દિવસ નિમિતે દેશના તમામ સરપંચોની સાથે વીડિયો કોન્ફોરન્સિંગ દ્વારા વાતચીત કરવામાં આવી હતી. જેમાં ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના કાનપર ગામના સરપંચને આ ચર્ચામાં ભાગ લેવાની તક ન મળતા ગ્રામજનોમાં નિરાશા જોવા મળી હતી.

ભાવનગર
ભાવનગર

ભાવનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય પંચાયતીરાજ દિવસ નિમિતે દેશના તમામ સરપંચોની સાથે વીડિયો કોન્ફોરન્સિંગ દ્વારા વાતચીત કરવામાં આવી હતી. જેમાં ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના કાનપર ગામના સરપંચને આ ચર્ચામાં ભાગ લેવાની તક ન મળતા ગ્રામજનોમાં નિરાશા જોવા મળી હતી.

આજે રાષ્ટ્રીય પંચાયત દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે હાલ ચાલી રહેલા કોરોના વાઈરસના સંક્રમણને લઈને લોકડાઉન દરમિયાન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશની પંચાયતોના પંચાયત સભ્યો તેમજ સરપંચો રાષ્ટ્રીય પંચાયત દિવસની ઉજવણીના ભાગરૂપે વિડીયો કોન્ફરન્સ દ્વારા કોરોના મહામારીમાં તકેદારી બાબતે ખાસ વાતચીત કરવામાં આવી હતી.

આ ચર્ચામાં ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના કાનપર ગામના સરપંચ દ્વારા પંચાયત ખાતેથી સીધા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડાપ્રધાન સાથે સીધા સંવાદ માટેની તક મળી હતી. જેને લઈને નાના એવા કાનપર ગામના સરપંચ અને સભ્યોને આ તક મળતા આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.

વડાપ્રધાન દ્વારા વિડીયો કોન્ફરન્સમાં ભાગ લેવા હાલ ચાલી રહેલા કોરોના વાઈરસના સંક્રમણને ધ્યાને રાખી કાનપર પ્રાથમિક શાળા ખાતે સોશિયલ ડીસટન્સ રાખી વ્ય્સ્થાઓ કરવામાં આવી હતી. પરંતુ પ્રધાનમંત્રી સાથેની વાતચીત માટેની તક ના મળતા સભ્યોમાં દુઃખ ની લાગણી ફેલાઈ હતી.

જો કે, સરપંચ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતુ કે, વડાપ્રધાન સાથે વિડીયો કોન્ફરન્સમાં આમારા ગામને તક મળી એ બાબતનું ગૌરવ અનુભવીએ છીએ. પરંતુ વડાપ્રધાનને સમય સુચકતાને ધ્યાને રાખીને એમની સાથેના વિડીયો કોન્ફરન્સમાં ચર્ચામાં તક મળી નથી. એ બાબતે ઘણી દુઃખ લાગણીનો અનુભવ થઇ રહ્યો છે. પરંતુ બીજીવાર જ્યારે તક મળશે ત્યારે વડાપ્રધાન સાથે વાત કરશે એવી આશા વ્યક્ત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.