ETV Bharat / state

સાવર કુંડલામાં તંત્રની બેદરકારી આવી સામે, ચોમાસા પહેલા જ રસ્તામાં પડી તિરાડો

author img

By

Published : Jun 4, 2019, 5:40 AM IST

અમરેલીઃ ચોમાસાના દિવસો સાવ નજીક છે ત્યારે સાવરકુંડલા નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા રોડ રસ્તાઓની કામગીરી ખુબ જ હલકી ગુણવતાની હોવાથી રસ્તા તુટી ગયા હતા. ચોમાસામાં આ રસ્તાથી રાહદારીઓ સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

સાવર કુંડલામાં તંત્રની બેદરકારી આવી સામે, ચોમાસા પહેલા જ રસ્તામાં પડી તિરાડો

સાવરકુંડલા નગરપાલિકા દ્વારા શહેરના હાર્દ સમા ગાંધી ચોકથી અમરેલી રોડ સુધીનો રુપિયા 10 લાખના ખર્ચે સી.સી.રોડ બન્યો હતો. જેને હજુ ચારેક મહિના જ થયા છે ત્યા તો આ રોડમાં તિરાડો પડી ગઈ હતી. જ્યારે આ માર્ગ બનતો હતો ત્યારે જ સાવરકુંડલા શહેર ભાજપના પ્રમુખ હેમાંગ ગઢીયાએ લેખિત ફરીયાદ કરીને નબળી ગુણવતાનું કામ અટકાવવા સાથે યોગ્ય ગુણવતાથી કામ થાય તેવી માગ કરી હતી

સાવર કુંડલામાં તંત્રની બેદરકારી આવી સામે, ચોમાસા પહેલા જ રસ્તામાં પડી તિરાડો

કામની શરુઆતમાં જ શહેર ભાજપના પ્રમુખ દ્વારા નબળી કામગીરી તથા નબળી ગુણવતાની સિમેન્ટ વાપરવામાં આવી હતી. જે અંગે તંત્રને ફરિયાદ કરવા છતાં પણ તંત્રએ આંખ આડા કાન કર્યા હતા તેમજ તંત્ર દ્વારા ફકત તપાસ થશેનું રટણ રટવામાં આવી રહ્યુ છે.

તા.02/06/19
રોડ રસ્તા તૂટ્યા
ધવલ આજુગિયા
અમરેલી

એન્કર....
ચોમાસાના દિવસો સાવ ઢુંકડા છે ત્યારે પાલિકા દ્વારા બનાવવામાં આવતા રોડ રસ્તાઓની કામગીરી એટલી હલકી ગુણવતાની હોવાથી ચોમાસામાં કમર ભાંગવાની નક્કી મનાઈ રહી છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરની નગરપાલિકા દ્વારા શહેરના હાર્દસમાં ગાંધી ચોકથી લઈને છેક અમરેલી રોડ સુધીનો 10 લાખ ઉપરાંતનો સી.સી.રોડ બન્યો એને હજુ ચારેક મહિના જ થયા છે ત્યારે રોડ રસ્તાઓ  પર સી.સી રોડમાં તિરાડો પડી ગઈ છે જ્યારે આ માર્ગ બનતો હતો ત્યારેજ સાવરકુંડલા શહેર ભાજપના પ્રમુખ હેમાંગ ગઢીયાએ લેટર પેડ પર લેખિત ફરીયાદ કરીને નબળી ગુણવતાનું કામ અટકાવવા સાથે યોગ્ય ગુણવતા સભર કામ થાય તેવી માંગ કરી હતી સાથે 10 લાખના બનતા સી.સી.રોડના કામનું લેબોરેટ્રી ટેસ્ટીંગ રિપોર્ટ કરવાની કાર્યવાહી પણ કરી હતી છતાં પાલિકા તંત્રે બનાવેલા 10 લાખ ઉપરાંતના રોડનું ભષ્ટાચાર કરીને લોકોની કમર ભાંગવાનું લગભગ નક્કી કરી દીધું હોય તેવું સ્પષ્ટ જણાઈ છે

બાઈટ-1 હેમાંગ ગઢીયા (પૂર્વ પ્રમુખ-શહેર ભાજપ-સાવરકુંડલા)

વીઓ-2  ચાલુ કંપનીની સિમેન્ટ વાપરવામાં આવી છે ચાલુ કામે જ ફરિયાદ પાલિકા તંત્રને કરવા છતાં પણ પાલિકા તંત્રે ધ્યાન ન આપ્યું પણ શહર ભાજપ પ્રમુખે લેબોરેટરી ટેસ્ટીંગ રિપોર્ટ પણ પૈસા ખવરાવો તો પોઝિટિવ આવી જતો હોવાનો ચોકવાનારો આક્ષેપ પણ કર્યો હતો ત્યારે લાખો ના ખર્ચે બનતા રોડ રસ્તાઓ ઉનાળાના આરંભ વખતે જ બન્યા છે ને ચોમાસુ આવયુ નથી ત્યાં મસમોટી તિરાડો પડી છે પણ પાલિકા તંત્ર હજુ ફરિયાદ આવી છે પણ હજુ આગળની કાર્યવાહી કરવાના ગીત ગાઈ રહ્યા છે ત્યારે વાસ્તવિકતા એ છે કે આ નબળી ગુણવત્તાનો બનાવમાં આવેલ 10 લાખના રોડની રકમ પણ ચૂકવાઈ ગઈ છે છતાં તંત્ર હજુ તપાસની વાત કરી રહ્યું છે

બાઈટ-2 નૈમીશ તેરૈયા (હેડ ક્લાર્ક-નગરપાલિકા-સાવરકુંડલા)
 
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.