ETV Bharat / state

સલામત સવારીને નડ્યો અકસ્માત, 2ના મોત 6થી વધુ ઘાયલ

author img

By

Published : Aug 15, 2019, 8:29 PM IST

અમદાવાદ: શહેરમાં અકસ્માતોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે, ગુરુવારે વહેલી સવારે વધુ એક અકસ્માત સર્જાયો છે. જેમાં એસજી હાઈવે પર કર્ણાવતી કલબ પાસે મોડી રાતે એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એસટી બસમાં સવાર બે મુસાફરોના મોત નીપજ્યાં હતા. જ્યારે, ચાર લોકો ઘાયલ થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ મામલે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Ahmedabad

શહેરના એસ.જી.હાઇવે પરથી ગોધરા-ભુજની એસટી બસ ત્રણ વાગ્યા આસપાસ પસાર થતી હતી. ત્યારે, રોંગ સાઈડમાં એક મોટી ટ્રકે એસટી બસને ટક્કર મારી હતી. જેમાં બસની સાઈડનો ભાગ ચિરાઈ ગયો હતો. ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર બસમાં બેઠેલા 6થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. જેમાં બે લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે, ચાર લોકોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

સલામત સવારીને નડ્યો અકસ્માત, 2ના મોત 6થી વધુ ઘાયલ

શહેરના એસ.જી.હાઇવે પરથી ગોધરા-ભુજની એસટી બસ ત્રણ વાગ્યા આસપાસ પસાર થતી હતી. ત્યારે, રોંગ સાઈડમાં એક મોટી ટ્રકે એસટી બસને ટક્કર મારી હતી. જેમાં બસની સાઈડનો ભાગ ચિરાઈ ગયો હતો. ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર બસમાં બેઠેલા 6થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. જેમાં બે લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે, ચાર લોકોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

સલામત સવારીને નડ્યો અકસ્માત, 2ના મોત 6થી વધુ ઘાયલ
Intro:અમદાવાદ:શહેરમાં અકસ્માતોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ગુરુવારે વહેલી સવારર વધુ એક અકસ્માત સર્જાયો છે જેમાં એસજી હાઈવે પર કર્ણાવતી કલબ પાસે મોડી રાતે એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એસટી બસમાં સવાર બે મુસાફરોના મોત નીપજ્યાં હતા. જ્યારે ચારેક લોકો ઘાયલ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ મામલે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.Body:શહેરના એસ.જી.હાઇવે પરથી ગોધરા- ભુજ ની એસટી બસ ત્રણ વાગ્યાની આસપાસ પસાર થતી હતી,ત્યારે રોંગ સાઈડમાં એક મોટી ટ્રક આવી હતી અને એસટી બસને ટક્કર મારી હતી. ટક્કર વાગતા બસનો સાઈડનો આખો ભાગ ચિરાઈ ગયો હતો. ટ્રાફિક પોલીસના જણાવ્યા મુજબ બસમાં બેઠેલા 6થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમાં બે લોકોનાં મોત થયા છે. જ્યારે ચાર લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.