ETV Bharat / state

આનંદો ! અગરિયાઓની મુસીબતનો અંત આવ્યો, કચ્છના નાના રણમાં દબાણ અંગેની PIL નો હાઈકોર્ટે નિકાલ કર્યો

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 1, 2023, 6:26 PM IST

કચ્છના નાના રણમાં દબાણ અને ગેરકાયદેસર પ્રવૃતિ કરવા અંગે જાહેર હિતની અરજીનો ગુજરાત હાઈકોર્ટ દ્વારા નિકાલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે, જાહેર હિતની અરજી થયા બાદ રણમાં અગરિયાઓના પ્રવેશ પર મનાઈ ફરમાવવામાં આવી હતી. જે અંગે રજૂઆત કર્યા બાદ સરકાર તરફથી જરૂરી નિર્દેશ કરવામાં આવ્યા હતા. જાણો શું હતો સમગ્ર મામલો...

આનંદો ! અગરિયાઓની મુસીબતનો અંત આવ્યો
આનંદો ! અગરિયાઓની મુસીબતનો અંત આવ્યો

અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટમાંથી અગરિયાઓ જોગ ખુશખબર આવી રહી છે. કચ્છના નાના રણમાં દબાણ અને ગેરકાયદેસર પ્રવૃતિ કરવા અંગેની જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. જેનો ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ જાહેર હિતની અરજીનો નિકાલ કરી કોઈ રજૂઆત હોય તો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં પિટિશન કરવા કહ્યું હતું. ઉલ્લેખનિય છે કે, એપ્રિલ 2023 માં થયેલી એક જાહેર હિતની અરજી બાદ વન અને પર્યાવરણ વિભાગ દ્વારા રણમાં અગરિયાઓના પ્રવેશ પર મનાઈ ફરમાવવામાં આવી હતી.

શું હતો મામલો ? આ મામલાની મળતી માહિતી અનુસાર એપ્રિલ 2023 માં કચ્છના નાના રણમાં દબાણ અને ગેરકાયદેસર પ્રવૃતિ કરવા અંગે એક જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. ત્યારબાદ વન અને પર્યાવરણ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, સર્વે અને સેટલમેન્ટ રિપોર્ટમાં નામ ન હોય તેવા તમામ અગરિયાઓને રણમાં પ્રવેશ પર મનાઈ ફરવામાં આવે છે. મોટાભાગના પરંપરાગત અગરિયાઓનો સર્વે અને સેટલમેન્ટ રિપોર્ટમાં સમાવેશ ન થયો હોવાથી તેઓ સરકારમાં આ અંગે રજૂઆત કરી હતી.

સરકારે આપ્યો નિર્દેશ : અગરિયાઓની રણમાં પ્રવેશ આપવાની રજૂઆતને રણકાંઠાના ધારાસભ્ય, સાંસદ અને આગેવાનોનો સહયોગ મળ્યો હતો. સરકારમાં ભારપૂર્વક રજૂઆત કર્યા બાદ 4 સપ્ટેમ્બરના રોજ 10 એકરમાં મીઠું પકવતા અગરિયાઓનું રજીસ્ટ્રેશન કરાવી મીઠું પકવવાની પરવાનગી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જોકે આ નિર્ણયના બે મહિના બાદ પણ વન અને પર્યાવરણ વિભાગ દ્વારા રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ સાંતલપુર અને આડેસર રણમાં અગરિયાઓને પ્રવેશ આપવામાં આવ્યો નહોતો. જેના કારણે કેટલાય અગરિયા પરિવારો મુશ્કેલીમાં મૂકાયા હતા.

અગરિયાઓ જોગ ખુશખબર : હાલ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ જાહેર હિતની અરજીનો નિકાલ કરવામાં આવ્યો છે. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની ખંડપીઠે અરજીનો નિકાલ કરતા જણાવ્યું હતું કે, જો આ અંગે કોઈ રજૂઆત હોય તો ગ્રીન ટ્રિબ્યુનલમાં ચાલતી પિટિશનમાં રજૂઆત કરવામાં આવે.

અચ્છે દિનની આશા બંધાઈ : આ અંગે અગરિયા હિતરક્ષક મંચના પ્રમુખ હરિગણેશ પંડ્યાએ સત્તાવાર યાદીમાં જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક મહિનાઓથી નાના અગરિયાઓ માટે આફત બનેલી આ પિટિશનના નિકાલથી અગરિયાઓમાં એક નવી આશા બંધાઈ છે. તેમના રણમાં મીઠું પકવવાના અધિકારને હવે વન વિભાગ દ્વારા માન્યતા આપવામાં આવશે. એક બાજુ અગરિયાઓના ઉત્કર્ષ માટે સરકાર રુપિયા 300 કરોડના બજેટથી સોલાર સબસીડી યોજના આપી રહી છે. જ્યારે બીજી તરફ પરંપરાગત અગરિયાઓને ગેરકાયદેસર ગણી રણમાંથી બહાર ધકેલવામાં આવ્યા છે.

મીઠા ઉત્પાદનમાં ગુજરાત અગ્રેસર : ઉલ્લેખનિય છે કે, ગુજરાતના કચ્છનું નાનું રણ 5 હજાર ચોરસ કિમી ક્ષેત્રફળ ધરાવતો સપાટ રણ પ્રદેશ છે. જ્યાં 8 હજાર જેટલા અગરિયા પરિવાર મીઠાની ખેતી કરી ગુજરાન ચલાવે છે. ભારતના કુલ મીઠાના ઉત્પાદનમાં 80 ટકા હિસ્સો ગુજરાતનો છે. જેમાં પરંપરાગત અને નાના અગરિયાઓનો મહત્વપૂર્ણ ફાળો રહેલો છે. કચ્છના રણમાં થતી મીઠાની ખેતી વિશ્વના સૌથી જૂના પારંપરિક ઉત્પાદન પદ્ધતિમાંથી એક છે. જેનું દસ્તાવેજીકરણ દક્ષિણ કોરિયામાં આવેલા સિઓલ મ્યુઝિયમ દ્વારા કરવામાં આવ્યું છે.

  1. Patan News : 1300 અગરિયા પરીવારે અર્ધનગ્ન થઈ રાધનપુર પ્રાંત કચેરી ખાતે રોષ ઠાલવ્યો, જાણો શું છે માંગ...
  2. પાટણ જિલ્લાના અગરિયાઓના ઓળખકાર્ડ રદ કરાતા હિત રક્ષક મંચ દ્વારા આવેદનપત્ર અપાયું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.