અમદાવાદ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં (Gujarat Assembly Election 2022) બીજા તબક્કાના મતદાન (Second phase voting in Gujarat elections) પહેલા અમદાવાદના વટવા વિસ્તારમાંથી આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી (Aam Aadmi Party Organization Minister) દારૂની બોટલ સાથે પકડાયા છે. ચૂંટણી અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની ટીમ (Ahmedabad Crime Branch team) તપાસમાં હતી. જે દરમિયાન વટવામાંથી કારમાં દારૂ સાથે AAPના સંગઠન મંત્રીને ઝડપી પાડવામાં આવતા રાજકારણ ગરમાયું છે.
ફરી એક વાર આમ આદમી પાર્ટી વિવાદમાં સપડાઈ ક્રાઈમ બ્રાન્ચે દારૂની 6 બોટલ સાથે આમ આદમી પાર્ટીના નેતા હાર્દિક પટેલને ઝડપી પાડ્યો છે. તેવામાં ફરી એક વાર આમ આદમી પાર્ટી વિવાદમાં સપડાઈ છે. જોકે હાલ તો પોલીસે હાર્દિક પટેલ દારૂ ક્યાંથી લાવ્યો હતો. દારૂ કોને આપવાનો હતો તે દિશામાં તપાસ કરી રહી છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ચેકીંગ (Ahmedabad Crime Branch team) દરમિયાન કારમાંથી દારૂના જથ્થા સાથે હાર્દિક પટેલની ધરપકડ કરતા જ ફરી એક વાર રાજકારણ ગરમાયું છે. એક તરફ અમદાવાદમાં બે દિવસ પછી મતદાન યોજાશે તેવામાં આ દારૂની બોટલો લઈને હાર્દિક પટેલ કોને આપવાના હતા? અને ક્યાંથી લાવ્યા હતા? તે તમામ પોલીસે તપાસ હાથ ધરી છે. આ મામલે ક્રાઈમ બ્રાન્ચમાં ઉચ્ચ અધિકારીના જણાવ્યા અનુસાર વટવાથી દારૂ લઈને નીકળેલા આરોપીને પકડી રામોલ પોલીસના હવાલે કરવામાં આવ્યો છે.