ETV Bharat / state

Chandrayaan-3: 14 જુલાઈએ લોન્ચ થશે ચંદ્રયાન-3, સાયન્સ સિટી ખાતે કાર્યક્રમ

author img

By

Published : Jul 13, 2023, 7:36 PM IST

આવતીકાલે હરિકોટાથી ચંદ્રયાન 3 લોન્ચ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ સાયન્સ સીટી ખાતે લાઈવ પ્રસારણ કરવામાં આવશે. આ ઉપરાંત 150 જેટલા બાળકોને બોલાવીને શા માટે ચંદ્રયાન છોડવામાં આવે છે અને તેનાથી કયા પ્રકારના ફાયદા થશે તેની માહિતી પણ આપવામાં આવશે.

chandrayaan-3-will-be-launched-on-july-14-event-at-science-city

સાયન્સ સિટી ખાતે કાર્યક્રમ

અમદાવાદ: ભારત સેટેલાઈટમાં નવો ઇતિહાસ રચવા માટે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. આવતીકાલે ભારત પોતાનું ચંદ્રયાન 3 હરીકોટાથી લોન્ચ કરશે જે 23 ઓગસ્ટના રોજ બપોરના 12 વાગ્યાની આસપાસ ચંદ્ર ઉપર લેન્ડ થશે. ભારતે આ પહેલા પણ 2019 માં પોતાના પહેલા જ પ્રયત્ને ચંદ્રની દક્ષિણ બાજુમાં સૌથી દૂર લેન્ડ થવાનો રેકોર્ડ નોંધાવ્યો હતો. ભારત ફરી એકવાર ચાર વર્ષના ગાળામાં ચંદ્રયાન ત્રણ છોડવા જઈ રહ્યું છે.

14 જુલાઈએ લોન્ચ થશે ચંદ્રયાન-3
14 જુલાઈએ લોન્ચ થશે ચંદ્રયાન-3

ચંદ્રયાન-3 પર વિશેષ કાર્યક્રમ: સાયન્સ સીટી જનરલ મેનેજર વ્રજેશ પારેખ ETV Bharat સાથે વાત કરતા જણાવ્યું કે આવતીકાલે વૈજ્ઞાનિકની દૃષ્ટિએ ખૂબ જ મહત્વનો દિવસ છે. ફરી એકવાર ભારત અંતરિક્ષમાં એક વધુ એક સેટેલાઈટ છોડવા તૈયાર છે. આવતીકાલે હરીકોટા થી ચંદ્રયાન 3 છોડવામાં આવશે. ત્યારે અમદાવાદ સાયન્સ સીટી ખાતે પણ આ ચંદ્રયાનને લઈને એક કાર્યક્રમ કરવામાં આવ્યો છે. જેમાં ચંદ્રયાન લોન્ચિંગ થી લઈને તમામ પ્રકારની માહિતી અમદાવાદના વિવિધ વિસ્તારમાંથી આવેલા 150 જેટલા વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવશે. જેમાં અમદાવાદ ઇસરોના 2 વૈજ્ઞાનિક પણ હાજર રહેશે.

બાળકને માહીતી આપવામાં આવશે: સાયન્સ સીટી ખાતે આવતીકાલે 150 જેટલા વિદ્યાર્થીઓ પણ ચંદ્રયાન-3 નું લાઈવ પ્રસારણ નિહાળશે. આ ઉપરાંત ચંદ્રયાન-1 અને ચંદ્રયાન-2 માં જે પ્રકારની મુશ્કેલી પડી હતી તેની માહિતી આપવામાં આવશે.જ્યારે ચંદ્રયાન 3ની અંદર કયા પ્રકારનો તફાવત છે. તેની માહિતી બાળકોને આપવામાં આવશે. આ ઉપરાંત ચંદ્રયાન શા માટે છોડવામાં આવે છે અને ચંદ્રયાનથી કયા કયા પ્રકારના ફાયદા થાય છે તે પણ માહિતી આવનાર બાળકોને આપવામાં આવશે.

શું થશે ફાયદો?: ચંદ્રયાન-3 સફળ થશે તો પૃથ્વી પર બદલાતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પણ અલગ અલગ વૈજ્ઞાનિકો પોતાની અલગ જ જગ્યા પસંદ કરી રહ્યા છે. ચંદ્ર પર પરિસ્થિતિ કેવા પ્રકારની છે. ઘર બનાવી શકાય કે નહીં તેનું રિસર્ચ કરવામાં આવશે. આ ઉપરાંત પૃથ્વી અને ચંદ્ર ગ્રહનું તફાવત કેવા પ્રકારનો છે. કેમિકલ્સ છે કે નહીં ત્યાંના રાત દિવસ ગ્રહણ ભરતી ઓટ થાય છે કે નહીં તેની માહિતી પણ પ્રાપ્ત થશે.

14 દિવસ કામ કરશે: ચંદ્રયાન-3 પ્રથમ લક્ષ્યાંક ચંદ્ર ઉપર લેન્ડિંગ કરી ચંદ્ર પરની જમીન ઉપર ચાલવાનું છે. જેના કારણે ચંદ્રયાન 2 અને 3માં સામાન્ય ફેરફાર કરવામાં આવ્યો છે. ચંદ્રની સપાટી પર ચંદ્રયાન 3 સફળ ઉતરાણ બાદ 6 પૈડા વાળું રોવર બહાર આવશે. 14 દિવસ સુધી ચંદ્ર ઉપર કામ કરશે. જે રોવર પરના કેમેરાની મદદથી ચંદ્ર પરની તસવીરો આપણને પ્રાપ્ત થશે. પરંતુ ચંદ્રયાન 2 અને ચંદ્રયાન 3 માં સામાન્ય ફેરફાર કરવામાં આવ્યો છે.જેથી કરીને સફળતાપૂર્વક ચંદ્ર ઉપર લેન્ડિંગ કરી શકાય.

  1. Chandrayaan-3: મિશનની તૈયારીઓ પૂર્ણ, આજથી કાઉન્ટડાઉન શરૂ થશે, વૈજ્ઞાનિકોએ પ્રાર્થના કરી
  2. ISRO Chandrayaan-3: ઈસરો ચંદ્રયાન-3 મિશન માટે તૈયાર, ભારત માટે દુર્લભ ઉપલબ્ધી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.