ETV Bharat / state

અમદાવાદ ગ્રામ્ય LCBએ મોબાઈલ દુકાનને ટાર્ગેટ બનાવી ફોન ચોરીના ગુન્હા આચરતા બે શખ્સોની ધરપકડ કરી

author img

By

Published : Oct 25, 2020, 1:51 PM IST

અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી.એ બાતમીના આધારે વિઠલાપુર બેચરાજી હાઇવે વિરમગામના પાટીયા નજીકથી 90,925ના 29 મોબાઇલ સાથે 2 વ્યકિતની ધરકપડ કરી હતી.આ આરોપીઓ દિવસ દરમિયાન નવો મોબાઈલ ફોન ખરીદવાના બહાને ચેક કરી રાત્રિના સમયે દુકાનના તાળા તોડી ચોરી કરતા હતા.

Ahmedabad
અમદાવાદ

  • મોબાઇલની દુકાનને ટાર્ગેટ બનાવતા શખ્સો ઝડપાયા
  • એલ.સી.બી ટીમે વોચ ગોઠવી તપાસ હાથ ધરી
  • બે શખ્સોને 29 મોબાઈલ સાથે ઝડપી પાડ્યા.

અમદાવાદ : વિઠલાપુર ચોકડી ખાતે વણઝારા કોમ્પલેક્સમાં કુળદેવી મોબાઇલની દુકાનના શટરનું તાળું તોડી કોઈ જાણ્યા શખ્સ 17 નંગ મોબાઇલ ચોરી કર્યાની ફરિયાદ વિઠલાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ જિલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવે LCB અને સ્થાનિક વિઠલાપુર પોલીસની અલગ અલગ ટીમો બનાવી મહાનિરીક્ષક ભાટી અમદાવાદ વિભાગની સુચના અને માર્ગદર્શન હેઠળ ગુનો શોધવા કવાયત હાથ ધરવામાં આવી હતી.

90,925ના 29 મોબાઇલ સાથે 2 વ્યકિતની ધરકપડ

એલ.સી.બી ટીમે ગુન્હાવાળી જગ્યાની વિઝીટ કરી જગ્યાના સેલ આઈડી અને આ એમ.ઓ.થી ગુન્હા આચરતી ગેંગ સંબંધે માહિતી એકઠી કરી ગુન્હો શોધવાના પ્રયાસ હાથ ધર્યા હતા. જેમાં પોલીસે કોન્સ્ટેબલ હરપાલ સિંહ સોલંકી અને પોલીસ કોન્સ્ટેબલ હીતેન્દ્રસિંહ ચૌહાણને મળેલ બાતમીના આધારે વિઠલાપુર બેચરાજી હાઇવે વિરમગામના પાટીયા નજીક વોચ ગોઠવતા 90,925 મોબાઈલ નંગ 29 સાથે બે વ્યક્તિની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ આરોપીઓ દિવસ દરમિયાન નવો મોબાઈલ ફોન ખરીદવાના બહાને ચેક કરી રાત્રિના સમયે દુકાનના તાળા તોડી ચોરી કરતા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.