ETV Bharat / state

લગ્નના રંગમાં કરફ્યૂનો ભંગ, અમદાવાદ શહેરમાં 1500 લગ્નો થયા રદ

author img

By

Published : Nov 20, 2020, 8:47 PM IST

અમદાવાદ શહેરમાં આજે રાતે નવ વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી લાગૂ કરવામાં આવેલા કરફ્યૂને લઈને જનતામાં રોષ જોવા મળી રહ્યો છે. રવિવારથી લગ્નની સિઝન શરૂ થઇ રહી છે ત્યારે કરફ્યૂની જાહેરાત કરવામાં આવતા અમદાવાદ શહેરમાં જ 1500 લગ્નો મોકૂફ રાકવા પડ્યા છે.

Ahmedabad
Ahmedabad

  • અમદાવાદમાં 60 કલાકના કરફ્યૂમાં 1500થી વધુ લગ્નો અટવાયાં
  • અમદાવાદમાં શનિવારે 500 અને રવિવારે 1200 લગ્ન હતા
  • કંકોતરી વહેંચાઈ ગઈ, મહેમાનો આવી ગયાં, હવે લગ્નો રદ કરાયા

અમદાવાદ: અમદાવાદ શહેરમાં આજે રાતે નવ વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી લાગૂ કરવામાં આવેલા કરફ્યૂને લઈને જનતામાં રોષ જોવા મળી રહ્યો છે. રવિવારથી લગ્નની સિઝન શરૂ થઇ રહી છે ત્યારે કરફ્યૂની જાહેરાત કરવામાં આવતા અમદાવાદ શહેરમાં જ 1500 લગ્નો મોકૂફ રાકવા પડ્યા છે.

વેડિંગ ઇવેન્ટ હજી શરૂ થઈ હતી એવામાં ફરી શહેરમાં કરફ્યુ અને નાઈટ કરફ્યુ આવતા વેડિંગ ઇવેન્ટ વ્યવસાય 8 મહિના બાદ ફરી શરૂ થતાં પહેલાં જ બંધ થઈ ગયો છે. અમદાવાદમાં શનિવારે 500 અને રવિવારે 1200 એમ કુલ 1700 લગ્નના બુકિંગ છે જે રદ કરવા પડ્યા છે.

તૈયારીઓ પુરી થયા બાદ લગ્ન રદ્દ કરવા પડ્યા

અનેક લોકોને ત્યાં આજે મહેમાનો પણ બહાર ગામથી આવી ગયા અને પાર્ટીપ્લોટ બુકિંગ થઈ ગયા છે. લગ્ન પહેલાની વિધિઓ શરૂ થવાની તૈયારીઓ છે. ત્યારે કરફ્યુ લાગતાં લગ્ન કરનારા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

કરફ્યૂથી વેડિંગ ઇવેન્ટના વ્યવસાયને અસર થશે

અમદાવાદમાં ક્રિષ્ના ઇવેન્ટ નામે વેડિંગ ઇવેન્ટ કરતા મિતેષ જૈને ETV ભારત સાથેની વાતચીતમાં કહ્યું હતું કે 9 મહિના બાદ રવિવારથી ફરી લગ્નની સિઝન શરૂ થતાં ઇવેન્ટનો વ્યવસાય શરૂ થયો છે.ત્યાં ફરી 2 દિવસ સંપૂર્ણ પણે કરફ્યુ અને નાઈટ કરફ્યુ લાગતાં ઇવેન્ટના વ્યવસાયને મોટું નુકસાન જશે.

મહત્વનું છે કે શહેરમાં રવિવાર અને ત્યારબાદ ખૂબ જ લગ્નો છે. તેમાં ખાસ કરીને 22 તારીખે વધુ લગ્નો છે. ત્યારે નાઈટ કરફ્યુથી લોકોના લગ્ન અટકી પડ્યા છે.શનિવાર અને રવિવાર ના ખાસ દિવાળી પછીના લગ્નના પહેલા મુહુર્ત હોવાથી બુકિંગ અને કંકોત્રી અપાઇ ગઈ હોવાથી મોટું નુકસાન થશે. તો તેને ધ્યાનમાં રાખી વેડિંગ ઇન્ડસ્ટ્રી દ્વારા આ બાબતમાં છૂટછાટ આપવા પણ સરકારને વિનંતી અને અપીલ કરવામાં આવી છે. જો કે તંત્ર દ્વારા કેટલી કામગીરી કરવામાં આવે છે તે જોવું પણ મહત્વનું રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.