ETV Bharat / sitara

કોરોના ઇફેક્ટ: ચૈન્નઇ કોર્પોરેશને કમલ હાસનના ઘર બહારથી હોમ ક્વોરન્ટાઇનના સ્ટીકર દૂર કર્યા

author img

By

Published : Mar 29, 2020, 8:17 AM IST

સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત છે, ત્યારે કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા માટે વડાપ્રધાન દ્વારા 21 દિવસના લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. એવામાં તમામ લોકો અને ખાસ કરીને ફિલ્મ જગતના સેલેબ્સ લોકોને ઘરમાં સુરક્ષિત રહેવા અપીલ કરી રહ્યા છે, ત્યારે સાઉથ સુપરસ્ટાર કમલ હાસન પરિવાર સાથે ઘરમાં સેલ્ફ આઇસોલેશન પર હતા. એવામાં ચૈન્નઇ કોર્પોરેશને તેમના ઘર બહારથી હોમ ક્વોરન્ટાઇનના સ્ટીક દૂર કર્યાના સમાચાર સામે આવી રહ્યા છે.

Etv Bharat, Gujarati News, Bollywood News,  Kamal Haasan, Corona News
Kamal Haasan

ચૈન્નઇ: આજકાલ સોશિયલ મીડિયામાં એક્ટર અને મક્કલ નિધી મેયમના લીડર કમલ હાસનને કોરોનાના લક્ષણો હોવાથી હોમ ક્વોરન્ટાઇનમાં છે, તેવી અફવાઓ ખૂબ જ વાઇરલ થઇ રહી હતી. જેને ધ્યાને રાખીને ચૈન્નઇ કોર્પોરેશન દ્વારા તાત્કાલિક જ તેમના ઘર બહારથી હોમ ક્વોરન્ટાઇનના સ્ટીકર્સને દૂર કરવામાં આવ્યા હતા.

જ્યારથી ચૈન્નઇ કોર્પોરેશન દ્વારા કમલ હાસનના ઘરની નજીક સ્ટીકર્સ લગાવવામાં આવ્યા હતા. જેમાં લખેલું હતું કે, આપણે હોમ ક્વોરન્ટાઇનમાં રહેવું જોઇએ, જેથી આપણે કોરોનાથી પોતાને બચાવી શકીએ. આ પોસ્ટર્સ બાદથી જ આ અફવાઓએ જોર પકડ્યું હતું અને સ્ટીકર્સમાં એમ પણ લખેલું હતું કે, આ વ્યક્તિએ 10 માર્ચથી 6 એપ્રિલ સુધી હોમ ક્વોરન્ટાઇનમાં રહેવાની જરૂર છે.

જે બાદ ચૈન્નઇ કોર્પેરેશન કમિશ્નર જી પ્રકાશે જણાવ્યું હતું કે, અમારા સ્ટાફે કમલ હાસનના ઘરની નજીક આ સ્ટીકર લગાવ્યા હતા. કારણ કે, તેમના ધ્યાનમાં આવ્યું હતું કે, ગૌતમી (કમલ હાસનની પૂર્વ પત્ની) જે હાલમાં જ દુબઇથી પરત ફરી છે અને તેમના પાસપોર્ટમાં આ એડ્રેસ હોવાથી અહીં સ્ટીકર લગાવવામાં આવ્યા હતા.

આ અફવા બાદ કમલ હાસને પણ ખુલાસો કરતો સંદેશો આપ્યો હતો કે, તમે જેમ જાણો છો તેમ હું હો ક્વોરન્ટાઇન નથી. મારા ઘરની બહાર લાગેલા સ્ટીકર્સ પરછી એવી અફવાઓ ફેલાઇ રહી છે કે, હું હોમ ક્વોરન્ટાઇનમાં છું, પરંતુ તમે જાણો જ છો કે, હું આ ઘરમાં છેલ્લા ઘણા સમયથી રહેતો નથી. માત્ર મારી પાર્ટીનું કામકાજ અહીંથી થઇ રહ્યું છે. તો હકીકત એ જ છે કે, હું હોમ ક્વોરન્ટાઇનમાં નથી.

મહત્વનું છે કે, કમલ હાસને કોરોના વાઇરસથી બચવા માટે લોકોને ઘરમાં રહેવા અને સુરક્ષિત રહેવા અપીલ કરી છે. આ ઉપરાંત તેમના પત્ની અને પુત્રી શ્રૃતિ અને અક્ષરા પણ અલગ-અલગ રૂમમાં સેલ્ફ આઇસોલેશનમાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.