ETV Bharat / sitara

અભિનેત્રીઓના પ્રેમમાં ક્લીન બૉલ્ડ થયા આ ક્રિકેટર્સ...

author img

By

Published : Nov 18, 2020, 2:30 PM IST

બોલિવુડ અને ક્રિકેટની વચ્ચે લાંબા સમયથી જૂના સંબંધ છે. બંને ક્ષેત્ર ગ્લેમર અને લોકપ્રિયતાથી ભરપૂર છે. દર્શકો પાસેથી ક્રિકેટરો અને બોલિવુડ અભિનેત્રીઓના અફેરના સમાચાર આવતા હોય છે. પરંતુ દરેક લોકોના સંબંધ લગ્ન સુધી પહોંચી શકતા નથી. એવી ઘણી જોડીઓ છે, જે લગ્ન કરવામાં સફળ રહી છે. તો એવી પણ ઘણી જોડીઓ છે કે, જેમના અફેરની ચર્ચા ખૂબ થઇ છે. પરંતુ તેઓના લગ્ન થયા નથી.

bollywood cricket failed relationships
bollywood cricket failed relationships

મુંબઇઃ બોલિવુડ અને ક્રિકેટની દુનિયાનો સંબંધ ઘણો જૂનો છે. ક્રિકેટર અને બોલિવુડની અભિનેત્રીઓના અફેરની ચર્ચા ઘણી વખત સાંભળવા મળતી હોય છે. જેમાંથી કેટલીક જોડીઓ લગ્ન સુધી પહોંચી છે તો કેટલીક જોડીઓની ચર્ચા આજે પણ થતી રહે છે.

કપિલ દેવ અને સારિકા

દેશને પહેલો વર્લ્ડ કપ અપાવનાર કપિલ દેવ દેશના મશહૂર ક્રિકેટર છે. એક સમયે લાખો યુવતીઓ તેમના પ્રેમમાં પાગલ હતી. તે સમયે કપિલ દેવની નજર અભિનેત્રી સારિકા પર હતી. જી, હા...કપિલ દેવ અને સારિકાની લવસ્ટોરી ઘણી ચર્ચામાં રહી હતી.

કપિલ દેવ અને સારિકા
કપિલ દેવ અને સારિકા

ઇશા શેરવાની અને જહીર ખાન

ભારતીય ટીમના પૂર્વ ફાસ્ટ બોલર અત્યારે અભિનેત્રી સાગરિકા ઘાટકે સાથે લગ્નના બંધનમાં બંધાઇ ચૂક્યા છે. પરંતુ તમને જણાવી દઇએ કે, સાગરિકા પહેલા જહીરે અભિનેત્રી ઇશા શેરવાનીને લગભગ આઠ વર્ષ સુધી ડેટ કરી હતી. એક સમાચાર એ પણ સામે આવ્યા હતા કે, તેમના લગ્નના કાર્ડ પણ છપાઇ ચૂક્યા છે પણ બંને વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી હતી અને તેઓ અલગ થઇ ગયા હતા.

ઇશા શેરવાની અને જહીર ખાન
ઇશા શેરવાની અને જહીર ખાન

સૌરવ ગાંગુલી અને નગમા

સૌરવ ગાંગુલી અને નગમાની લવસ્ટોરી ઘણી ચર્ચામાં રહી હતી અને વિવાદોમાં પણ ઘેરાઇ હતી. સૌરવ જ્યારે નગમાના પ્રેમમાં પડ્યા ત્યારે તેના લગ્ન થઇ ચૂક્યા હતા. 1999માં ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન બંનેની મુલાકાત થઇ હતી. જોકે, ઓફિશિયલ અનાઉન્સમેન્ટ ક્યારેય થયું નહોતું.

સૌરવ ગાંગુલી અને નગમા
સૌરવ ગાંગુલી અને નગમા

રવિ શાસ્ત્રી અને અમૃતા સિંહ

ટીમ ઈન્ડિયાના મુખ્ય કૉચ રવિ શાસ્ત્રી અને અભિનેત્રી અમૃતા રાવ વચ્ચે પણ અફેર હોવાના સમાચાર જોવા મળ્યા હતા. આ રિલેશનશિપ વધુ ચાલી નહીં અને શાસ્ત્રીએ વર્ષ 1990માં રીતુ સિંહ સાથે લગ્ન કર્યા. તે જ સમયે, અમૃતા સિંહે અભિનેતા સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતા.

રવિ શાસ્ત્રી અને અમૃતા સિંહ
રવિ શાસ્ત્રી અને અમૃતા સિંહ

અજય જાડેજા અને માધુરી દીક્ષિત

એક સમય એવો હતો જ્યારે બોલીવુડની માધુરી દિક્ષિતનું દિલ ભારતીય ક્રિકેટર અજય જાડેજા માટે ધબકતું હતું. બંનેની ચર્ચાઓ પણ ખૂબ ચાલી હતી. બંને મેગેઝિનના કવર શૂટ દરમિયાન એકબીજાને મળ્યા હતા. પરંતુ અજય જાડેજા અને માધુરી વચ્ચે વાત ત્યારે બગડી જ્યારે અજય જાડેજાનું નામ મૅચ ફિક્સીંગના મામલે સામે આવ્યું હતું. ત્યારબાદ માધુરીએ ડૉક્ટર શ્રીરામ માધવ નેને સાથે લગ્ન કર્યા હતા.

અજય જાડેજા અને માધુરી દીક્ષિત
અજય જાડેજા અને માધુરી દીક્ષિત

સુષ્મિતા સેન અને વસીમ અકરમ

સુષ્મિતા સેન અને વસીમ અકરમના સંબંધોની અફવાઓ જ્યારે મીડિયામાં શરૂ થઇ ત્યારે તે બંને ભારતીય રિયાલિટી શો 'એક ખિલાડી, એક હસીના' તરીકે જજ બન્યા. સુષ્મિતા સેન હંમેશા મીડિયા સાથેના તેના સંબંધો અંગે ખુલ્લી રહી છે. પરંતુ તેણે વસીમ અકરમ સાથેના તેમના સંબંધોને સ્પષ્ટ રીતે નકારી દીધા હતા. બંનેએ કહ્યું કે તેઓ ફક્ત મિત્રો છે અને બીજું કંઈ નથી.

સુષ્મિતા સેન અને વસીમ અકરમ
સુષ્મિતા સેન અને વસીમ અકરમ

સંગીતા બીજલાની અને મોહમ્મદ અઝહરુદ્દીન

1990ના દશકની શરૂઆતમાં સંગીતા અને મોહમ્મદ અઝહરુદ્દીનનું અફેર હતું. જોકે અઝહરુદ્દીન પહેલાથી જ પરિણીત હતો. પરંતુ તેણે પત્નીને છૂટાછેડા આપીને સંગીતા સાથે લગ્ન કર્યા હતા. બાદમાં, તેમના સંબંધ પણ તૂટી ગયા. વર્ષ 2010માં સંગીતા બિજલાની અને મોહમ્મદ અઝહરુદ્દીનના છૂટાછેડા થયા હતા.

સંગીતા બીજલાની અને મોહમ્મદ અઝહરુદ્દીન
સંગીતા બીજલાની અને મોહમ્મદ અઝહરુદ્દીન

યુવરાજ સિંહ અને દીપિકા પાદુકોણ

ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ અને દીપિકા પાદુકોણના અફેરની વાત ખૂબ ચર્ચામાં રહી હતી. યુવરાજ સિંહ અને દીપિકા પાદુકોણ અનેક પ્રસંગો પર સાથે જોવા મળ્યા હતા. બંનેનો સંબંધ હેડલાઇન્સમાં હતો, પરંતુ આ સંબંધ વધુ સમય સુધી ટકી શક્યો નહીં. ત્યારબાદ 2016માં યુવરાજસિંહે બોલિવૂડ એક્ટ્રેસ હેઝલ સાથે લગ્ન કર્યાં હતા.

યુવરાજ સિંહ અને દીપિકા પાદુકોણ
યુવરાજ સિંહ અને દીપિકા પાદુકોણ

યુવરાજ સિંહ અને કિમ શર્મા

ટીમ ઇન્ડિયાના સૌથી હેન્ડસમ ક્રિકેટરમાંથી એક યુવરાજ સિંહનું નામ અભિનેત્રી કિમ શર્મા સાથે પણ ચર્ચામાં આવ્યું હતું. મીડિયામાં બંનેના અફેરની ચર્ચા ખૂબ સામે આવી હતી. પરંતુ બંનેનું બ્રેકઅપ થઇ ગયું. ત્યારબાદ યુવરાજ સિંહે અભિનેત્રી હેજલ કીચ સાથે લગ્ન કર્યા હતા.

યુવરાજ સિંહ અને કિમ શર્મા
યુવરાજ સિંહ અને કિમ શર્મા

ઇમરાન ખાન અને જીનત અમાન

પાકિસ્તાનના હાલના વડાપ્રધાન ઇમરાન ખાન, જે તે સમયના નંબરવન ઓલરાઉન્ડર હતા. તેમના સમયની સફળ અને સુંદર બોલિવૂડ અભિનેત્રી જીનત અમાન સાથે અફેર હતું. બંને લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહ્યા. જોકે બંનેના લગ્ન થયા ન હતા.

ઇમરાન ખાન અને જીનત અમાન
ઇમરાન ખાન અને જીનત અમાન

રોહિત શર્મા અને સોફિયા હયાત

એક સમયે બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં પોતાની બોલ્ડ શૈલી માટે જાણિતી અભિનેત્રી સોફિયા હયાતના પ્રેમમાં ક્રિકેટર રોહિત શર્મા પાગલ હતા. સોફિયાએ જાતે વર્ષ 2012માં રોહિત સાથે ડેટિંગ કરવાની વાતનો ખુલાસો કર્યો હતો, પરંતુ થોડા સમય પછી તે બંને અલગ થઈ ગયા હતા. આ પછી રોહિત શર્માએ રિતિકા સજદેહ સાથે લગ્ન કર્યા હતા.

રોહિત શર્મા અને સોફિયા હયાત
રોહિત શર્મા અને સોફિયા હયાત

મોહસીન ખાન અને રીના રોય

રીના રોયને પાકિસ્તાની ક્રિકેટર મોહસીન ખાન સાથે એટલો પ્રેમ થઈ ગયો કે, તેમણે તેની શાનદાર અભિનય કારકીર્દિને વચ્ચે છોડી દીધી હતી. એ બીજી વાત છે કે, આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને બંને છૂટા પડી ગયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.