ETV Bharat / city

વડોદરામાં પોલીસ કોન્સ્ટેબલ જગદીશ ગુડલિયાને 20 હજાર રૂપિયાની લાંચ લેતા પકડાયો

author img

By

Published : Mar 30, 2021, 1:36 PM IST

Updated : Mar 30, 2021, 4:36 PM IST

ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ તેના અમલીકરણમાં ઢીલાશ થઈ રહી છે તેવું તો સૌ કોઈ ગુજરાતીઓ જાણે જ છે. પરંતુ હવે સરકારના દારૂબંધીના દાવાને હાસ્યાસ્પદ ઠેરવે તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. વડોદરામાં દારૂનો ગેરકાયદેસર ધંધો કરવા માટે પોલીસ કોન્સ્ટેબલે 20 હજાર રૂપિયાની માગણી કરી હતી અને પૈસા લેતા એન્ટિ કરપ્શન બ્યૂરોના છટકામાં પકડાયો હતો.

વડોદરામાં કોન્સ્ટેબલ જગદીશ ગુડલિયાને 20 હજાર રૂપિયાની લાંચ લેતા પકડાયો

  • રાજ્યભરમાં દારૂબંધીના દાવાને હાસ્યાસ્પદ ઠેરવે તેવો એક કિસ્સો વડોદરામાં સામે આવ્યો
  • વડોદરામાં દારૂનો ધંધો ચાલુ રાખવા પોલીસ કોન્સ્ટેબલે 20,000 રૂપિયાની લાંચ માગી
  • વારસિયા પોલીસ સ્ટેશનનો વિવાદિત કોન્સ્ટેબલ જગદીશ ગુડલિયા ACB ટ્રેપમાં ફસાયો

આ પણ વાંચોઃ મહેસાણા પોલીસે બે દિવસમાં પ્રોહિબિશનના 86 કેસ નોંધાયા

વડોદરાઃ રાજ્યભરમાં દારૂબંધીના દાવાને હાસ્યાસ્પદ ઠેરવે તેવો એક કિસ્સો વડોદરામાં સામે આવ્યો છે. દારૂબંધીની અમલ કરાવવાની જવાબદારી પોલીસની છે. પોલીસ વિભાગના એક કર્મચારી દારૂનો ધંધો ચાલુ રાખવા માટે બુટલેગર પાસે પૈસાની માગણી કરતા ઝડપાયો હતો.

વડોદરામાં દારૂનો ધંધો ચાલુ રાખવા પોલીસ કોન્સ્ટેબલે 20,000 રૂપિયાની લાંચ માગી

આ પણ વાંચોઃ રાજ્યમાં દારૂબંધીમાં છૂટ નહીં આપવામાં આવે : CM રૂપાણી

ફરિયાદી રાકેશ કોન્સ્ટેબલને લાંચ આપવા નહતો માગતો

આ અંગે મળતી માહિતી અનુસાર, ફરિયાદી રાકેશ બાબુભાઈ રાજપૂત (રહે. સ્વાદ કવાર્ટર, હરણી રોડ, ધવલ ચાર રસ્તા, જે.પી. વાડીબાગની સામે, વડોદરા) અગાઉ દારૂનો ધંધો કરતો હતો. દારૂનો ધંધો ચાલુ રાખવા માટે વારસિયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જગદીશ કરસનભાઈ ગુડલિયાએ રાકેશ પાસેથી 20 હજાર રૂપિયાની માગણી કરી હતી. જોકે, રાકેશ પોલીસ કોન્સ્ટેબલને પૈસા આપવા માગતો ન હોવાથી કારણે તેણે આ મામલે એન્ટિ કરપ્શન બ્યૂરો (ACB)માં ફરિયાદ કરી હતી.

કોન્સ્ટેબલ જગદીશ લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ફરિયાદને પગલે ACBએ લાંચિયા પોલીસ હેડ કોન્સ્ટેબલ જગદીશ કરસનભાઈ ગુડલિયાને રંગેહાથ પકડવા માટે છટકું ગોઠવ્યું હતું. 29 માર્ચે રાત્રે 8.15 વાગ્યે ફરિયાદીના ઘરની સામેના ગ્રાઉન્ડમાં પોલીસ કોન્સ્ટેબલ જગદીશ કરસનભાઇ ગુડલિયા (રહે. બલાળા, તા. ચુડા, જિ.સુરેન્દ્રનગર.)એ ફરિયાદી રાકેશ પાસેથી 20,000 રૂપિયા લાંચ લેતા રંગેહાથ પકડાયો હતો. એન્ટિ કરપ્શન બ્યૂરોના અધિકારીઓએ હેડ કોન્સ્ટેબલ સામે પોતાના રાજય સેવકના હોદ્દાનો દૂરુપયોગ કરી ગેરવર્તણૂક કર્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Last Updated : Mar 30, 2021, 4:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.