ETV Bharat / city

રાજકોટ ખાનગી શાળા દાદાગીરી, 2500 રૂપિયા ફી બાકી હોવાને લીધે નોટિસ ફટકારી

author img

By

Published : Jun 8, 2021, 2:26 PM IST

રાજકોટ શહેરમાં ખાનગી શાળાઓની દાદાગીરીની એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે. હવે રાજકોટ શહેરની નામાંકિત રોઝરી સ્કૂલ ફરી એક વખત વિવાદમાં આવી છે. જેમાં સામાન્ય એવી ફી બાકી હોવાથી વાલીને સર્ટિ લઇ લેવા નોટિસ ફટકારી છે.

રાજકોટ ખાનગી શાળા દાદાગીરી, 2500 રૂપિયા ફી બાકી હોવાને લીધે નોટિસ ફટકારી
રાજકોટ ખાનગી શાળા દાદાગીરી, 2500 રૂપિયા ફી બાકી હોવાને લીધે નોટિસ ફટકારી

  • રાજકોટ ખાનગી શાળા દાદાગીરી આવી સામે
  • 2500 રૂપિયા જેટલી સામાન્ય ફી બાકી હોવાથી નોટિસ ફટકારી
  • શાળામાંથી સર્ટિફીકેટ લઈ લેવા જાણ કરી

    રાજકોટ શહેરમાં ખાનગી શાળાઓની દાદાગીરીની એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે રાજકોટ શહેરની નામાંકિત રોઝરી સ્કૂલ ફરી વિવાદમાં આવી છે. રોઝરી સ્કૂલ દ્વારા વાલીને 2500 રૂપિયા જેટલી સામાન્ય ફી બાકી હોવાને લીધે નોટિસ ફટકારાઈ છે અને સાથે જ શાળામાંથી સર્ટિફીકેટ લઈ લેવા જાણ કરી છે. આ સમગ્ર બાબતને લઈ જિલ્લા શિક્ષણ વિભાગ કોઈ પગલાં ભરે છે કે પછી હંમેશની જેમ શાળાઓને છાવરે છે તે મહત્વનો પ્રશ્ન બની ચૂક્યો છે.
    સામાન્ય એવી ફી બાકી હોવાથી વાલીને સર્ટિ લઇ લેવા નોટિસ ફટકારી

આ પણ વાંચોઃ રાજ્યમાં હોટલ, રિસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને એક વર્ષ માટે પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ

જિલ્લા શિક્ષણ અધિકારીથી માંડી મુખ્યપ્રધાન સુધી રજૂઆત કરી

મુકુંદ રાવલ નામના વાલી દ્વારા આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારીથી માંડી મુખ્યપ્રધાન સુધી આ અંગે રજૂઆત કરવામાં આવી છે. જોકે હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કે તપાસ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં નથી આવી. રોઝરી સ્કૂલ દ્વારા વાલીને 2500 રૂપિયા જેટલી સામાન્ય ફી બાકી હોવાને લીધે નોટિસ ફટકારવામાં આવી હતી.અગાઉ પણ આ પ્રકારના કિસ્સાઓ સામે આવી ચૂક્યાં છે ત્યારે શિક્ષણ વિભાગ આ અંગે ગંભીરતાથી તપાસ કરશે કે કેમ તે જોવું રહ્યું.

આ પણ વાંચોઃ ખાનગી શાળા દ્વારા વસુલવામાં આવતી ફી મુદ્દે સુરેન્દ્રનગર જિલ્લા વાલી મંડળે કરી ઉગ્ર રજૂઆત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.