ETV Bharat / city

રાજકોટ મનપાની જનરલ બોર્ડમાં કોંગ્રેસના કોર્પોરેટરોએ માસ્ક પર સૂત્રો લખી વિરોધ કર્યો

author img

By

Published : May 19, 2021, 2:12 PM IST

રાજકોટમાં સેન્ટ્રલ ઝોનની ઓફિસમાં મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક યોજાઈ હતી, જેમાં શરૂઆતમાં જ કોંગ્રેસના કોર્પોરેટરોએ વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના કોર્પોરેટરોએ અલગ અલગ સૂત્ર લખેલા માસ્ક લગાવી વિરોધ કર્યો હતો.

રાજકોટ મનપાની જનરલ બોર્ડમાં કોંગ્રેસના કોર્પોરેટરોએ માસ્ક પર સૂત્રો લખી વિરોધ કર્યો
રાજકોટ મનપાની જનરલ બોર્ડમાં કોંગ્રેસના કોર્પોરેટરોએ માસ્ક પર સૂત્રો લખી વિરોધ કર્યો

  • રાજકોટમાં મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક યોજાઈ
  • બેઠકમાં કોંગ્રેસના કોર્પોરેટરોએ માસ્ક પર સૂત્ર લખી વિરોધ કર્યો
  • બેઠકની શરૂઆતમાં જ કોંગ્રેસના કોર્પોરેટરોએ કર્યો હોબાળો

રાજકોટઃ શહેરની સેન્ટ્રલ ઝોનની ઓફિસમાં મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના કોર્પોરેટરોએ માસ્ક પર વિવિધ લખાણ લખી વિરોધ કર્યો હતો. આ સાથે જ કોંગ્રેસના કોર્પોરેટરોએ વિવિધ માગણી કરી હતી.
આ પણ વાંચોઃ રાજકોટમાં નર્સોએ થાળી અને ધંટડી વગાડી વિરોધ દર્શાવ્યો, તંત્રને નીંદરમાંથી જગાડવા પ્રયાસ

કોંગ્રેસના કોર્પોરેટરોએ કહ્યું, મહાનગરપાલિકા કોરોનામાં મૃત્યુ પામનારા લોકોના સાચા આંકડા આપે

રાજકોટમાં મેયર ડો. પ્રદીપ ડવની અધ્યક્ષતામાં મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના કોર્પોરેટરો કમર બોર્ડમાં મોઢે અલગ અલગ સૂત્ર લખેલા માસ્ક ધારણ કર્યા હતા. આ માસ્કમાં લગાવવામાં આવેલા કાગળમાં લખવામાં આવ્યું હતું કે, રાજકોટમાં કોરોનાના મૃત્યુ પામેલા લોકોના સાચા આંકડા આપવામાં આવે, આ પ્રકારના માસ્ક સાથે કોંગ્રેસ દ્વારા જનરલ બોર્ડમાં વિરોધ નોંધાવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ ST કર્મચારીઓને કોરોના વોરિયર્સ જાહેર ન કરાતા મુંડન કરાવીને વિરોધ કર્યો

વિપક્ષી નેતા અને મેયર આમનેસામને જોવા મળ્યા

જનરલ બોર્ડમાં શરૂઆત જ ગરમાગરમીનો માહોલ જોવા મળ્યો હતો. કોંગ્રેસના કોર્પોરેટર વસરામ સાગઠિયાએ બોર્ડમાં પ્રશ્ન પૂછ્યો હતો કે, રાજકોટમાં દરરોજ કેટલું પાણી આપવામાં આવે છે, જે મુદ્દે શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ભારે ગરમાગરમી સર્જાઈ હતી. તે દરમિયાન કોંગ્રેસના નેતાઓ મહાનગરપાલિકા કમિશનરને આંગળી ચીંધતા મુદ્દો વધુ ગરમાયો હતો. જ્યારે ઠોસ સમય માટે તડાફડી સર્જાઈ હતી. ઉલ્લેખનીય છે કે, હવે રાજકોટ મહાનગરપાલિકામાં માત્ર ચાર જ કોર્પોરેટરો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.