ETV Bharat / city

પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલને તેમના સાથી મહેન્દ્ર મશરૂએ શ્રદ્ધાંજલિ અર્પી

author img

By

Published : Oct 29, 2020, 6:46 PM IST

Updated : Oct 29, 2020, 7:35 PM IST

પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલનું ગુરુવારે નિધન થયું છે. ત્યારે વિધાનસભામાં તેમના સાથીદાર અને જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂએ કેશુ બાપા સાથેના સ્મરણોને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલને તેમના સાથી મહેન્દ્ર મશરૂએ શ્રદ્ધાંજલિ અર્પી
પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલને તેમના સાથી મહેન્દ્ર મશરૂએ શ્રદ્ધાંજલિ અર્પી

  • પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલનું 92 વર્ષની વયે નિધન
  • જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂએ શ્રદ્ધાંજલિ અર્પી
  • કેશુભાઈ પટેલના કાર્યકાળ દરમિયાન મહેન્દ્ર મશરૂ જૂનાગઢના ધારાસભ્ય હતા

જૂનાગઢઃ પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલનું ગુરૂવારે નિધન થયું છે, ત્યારે કેશુભાઈ પટેલના કાર્યકાળ દરમિયાન જૂનાગઢના ધારાસભ્ય તરીકે મહેન્દ્ર મશરૂ પણ તેમના સાથીદાર હતા. આજે જ્યારે કેશુભાઈ પટેલનું નિધન થયું છે, ત્યારે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂએ કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પી છે.

મહેન્દ્ર મશરૂએ જણાવ્યું હતું કે, સરળ સ્વભાવના કોઈ શાસક તરીકે નામ લેવું હોય તો કેશુભાઈ પટેલનું નામ તુરંત યાદ આવે, આવા સરળ સ્વભાવના રાજનેતાની જેફ વયે વિદાય થઇ છે, તે માનવું મુશ્કેલ છે. તેમના નિધનના સમાચારથી હું દુઃખની લાગણી વ્યક્ત કરું છું.

મહેન્દ્ર મશરૂએ કેશુભાઈ પટેલ સાથેના ખાટા-મીઠા સ્મરણોને યાદ કર્યા

મહેન્દ્ર મશરૂએ કેશુભાઈ પટેલ સાથેના કેટલાક ખાટા-મીઠા સ્મરણોને પણ યાદ કર્યા હતા. જ્યારે તેઓ રાજ્યના મુખ્યપ્રધાન હતા, ત્યારે અવાર-નવાર જૂનાગઢમાં અનેક પ્રસંગે કેશુ બાપા મહેન્દ્ર મશરૂને ચોક્કસ મળતા હતા, અને સાથે ભજીયા અને્ ગાંઠિયાની પાર્ટી કરતા હતા. કેશુબાપા જૂનાગઢમાં આવે અને મહેન્દ્ર મશરૂ સાથે ગાંઠિયા કે ભજીયાની લિજ્જત ન માણી હોય તેવું આજદિન સુધી બન્યું ન હતું. ત્યારે રાજકારણના બાપાની આજે વિદાય થઇ છે, જેને મહેન્દ્ર મશરૂએ શોક ભર્યા અવાજમાં તેમના પૂર્વ નેતાને શ્રદ્ધાંજલી અર્પી છે.

Last Updated : Oct 29, 2020, 7:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.