ETV Bharat / city

પુન:શિખાઉ ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવાની પ્રક્રિયા ફેસલેશ કરાઈ

author img

By

Published : Dec 16, 2020, 11:05 PM IST

લાયસન્સ સંબંધિત સેવાઓની કામગીરીનું રાજ્ય સરકાર દ્વારા સારથી 4.0 અંતર્ગત સરળીકરણ કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે સરકારે વધુ એક નિર્ણય લઈ પુન:શિખાઉ ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવાની પ્રક્રિયાનું તથા ડ્રાઈવિંગ લાયસન્સમાં ભયજનક માલના વહન માટેના એન્ડોર્સમેન્ટની કામગીરીનું વિશેષ સરળ કર્યુ છે.

પુન:શિખાઉ ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવાની પ્રક્રિયા ફેસલેશ કરાઈ
પુન:શિખાઉ ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવાની પ્રક્રિયા ફેસલેશ કરાઈ

  • રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
  • પુનઃશિખાઉં ડ્રાઈવિંગ લાયસન્સની પ્રક્રિયા ફેસલેશ કરાઈ
  • એન્ડોરસમેન્ટની કામગીરી સરળ બનાવાઈ

ગાંધીનગરઃ એક યા બીજા કારણોસર શિખાઉ લાયસન્સની છ માસની મુદત પૂર્ણ થઈ ગઈ હોય તેવા સંજોગોમાં અરજદારે આરટીઓ કચેરી ખાતે પુન:શિખાઉ લાયસન્સ મેળવવા માટે આવવું પડતું હતું, પરંતુ હવેથી અરજદાર parivahan.gov.in પર ફી ભરતાંની સાથે જ પુન:શિખાઉ લાયસન્સ મેળવી શકશે. અરજદાર પોતાની કક્ષાએથી ઘરે બેઠા લાયસન્સ ડાઉનલોડ કરી પ્રિન્ટ મેળવી શકે છે.

અરજદારે નિયત તારીખે ડ્રાઇવીંગ ટેસ્ટ માટે હાજર થવાનું રહેશે

તે જ રીતે જ્યારે કોઈ ડ્રાઇવીંગ લાયસન્સ ધારક એક વર્ગનું લાયસન્સ ધરાવતો હોય અને બીજા વર્ગનો ઉમેરો (AEDL-Additional Endorsement to Driving License) કરાવવા માંગતો હોય તો આ કામગીરી માટે અરજદારે આરટીઓ કચેરી ખાતે શિખાઉ લાયસન્સ મેળવવા રૂબરૂ આવવું પડતું હતું, પરંતુ હવે નવી વ્યવસ્થાના ભાગરૂપે અરજદાર આ વર્ગની ફી ભરીને વર્ગનો ઉમેરો જાતે જ કરી શકશે, જેનું વેરીફીકેશન અને એપ્રુવલ આરટીઓ કક્ષાએ થશે. એપ્રુવલ થયા બાદ અરજદારે નિયત તારીખે ડ્રાઇવીંગ ટેસ્ટ માટે હાજર થવાનું રહેશે.

હેવી વાહનનું લાયસન્સ પણ સરળ કરાયું

આ ઉપરાંત ડ્રાઇવીંગ લાયસન્સમાં ભયજનક માલનું વહન કરવા માટેના એન્ડોર્સમેન્ટની (Endorsement to Drive Hazardous Material) કામગીરી ફેસલેસ કરવામાં આવી છે. આ કામગીરી માટે આરટીઓ કક્ષાએ જઈ મેન્યુઅલ સ્ટેમ્પીંગ કરાવવાનું રહેશે નહી. આમ, ઉપરોક્ત તમામ ટ્રાન્જેક્શનમાં શિખાઉ લાયસન્સ મેળવવા અને ભયજનક માલના વહન કરવા માટેના એન્ડોર્સમેન્ટ માટે અરજદારે આરટીઓ કક્ષાએ આવવાની જરૂર રહેશે નહી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.