ETV Bharat / city

કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ. તેજસ પટેલની લોકોને વિનંતી, માસ્ક અવશ્ય પહેરો અને ભૂલ્યા વગર વેક્સિન લો

author img

By

Published : Apr 9, 2021, 6:20 PM IST

Updated : Apr 9, 2021, 6:32 PM IST

આપણે સૌ જાણીએ છીએ કે, કોરોના એ પડકાર તરીકે સામે આવ્યો છે. ગત વર્ષે તો આપણે પડકારને પાર કર્યો, પણ આ વર્ષે તે વિકટ કસોટી તરીકે સામે આવ્યો છે. કોરોના અને તેની સારવારને લઈને લોકોમાં ગેરમાન્યતાઓ છે, સચોટ માહિતીનો અભાવ છે. જેને માત્ર નિષ્ણાતો જ દૂર કરી શકે છે. આ માટે ગાંધીનગર ખાતે રાજ્ય સરકારની કોવિડ ટાસ્ક ફોર્સ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ. તેજસ પટેલે લોકોને માસ્ક પહેરવા, ભીડભાડવાળી જગ્યાઓથી દૂર રહેવા અને વેક્સિન લેવા માટે વિનંતી કરી હતી.

જાણો શું કહ્યું ડૉ. તેજસ પટેલે?
જાણો શું કહ્યું ડૉ. તેજસ પટેલે?

  • રાજ્ય સરકારની કોવિડ ટાસ્ક ફોર્સ દ્વારા યોજાઈ પ્રેસ કોન્ફરન્સ
  • ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ. તેજસ પટેલે લોકોને માસ્ક પહેરવા કરી અપીલ
  • વેક્સિન લેવા અને લોકો દ્વારા ફેલાવાતી ભ્રામક માહિતીથી દૂર રહેવા જણાવ્યું

ન્યૂઝ ડેસ્ક: રાજ્યમાં કોરોનાને કારણે વણસી રહેલી પરિસ્થિતિને લઈને રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરાયેલી કોવિડ ટાસ્ક ફોર્સ દ્વારા યોજવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ. તેજસ પટેલે જણાવ્યું હતું કે, "કોરોના વાઈરસ અન્ય વાઈરસ કરતા જુદી રીતે ઉભરીને આવ્યો છે. માણસને 1920ના સ્પેનિશ ફ્લૂથી ખબર છે કે, માસ્ક ચેપથી બચાવી શકે છે. તેથી જ વેક્સિન અને દવાઓ કરતા માસ્ક પહેરવું વધારે અનિવાર્ય છે." આ ઉપરાંત તેમણે વેક્સિનેશનને લગતી લોકોની કેટલીક ગેરમાન્યતાઓ પણ દૂર કરી હતી.

જાણો શું કહ્યું ડૉ. તેજસ પટેલે?

જુનિયર રેસિડન્ટ ડૉક્ટર્સથી લઈને સિનિયર ડૉક્ટર્સે ખૂબ સારુ કામ કર્યું

કોરોનાનો સમય કઠિન રહ્યો છે. પ્રથમ વખત આવેલો આ વાઈરસ અન્ય વાઈરસ કરતા અલગ રીતે ઉભરીને આવ્યો છે અને તે વાઈરોલોજીના તમામ સિદ્ધાંતોથી વિપરીત રીતે વર્તન કરે છે. આ વાઈરસ તમામ તાપમાન અને ઋતુઓમાં ટકી શકે છે. અત્યાર સુધીના તમામ ઇન્ફેક્શન કરતા જુદા પ્રકારના આ વાઈરસના નિદાનથી લઈને સારવારમાં જુનિયર રેસિડન્ટ ડૉક્ટર્સથી લઈને સિનિયર ડૉક્ટર્સે ખૂબ સારુ કામ કર્યું હતું અને હાલમાં પણ કરી રહ્યા છે.

વેક્સિન અને દવાઓ કરતા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ વધારે જરૂરી

આ વર્ષની શરૂઆતમાં એક સમય આવ્યો હતો, જ્યારે લાગ્યું કે કોરોનાને ગુડ બાય કહેવાનો સમય આવી ગયો છે, પણ ત્યારબાદ બીજી વેવ આવી ગઈ. જે વધુ ભંયકર રીતે સામે આવી છે. તમામ ડોક્ટર્સે ખૂબ ગંભીર પરિસ્થિતિમાં કામ કર્યુ હતું અને હાલમાં પણ કરી રહ્યા છે. મનુષ્યોને 1920ના સ્પેનિશ ફ્લૂથી ખબર છે કે, માસ્ક પહેરવાથી ચેપને પ્રસરતો અટકાવી શકાય છે. વેક્સિન અને દવાઓ કરતા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ વધારે જરૂરી છે. તમામ પ્રજાજનોને અપીલ કરૂ છું કે, માસ્ક પહેરીને રાખો, ભીડમાં જવાનું ટાળો અને વેક્સિન અવશ્ય લો.

વેક્સિનથી આડઅસર સામાન્ય છે, ડરવાની જરૂર નથી

વેક્સિન લીધા બાદ કોરોના નહિ થાય તેવું નથી, વેક્સિન લીધા બાદ પણ કોરોના થઈ શકે છે, પણ વેક્સિન લીધા બાદ જો કોરોના થાય તો મૃત્યુ થવાના કિસ્સાઓ નહિવત થઈ જાય છે. જો વેક્સિન અસરકારક હોય તો તેની સાઈડ ઈફેક્ટ પણ જોવા મળે છે. એનો અર્થ એ નથી કે, વેક્સિન ન લેવી જોઈએ. વેક્સિન લીધા બાદ જો સામાન્ય સાઈડ ઈફેક્ટ આવે તો ગભરાયા વગર સામનો કરવાની જરૂર છે.

Last Updated : Apr 9, 2021, 6:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.