ETV Bharat / city

SP ઓફિસમાં કાઉન્સિલિંગ માટે ચાલતી જીવન આસ્થા હેલ્પલાઈનમાં તણાવગ્રસ્ત લોકોના 4 ગણા ફોન કોલ વધ્યા

author img

By

Published : May 4, 2021, 7:01 PM IST

જીવન આસ્થા હેલ્પલાઇન 2015થી ચાલી રહી છે, પરંતુ કોરોનામાં રોજના 100 ફોન માનસિક તણાવ અનુભવી રહેલા લોકોના આવી રહ્યા છે. 1800,233,3330 હેલ્પલાઇન નંબર પર લોકો ફોન કરી રહ્યા છે. જોકે આ પહેલા માત્ર 20 જેટલા ફોન આવતા હતા. જે માટે SP ઓફિસમાં સાત કાઉન્સિલર અને એક સિનિયર કાઉન્સિલર બેસાડવામાં આવ્યા છે. જેઓ લોકોનું કાઉન્સિલિંગ કરી તેમને પોઝિટિવિટી તરફ વાળી રહ્યા છે. જીવન આસ્થા દ્વારા 24 કલાક લોકોને હેલ્પલાઇનથી મદદ પહોંચાડવામાં આવી રહી છે.

Jeevan Astha Helpline  news
Jeevan Astha Helpline news

  • કોરોનામાં લોકોનો તણાવ વધ્યો
  • દિવસના 20 ફોન આવતા હતા તે 100 થયા
  • ગુજરાતભરમાંથી આવે છે લોકોના કોલ

ગાંધીનગર : જીવન આસ્થા હેલ્પલાઇન 2015થી ચાલી રહી છે, પરંતુ કોરોનામાં રોજના 100 ફોન માનસિક તણાવ અનુભવી રહેલા લોકોના આવી રહ્યા છે. 1800,233,3330 હેલ્પલાઇન નંબર પર લોકો ફોન કરી રહ્યા છે. જોકે આ પહેલા માત્ર 20 જેટલા ફોન આવતા હતા. લોકો ફોન કરી કાઉન્સિલરો પાસે, મને કોરોના થઈ જશે તો ? મારા પરિવારને કોરોના થઈ જશે તો ?, મને કોરોના થઈ જશે તો હું આત્મહત્યા કરી લઈશ ? તે પ્રકારે લોકો ફોન પર જણાવી રહ્યા છે. જે માટે SP ઓફિસમાં સાત કાઉન્સિલર અને એક સિનિયર કાઉન્સિલર બેસાડવામાં આવ્યા છે. જેઓ લોકોનું કાઉન્સિલિંગ કરી તેમને પોઝિટિવિટી તરફ વાળી રહ્યા છે. જીવન આસ્થા દ્વારા 24 કલાક લોકોને હેલ્પલાઇનથી મદદ પહોંચાડવામાં આવી રહી છે.

જીવન આસ્થા હેલ્પલાઈનમાં તણાવગ્રસ્ત લોકોના 4 ગણા ફોન કોલ વધ્યા

આ પણ વાંચો : કોરોનાના વધતા કેસના કારણે નરસિંહ મહેતા યુનિવર્સિટીએ શરૂ કરેલી માનસિક સ્વાસ્થ્યની હેલ્પલાઈન સેવા લંબાવાઈ

કિસ્સો 1 : ભાવનગરથી એક મહિલાનો ફોન આવ્યો અને કહ્યું મને કોરોના થઈ જશે તો હું આત્મહત્યા કરી લઈશ

ભાવનગરથી એક મહિલાનો ફોન આવ્યો અને આ મહિલાએ ફોન કરીને જણાવ્યું કે, મને કોરોનાથી બહુ જ ડર લાગી રહ્યો છે. આ પરિસ્થિતિમાં હું મારી જાતને હેન્ડલ કરી શકતી નથી. જો મને કોરોના થઈ જશે તો હું સ્યુસાઈડ જ કરી લઈશ. આ પ્રકારના પેશન્ટે ફોન કરતા કાઉન્સિલરની ટીમ એલર્ટ થઈ જાય છે અને જરૂર પડે તો સિનિયર સાયકોલોજીસ્ટ સાથે વાત કરાવે છે. જે બાદ મહિલાને ફોલો કરવામાં આવી અને કાઉન્સેલિંગ કરી તેની માનસિકતા દૂર કરવાનો પ્રયત્ન આ હેલ્પલાઇન દ્વારા કરવામાં આવ્યો હતો.

જીવન આસ્થા હેલ્પલાઈન
જીવન આસ્થા હેલ્પલાઈન

આ પણ વાંચો : 'સડક સુરક્ષા જીવન રક્ષા' ના સૂત્ર સાથે દમણમાં 32માં માર્ગ સલામતી સપ્તાહનો પ્રારંભ

કીસ્સો 2: સ્યુસાઈડ માટે લોકો કેનાલ પર ઉભા રહી અંતિમ ફોન કરે છે અને પોલીસ તેને ત્યાં જઈને બચાવે છે

ગાંધીનગર પાસેની મોટી કેનાલ પર જઈને એક પુરુષે ફોન કરી કહ્યું, સ્યુસાઇડ કરી રહ્યો છું એવું કહીને જીવન આસ્થાને ફોન કર્યો. આ પ્રકારના કેસ આવ્યો ત્યારે તેનું લોકેશન ટ્રેસ કરી પીસીઆર વાન તત્કાલ ત્યાં મોકલવામાં આવી. આ દરમિયાન તણાવ અનુભવી રહેલા વ્યક્તિનું કાઉન્સિલીંગ કરવામાં આવ્યું. આ પ્રકારે 5થી વધુ કેસો આવે છે. પીસીઆર વાન પોલીસની પહોંચી તેને બચાવે છે. ત્યારબાદ આ પ્રકારના લોકોનું પ્રોપર કાઉન્સેલિંગ જીવન આસ્થા ટીમ દ્વારા કરવામાં આવે છે.

એક જ વીકમાં લોકો 700થી વધુ ફોન હેલ્પ લાઇન પર આવે છે, યુવાનોના 40 ટકાથી વધુ ફોન

એક જ વીકમાં 700 જેટલા ફોન હેલ્પલાઇન પર આવી રહ્યા છે, જેમાં 40 ટકાથી વધુ યુવાનોના ફોન આવે છે. સૌથી વધુ 70% કોરોનાના ડરથી લોકો ફોન કરી રહ્યા છે. મને કોરોનામાં કંઈક થઈ જશે તો, મારી પાસે સારવાર માટે પૂરતા પૈસા નથી. આ પ્રકારના સવાલો હેલ્પલાઇન પર કાઉન્સિલરોને લોકો પૂછી રહ્યા છે. માત્ર ગાંધીનગર જિલ્લામાં જ નહીં પરંતુ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત વગેરે જગ્યાએથી લોકો ફોન કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.