ETV Bharat / city

ગિફ્ટ સિટીમાં સિંગાપોર સ્ટોક એક્સચેન્જની ઑફિસ કાર્યરત કરાશે

author img

By

Published : Apr 6, 2021, 7:27 AM IST

Updated : Apr 6, 2021, 1:43 PM IST

સિંગાપોરના હાઇકમિશ્નર શ્રીયુત સિમોન વોંગ અને ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની મુલાકાતે આવ્યા હતા. વર્ષ 2021 સુધીમાં ગિફ્ટ સિટીમાં સિંગાપોર સ્ટોક એકસચેન્જની કચેરી કાર્યરત કરી શકાય તે આ પ્રતિનિધિમંડળનું ગુજરાત આવવાનું મુખ્ય કારણ હતું.

ગિફ્ટ સિટીમાં સિંગાપોર સ્ટોક એક્સચેન્જની ઑફિસ કાર્યરત કરાશે
ગિફ્ટ સિટીમાં સિંગાપોર સ્ટોક એક્સચેન્જની ઑફિસ કાર્યરત કરાશે

  • ગિફ્ટ સિટીમાં સિંગાપોર સ્ટોક એકસચેન્જની કચેરી કાર્યરત કરાશે
  • ગુજરાતમાં સિંગાપુર અને દુબઇ જેવા જેવી IT અને ઇન્વેસ્ટમેન્ટને આકર્ષવા પ્રયાસ
  • સિંગાપુરે ગત વર્ષ ગુજરાતમાં 1 US બિલિયન ડોલર ઈન્વેસ્ટ કર્યું હતું

અમદાવાદ: ગાંધીનગર ખાતે સિંગાપોરના હાઇકમિશ્નર શ્રીયુત સિમોન વોંગ અને ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં ગિફ્ટ સિટીમાં સિંગાપોર સ્ટોક એકસચેન્જની કચેરી કાર્યરત કરવાની મંત્રણા કરી હતી. ગિફટ સિટીને સિંગાપોર-દુબઇની જેમ વર્લ્ડ કલાસ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન અને ટેકનોલોજી કંપનીઝની સ્થાપના માટે વિકસીત કરી શકાય તે માટે પણ ગુજરાત પ્રયત્નો કરી રહ્યું છે. બીજી તરફ, શ્રીયુત સિમોને જણાવ્યું હતું કે, ગુજરાતમાં ગત નાણાંકીય વર્ષમાં સિંગાપોરે 1 US બિલિયન ડોલર્સનું FDI ગુજરાતમાં કરવામાં આવ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગિફટ સિટીમાં સિંગાપોર સ્ટોક એક્સચેન્જ શરૂ થવાના કારણે સિંગાપોરના અન્ય એકમોને પણ નવું બળ મળશે.

આ પણ વાંચો: કોવિડના વધતા કેસના સ્ટોક માર્કેટ જોવા મળી શકે છે ઉતાર-ચડાવ

ગુજરાતે દેશભરમાં સૌથી વધુ FDIમાં સિદ્ધિ મેળવી

સિંગાપોરના હાઇકમિશ્નરે તેમની કચેરીનો પ્રારંભ કરાવવા મુખ્યપ્રધાન વિજય રૂપાણીને આમંત્રણ આપતા તેનો સ્વીકાર કર્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે,
સિંગાપોર FDI ક્ષેત્રે ગુજરાતમાં રોકાણ કરનારૂં બીજું મોટું રાષ્ટ્ર છે. સિંગાપોર સ્ટોક એક્સચેન્જની શરૂઆતથી સિંગાપોરની આનુષાંગિક કંપનીઝ શરૂ કરવામાં નવું બળ મળશે.

આ પણ વાંચો: શેરબજારમાં નવી લેવાલીથી સેન્સેક્સમાં 520 પોઈન્ટનો ઉછાળો

Last Updated : Apr 6, 2021, 1:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.