ETV Bharat / city

ST અને ટ્રેનના એડવાન્સ બુકીંગના પૈસા પરત કરાશે

author img

By

Published : Apr 15, 2020, 8:20 PM IST

લૉકડાઉનના પહેલા ચરણ દરમિયાન 14મી એપ્રિલ પછી જાહેર પરિવહન રેલવે અને એસટી બસ સેવા શરૂ થશે અને તેને ધ્યાનમાં રાખીને ઑનલાઈન અને ઑફલાઈન બુકીંગ કરવામાં આવ્યા હતા. જો કે, વડાપ્રધાન મોદીએ બીજા તબક્કામાં લૉકડાઉન વધુ 19 દિવસ માટે લંબાવતા GSRTC અને રેલવે લોકોને ટિકિટના પૈસા પરત ચૂકવી રહ્યું છે.

st and railway will refund money
ST અને ટ્રેનના એડવાન્સ બુકીંગના પૈસા પરત કરાશે

અમદાવાદ : પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા ટિકિટના પૈસા લોકોના ખાતામાં રીફન્ડ કરવાની વાત કરવામાં આવી રહી છે, જ્યારે GSRTC દ્વારા પણ સ્પષ્ટતા કરવામાં આવી રહી છે કે જે લોકોએ ઑનલાઈન ટિકિટ બુકીંગ કરવી છે તેમણે ગભરાવવાની જરૂર નથી પરંતુ આપમેળે વિભાગ દ્વારા તેમના ખાતામાં પૈસા પરત નાખી દેવામાં આવશે. જે લોકોએ ઑફલાઈન બુકીંગ કરાવ્યું છે, એ લોકોને લૉકડાઉન ખુલે ત્યારપછી પૈસા પરત આપી દેવામાં આવશે.

નોંધનીય છે કે, લૉકડાઉન પહેલા તબક્કામાં 14મી એપ્રિલ પછીનું બુકીંગ શરૂ કરી દેવાયું હતું. વડાપ્રધાન મોદીએ જણાવાયું હતું કે, વર્તમાન સ્થિતિ અને અન્ય રાજ્યોના સીએમની ભલામણને ધ્યાનમાં રાખીને 3 મે સુધી લૉકડાઉન વધારવાનો નિણર્ય કર્યો છે. જો કે, 20 એપ્રિલ પછી કેટલીક જગ્યાએ થોડી છૂટ આપવાની પણ શકયતા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.