ETV Bharat / city

તમામ વર્ગ માટે ફી ઓછી કરવાનો શાળા સંચાલકોનો સ્પષ્ટ ઇન્કાર

કોરોના મહામારીમાં જારી કરાયેલા લૉકડાઉનને લીધે સ્કૂલ માત્ર ટ્યુશન ફી વસૂલી શકશે. આ અંગે સરકાર અને સેલ્ફ સ્કૂલ ફેડરેશન સાથે બેસીને નિણર્ય ન લઈ શકતાં રાજ્ય સરકાર દ્વારા દાખલ કરાયેલી અરજી મુદ્દે ગુરુવારે શાળા સંચાલકો દ્વારા હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં ફી ઓછી કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે. ગરીબ વર્ગના વિધાર્થીની ફી માફી કરવામાં આવશે જોકે બધાંની ફી ઘટાડવામાં નહીં આવે.

તમામ વર્ગ માટે ફી ઓછી કરવાનો શાળા સંચાલકોનો સ્પષ્ટ ઇન્કાર
તમામ વર્ગ માટે ફી ઓછી કરવાનો શાળા સંચાલકોનો સ્પષ્ટ ઇન્કાર
author img

By

Published : Sep 10, 2020, 7:24 PM IST

અમદાવાદઃ હાઇકોર્ટમાં શાળા-સંચાલકો તરફથી દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં જણાવવામાં આવ્યું છે કે ચાલુ વર્ષે FRC નિયમ પ્રમાણે ફી વધારો મેળવ્યો નથી ત્યારે ગરીબ વર્ગના વિદ્યાર્થીઓની ફી માફી કરીશું પરંતુ તમામ વિદ્યાર્થીઓની ઘટાડવામાં નહીં આવે. આ મુદ્દે આવતીકાલે હાઇકોર્ટ મહત્વપૂર્ણ નિર્દેશ કે ચૂકાદો આપી શકે છે.

તમામ વર્ગ માટે ફી ઓછી કરવાનો શાળા સંચાલકોનો સ્પષ્ટ ઇન્કાર
રાજ્ય સરકાર તરફથી હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે 17મી ઓગસ્ટ અને 20મી ઓગસ્ટના રોજ રાજ્ય સરકારે શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની આગેવાનીમાં ફેડરેશન ઓફ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ સાથે બેઠક યોજી ટ્યુશન ફીમાં 25 ટકા સુધીનો ઘટાડો કરવાની ભલામણ કરી હતી. જોકે શાળા સંચાલકો દ્વારા વાલીઓની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને રાહત આપવાની વાત કરવામાં આવી છે. 20મી ઓગસ્ટના રોજ યોજવામાં આવેલી બેઠકમાં પણ શાળા સંચાલકોએ ટ્યૂશન ફી સિવાય અન્ય ફી ન વસૂલવાની વાતનો સ્વીકાર કર્યો નથી, જેથી ગુજરાત હાઇકોર્ટ તેમને યોગ્ય નિર્દેશ આપે. નોંધનીય છે કે ગુજરાત હાઈકોર્ટે ફી મુદ્દે નવો ઠરાવ રજૂ કરવા માટે શાળા સંચાલકો અને રાજ્ય સરકારને સાથે બેસીને નિર્ણય લેવાનો આદેશ કર્યો હતો. જોકે આદેશને 15 દિવસ જેટલો સમય વીતી ગયો છતાં કોઈ નિર્ણય લેવાયો નથી અને રાજ્ય સરકારે શાળા સંચાલકો સામે હાઇકોર્ટમાં અપીલ અરજી કરી છે.ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઈકોર્ટે શાળા સંચાલકોને અગાઉ કોઈ પણ પ્રકારની ફી ન વસૂલવાનો હુકમ કર્યો હતો, જેની સામે ફેડરેશન ઓફ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલે હાઇકોર્ટમાં અરજી કરી હતી અને શાળાને તથા તેના સ્ટાફના ખર્ચને પહોંચી વળવા માટે આર્થિક મદદની જરૂર માગ કરતી અરજી પર કોર્ટે ટ્યૂશન ફી વસૂલ કરવાનો આદેશ કર્યો હતો. આ મુદ્દે રાજ્ય સરકાર સાથે બેસીને નવો ઠરાવ રજૂ કરવાનો આદેશ કર્યો હતો. જોકે એમ ન થતાં હવે રાજ્ય સરકાર દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.