ETV Bharat / city

અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતમાં, આપશે વધુ એક ગેરન્ટી

author img

By

Published : Aug 6, 2022, 8:29 AM IST

આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ આજથી 2 દિવસ ગુજરાત પ્રવાસે (Delhi CM Arvind Kejriwal Gujarat Visit) છે. ત્યારે આજે તેઓ જામનગર (Arvind Kejriwal Jamnagar Visit) અને છોટાઉદેપુર જિલ્લાની મુલાકાત (Arvind Kejriwal Chhota Udepur Visit) લેશે. અહીં તેઓ વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તો આજે તેઓ નવી એક ગેરન્ટી પણ આપશે.

અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતમાં, આપશે વધુ એક ગેરન્ટી
અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતમાં, આપશે વધુ એક ગેરન્ટી

અમદાવાદઃ રાજ્યમાં આ વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાશે. તેવામાં હવે આમ આદમી પાર્ટી (Gujarat AAP Preperation for Election) પણ પાછી નથી પડી. હવે આપના રાષ્ટ્રીય નેતાઓનો ગુજરાત પ્રવાસ વધી રહ્યો છે. ત્યારે હવે દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ (Delhi CM Arvind Kejriwal Gujarat Visit) આજે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.

આદિવાસી સમાજને ધ્યાન રાખીને ગેરન્ટી આપી શકે છે

આ રહેશે કાર્યક્રમ - દિલ્હીના મુખ્યપ્રધાન આ 2 દિવસના પ્રવાસ દરમિયાન તેઓ જામનગરમાં વેપારીઓ સાથે બેઠક (Arvind Kejriwal Jamnagar Visit) કરશે. તેમ જ છોટાઉદેપુરના બોડેલી ખાતે મોટી સંખ્યામાં જન સભાને સંબોધન (Arvind Kejriwal Chhota Udepur Visit)કરશે.

કેજરીવાલ જામનગરથી વડોદરા જશે- દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આજે (શનિવાર) બપોરે 1 વાગે જામનગર (Arvind Kejriwal Jamnagar Visit) આવશે. અહીં તેઓ શહેરના વેપારી સાથે મિટિંગ કરી તેમને પડી રહેલી મુશ્કેલી, GST, બ્રાસ પાર્ટ સાથે સંકળાયેલા નાના ઉદ્યોગના વેપારી સાથે બેઠક કરશે. ત્યારબાદ તેઓ સાંજે 5 વાગે વડોદરા જવા રવાના થશે. રાત્રિ રોકાણ અહીં જ કરશે.

આ પણ વાંચો- Delhi CM Kejrival in Bhavnagar : દારૂબંધીમાં દારૂ પકડાય અને દારૂના નામે ઝેરી દવા પાય એ ગંભીર બાબત

અહીં કરશે જંગી સભા - અરવિંદ કેજરીવાલ છોટાઉદેપુરના બોડેલી ખાતે જંગી સભા (Kejriwal Public Meeting in Chhota Udepur) યોજશે, જેમાં તેઓ વધુ એક ગેરન્ટી આપશે. આ ગેરંટી ગુજરાતના નબળા વર્ગને ફાયદો થાય તેવી ગેરન્ટી હશે તેવું માનવામાં આવી રહ્યું છે. આમ આદમી પાર્ટી આદિવાસી સમાજને ધ્યાન રાખીને ગેરન્ટી આપી શકે છે.

આ પણ વાંચો- ભાજપના ભ્રષ્ટાચારને કારણે દેવામાં ડૂબ્યું ગુજરાત: કેજરીવાલ

અગાઉ 2 ગેરંટી આપવામાં આવી છે - અરવિંદ કેજરીવાલે આગાઉના ગુજરાત પ્રવાસ દરમિયાન 2 ગેરંટી આપી હતી. આમાં પ્રથમ ગેરન્ટી ગુજરાતમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં 14 કલાક વીજળી સાથે માસિક 300 યુનિટ વીજળી ફ્રી આપવામાં આવશે. તો બીજી ગેરન્ટી રાજ્યમાં શિક્ષતિ યુવાનોને રોજગારી ન મળે ત્યાં સુધી માસિક 3,000 રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી. ત્યારે હવે 7 ઓગસ્ટે અરવિંદ કેજરીવાલ બોડેલી ખાતેથી ત્રીજી ગેરન્ટી આપશે. તેમાં આદિવાસી સમાજને લઈ મોટો નિર્ણય હોઈ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.