ETV Bharat / city

મહેસાણામાંથી મળી આવેલી 1 દિવસની બાળકીને 8 માસ બાદ મળી માતા-પિતાની છત્રછાયા

author img

By

Published : Apr 9, 2021, 8:36 PM IST

અમદાવાદ શહેરના રાઇફલ ક્લબમાં બિન વારસી રીતે મહેસાણામાંથી મળી આવેલી આઠ માસની બાળકીને માતા-પિતાની છત્રછાયા મળી છે. તેમના માતા-પિતા હાલ મુંબઇમાં વસવાટ કરે છે. ધનિક પરિવાર દ્વારા 13 વર્ષથી બાળકની પ્રાપ્તિ ન થતા. બાળકને દતક લેવા માટે વર્ષ 2008માં અરજી કરવામાં આવી હતી. હવે સરકાર દ્વારા મહેસાણામાંથી મળી આવેલી બાળકીની જવાબદારી આ પરિવારને સોંપવામાં આવી છે.

મહેસાણામાંથી મળી આવેલી 1 દિવસની બાળકીને 8 માસ બાદ મળી માતા-પિતાની છત્રછાયા
મહેસાણામાંથી મળી આવેલી 1 દિવસની બાળકીને 8 માસ બાદ મળી માતા-પિતાની છત્રછાયા

  • 8 મહિને બાળકીને મળ્યું નવું નામ‘નવ્યા મહાજન’
  • મુંબઇમાં રહેતા પરિવારને મળ્યો ‘વ્હાલનો દરિયો’
  • સાંઇરામ અને પારૂલ મહાજન છેલ્લા 13 વર્ષથી હતા સંતાનથી વંચિત

અમદાવાદઃ કોરોનાની મહામારી વચ્ચે લોકડાઉનના સમયમાં મહેસાણામાંથી તાજી જન્મેલી બાળકી મળી આવી હતી. આ બાળકીને પોલીસ વિભાગ દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અને ત્યારબાદ બાળ ઉછેર સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવી હતી. પોલીસ વિભાગ દ્વારા બાળકીના પરિવારને શોધવા માટે ખુબ જ પ્રયાસ કરવામાં આવ્યા હતા. પરંતુ બાળકીના માતા-પિતા મળી આવ્યાં ન હતા.

બાળકી
બાળકી

બાળકને દત્તક લેવા માટે સરકાર સમક્ષ અરજી કરી હતી

મુંબઈના ધનિક પરિવારને છેલ્લા 13 વર્ષથી સંતાનની ઝંખના હતી. છેવટે તેઓએ બાળકને દત્તક લેવા માટે સરકાર સમક્ષ અરજી કરી હતી. આ અરજી વર્ષ 2008માં કરવામાં આવી હતી. બાળકને દત્તક લેનારા પિતાએ જાણકારી આપતા કહ્યું કે, છેલ્લા 13 વર્ષથી સંતાનની ઝંખના હતી. જે હવે પૂર્ણ થઈ છે. આ બાળકી આમરા માટે સંપૂર્ણ છે અને તેનો અમે લાડ અને પ્રેમથી ઉછેર કરીશું. તેનું નામ નાયરા પાડ્યું છે. જેનો અર્થ માઁ દુર્ગા થઈ રહ્યો છે. અમારી દીકરીએ અનેક દુઃખોને સહન કર્યા છે. ત્યારે હવે એ નવા સ્વરૂપે માઁ દુર્ગા બની અમારી જોડે રહેશે. અમે ખુબ જ લાડ પ્રેમથી તેનો ઉછેર કરવા પણ કટિબદ્ધ છીએ.

આ પણ વાંચોઃ સુરેન્દ્રનગરમાં દંપતીને બાળક દત્તક અપાયું

બાળકીને દત્તક લેનારા પિતા દૂબઈની કંપનીમાં કામ કરે છે

બાળકીને દત્તક લેનારા માતા-પિતાને સોંપવાના સમયે અમદાવાદના જિલ્લા કલેક્ટર, અમદાવાદ જિલ્લા કોર્ટના ન્યાયાધીશ, ઝોન 2ના DCP, ACP એસ.કે.ત્રિવેદી, મહિલા ક્રાઇમ ACP મીની જોસેફ, ચાઈલ્ડ વેલ્ફેર સંસ્થા, બાળ સંરક્ષણ ગૃહ, સહિત પોલીસકર્મીની ઉપસ્થિતમાં નિયમોની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી. ત્યારે કાર્યક્રમમાં જિલ્લા કલેકટરે કહ્યું હતું કે, દિકરી વ્હાલનો દરિયો છે. બાળકી તેમના માતા અને પિતાની તમામ ઇચ્છાઓ પૂર્ણ કરશે. તેમના પિતા દૂબઈની કંપનીમાં કામ કરે છે અને પરિવાર પણ સારી રીતે ચલાવે છે.

આ પણ વાંચોઃ ઓઢવના ખાસ દત્તક કેન્દ્રના બાળક કિશનને અમેરિકન દંપતીએ દત્તક અપનાવ્યો

બાળકી ક્યાંથી મળી આવી હતી?

કોરોના મહામારી દરમિયાન લોકડાઉન હતું. ત્યારે મહેસાણામાં બિનવારસી તરીકે તાજી જન્મેલી બાળકી મળી આવી હતી. ત્યારબાદ પોલીસે તેને દેખરેખ માટે સંરક્ષણ ગૃહમાં મોકલી આપી હતી. જ્યાં તેની દેખરેખ કરવામાં આવી રહી હતી. ત્યારબાદ અમદાવાદ શહેર પોલીસને બાળકીને દત્તક મેળવવા માટે એક અરજી આવી હતી. જેના આધારે અરજી કરનારા પરિવારની ચકાસણી અને કાઉન્સલિંગ કરવામાં આવ્યું હતું. જેનો રિપોર્ટ તૈયાર થયા પછી ન્યાયાધીશ અને શહેર પોલીસની સાક્ષીમાં 8 માસ અગાઉ તાજી જન્મેલી બાળકીને સોંપવામાં આવી હતી. ઘણા મહિનાઓ સુધી બાળકીને માતા-પિતાની શોધખોળ કર્યા પછી પણ પરિવારની જાણકારી ન થતા, તંત્ર દ્વારા સાથે મળીને મોટો નિર્ણય લીધો. આ બાળકીને પરિવાર અને માતા-પિતાનું સુઃખ મળી રહે તે માટે તંત્ર દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.