ETV Bharat / bharat

YSRCPના ધારાસભ્ય સુબ્બૈયાનું નિધન થયું

author img

By

Published : Mar 28, 2021, 1:45 PM IST

આંધ્રપ્રદેશ વિધાનસભાના સભ્ય, ગુન્હોતી વેંકટ સુબ્બૈયાનું ટૂંકી માંદગી પછી 62 વર્ષની વયે અવસાન થયું હતું.

YSRCPના ધારાસભ્ય સુબ્બૈયા
YSRCPના ધારાસભ્ય સુબ્બૈયા

  • ગુંથોટી વેંકટ સુબ્બૈયાનું બિમારીને પગલે નિધન થયું
  • સુબ્બૈયાએ કડપા શહેરની એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા
  • પાલિકાની ચૂંટણીના પ્રચારમાં ભાગ લેવા માટે તેમના મતક્ષેત્ર પરત ફર્યા હતા

અમરાવતી(આંધ્રપ્રદેશ) : આંધ્ર પ્રદેશ વિધાનસભાના સભ્ય, ગુંથોટી વેંકટ સુબ્બૈયાનું ટૂંક સમયમાં બિમારીને પગલે આજે રવિવારે નિધન થયું હતું. તેમની ઉંમર 62 વર્ષની હતી. બડવેલ મત વિસ્તાર (એસસી)નું પ્રતિનિધિત્વ કરનારા સુબ્બૈયાએ કડપા શહેરની એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેવું તેમના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું.

આ પણ વાંચો : દિગ્ગજ લેખક અને દિગ્દર્શક સાગર સરહદીનું 87 વર્ષની વયે નિધન

ધારાસભ્યના પરિવારમાં પત્ની અને બે બાળકો છે

શાસક વાયએસઆર કોંગ્રેસ પાર્ટી (YSRCP)સાથે જોડાયેલા ધારાસભ્યના પરિવારમાં પત્ની અને બે બાળકો છે. સુબબૈયાને ઓર્થોપેડિક સર્જન નામની હૈદરાબાદની હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. તાજેતરમાં તેઓ પાલિકાની ચૂંટણીના પ્રચારમાં ભાગ લેવા માટે તેમના મતક્ષેત્ર પરત ફર્યા હતા. થોડા દિવસો પહેલા તે ફરીથી બિમાર થયા હતા અને કડપાની હોસ્પિટલમાં દાખલ થયા હતા.

આ પણ વાંચો : ભાજપના નેતા દિલીપ ગાંધીનું નિધન

TSPના ઉમેદવારને હરાવી 44,000 મતોથી વિધાનસભામાં ચૂંટાયા હતા

સુબ્બૈયાએ વર્ષ 2016માં બાડવેલ મત વિસ્તાર માટે YSRSP સંયોજક તરીકે કામ કર્યું હતું અને 2019ની ચૂંટણીમાં તે જ મત વિસ્તારમાંથી તેલુગુ દેશમ પાર્ટી(TSP)ના ઉમેદવાર ઓબુલાપુરમ રાજશેખરને 44,000 મતોથી હરાવીને વિધાનસભામાં ચૂંટાયા હતા. મુખ્યપ્રધાન વાય.એસ. જગન મોહન રેડ્ડીએ સુબ્બૈયાના અવસાન પર દુ:ખ વ્યક્ત કર્યું છે. પૂર્વ મુખ્ય પ્રધાન અને TDP પ્રમુખ એન.ચંદ્રબાબુ નાયડુએ પણ YSRSP ધારાસભ્યના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.