ETV Bharat / bharat

શ્રી કૃષ્ણ જન્માષ્ટમી : ઈસ્કોન દ્વારા આ વખતે કૃષ્ણ જન્માષ્ટમીને ધ્યાને રાખીને કરવામાં આવ્યું આ ખાસ આયોજન

author img

By

Published : Jul 7, 2022, 6:14 PM IST

ઇસ્કોન દ્વારા સમગ્ર વિશ્વમાં 1 થી 20 ઓગસ્ટ દરમિયાન શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણીનું આયોજન કરવામાં(Preparation of Krishna Janmashtami by ISKCON) આવશે. ઇસ્કોન દ્વારા આ પ્રથમ વખત જન્માષ્ટમીની મોટા પાયે ઉજવણી કરવામાં આવશે.

શ્રી કૃષ્ણ જન્માષ્ટમી
શ્રી કૃષ્ણ જન્માષ્ટમી

આંધ્ર પ્રદેશ : ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ (International Society for Krishna Consciousness) દ્વારા વિશ્વભરમાં પ્રથમ વખત શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણીનું આયોજન કરવામાં આવશે(Preparation of Krishna Janmashtami by ISKCON). આ અંગે માહિતી આપતા આયોજકોએ જણાવ્યું હતું કે, શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની વિશિષ્ટતા વિશ્વના લોકો સુધી પહોંચાડવા માટે 1 થી 20 ઓગસ્ટ દરમિયાન આ વિશાળ સમારોહનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં સાત ખંડોના 80 દેશોના લોકો ભાગ લઈ શકશે.

શ્રી કૃષ્ણ જન્માષ્ટમી
શ્રી કૃષ્ણ જન્માષ્ટમી

આ પણ વાંચો - જન્માષ્ટમી નિમિત્તે અમદાવાદ ઇસ્કોન મંદિરના મહંત સાથેની વાતચીત

સમગ્ર વિશ્વના લોકો જોડાશે - આ ઉજવણીના ભાગરૂપે 50 થી વધુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ પ્રોગ્રામની 300 થી વધુ પેટા શ્રેણીઓ હશે. કાર્યક્રમ અંતર્ગત સ્પર્ધાઓ યોજાશે, જેમાં ચાર મહિનાથી 80 વર્ષ સુધીના લોકો ભાગ લઈ શકશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે કોઈપણ પ્રકારની એન્ટ્રી ફી ચૂકવવાની જરૂર નથી. આ હરીફાઈમાં ભાગ લેનારા તમામ લોકોએ તેમની પસંદગીના કોઈપણ વિષય પર વિડિયો બનાવવાનો રહેશે અને તેને સંસ્થાને ઓનલાઈન મોકલવાનો રહેશે.

આ પણ વાંચો - અમદાવાદના ભાડજ ખાતે આવેલા હરેકૃષ્ણ મંદિરમાં આ વર્ષે થશે ઓનલાઇન ઉજવણી

આ રીતે કરવાનું રહેશે રજીસ્ટ્રેશન - આયોજકોના જણાવ્યા અનુસાર, વિશ્વભરમાં કોઈપણ વ્યક્તિ ગમે ત્યારે, ગમે ત્યાં તેમની પસંદગીનો કોઈપણ વિડિયો બનાવી અને મોકલી શકે છે. તે વિડીયો સ્ક્રીનીંગ કરવામાં આવશે અને સમારોહના છેલ્લા દિવસે વિજેતાઓની જાહેરાત કરવામાં આવશે. સ્પર્ધાના વિજેતાઓને ઈનામો સાથે પ્રમાણપત્રો આપવામાં આવશે. તમામ સહભાગીઓને આશ્વાસન ઇનામના રૂપમાં પ્રમાણપત્ર આપવામાં આવશે. આ કાર્યક્રમને લગતી વધારાની માહિતી માટે 89197 17982, 97018 39381 પર કોલ કરવાનો રહેશે. તેમજ cmkdasa@gmail.com પર મેઇલ કરીને પણ સંપર્ક કરી શકો છો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.