ETV Bharat / bharat

4 મહિના પછી શાહરૂખ ખાન ઈન્સ્ટાગ્રામ પર સક્રિય, વીડિયો જોઈને ચાહકોએ કહ્યું- કિંગ ઈઝ બેક

author img

By

Published : Jan 19, 2022, 7:55 PM IST

શાહરૂખ ખાન ચાર મહિના પછી ઈન્સ્ટાગ્રામ (Shahrukh khan instagram Account) પર પાછો ફર્યો છે. અભિનેતાએ પત્ની ગૌરી ખાન સાથેનો પોતાનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો જોઈને તેના ફેન્સ ખૂબ જ ખુશ છે.

4 મહિના પછી શાહરૂખ ખાન ઈન્સ્ટાગ્રામ પર સક્રિય, વીડિયો જોઈને ચાહકોએ કહ્યું- કિંગ ઈઝ બેક
4 મહિના પછી શાહરૂખ ખાન ઈન્સ્ટાગ્રામ પર સક્રિય, વીડિયો જોઈને ચાહકોએ કહ્યું- કિંગ ઈઝ બેક

હૈદરાબાદઃ બોલિવૂડના કિંગ ખાન (Bollywood King) એટલે કે શાહરૂખ ખાન ફરી એકવાર સોશિયલ મીડિયા (social media) પર એક્ટિવ થઈ ગયા છે. લગભગ ચાર મહિના બાદ તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. શાહરૂખે પત્ની ગૌરી ખાન સાથેનો એક વીડિયો શેર કર્યો છે. ગયા વર્ષે (2020) પુત્ર આર્યન ખાન ડ્રગ્સના કેસમાં ફસાયા બાદ શાહરૂખ અને તેના પરિવારે સોશિયલ મીડિયાથી પોતાને દૂર કર્યા હતા. હવે એ ખરાબ તબક્કાને ભૂલીને શાહરૂખનો આખો પરિવાર ફરી એકવાર સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈ ગયો છે.

શાહરૂખ ખાને ઈન્સ્ટાગ્રામમાં શેર કર્યો વીડિયો

શાહરૂખ ખાને બુધવારે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Shahrukh khan instagram Account) પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે પત્ની ગૌરી ખાન સાથે જોવા મળી રહ્યો છે. આ વીડિયો એક ટીવી જાહેરાતનો છે, જેમાં શાહરૂખ અને ગૌરી એક સમયે પોતપોતાના અંદાજમાં જોવા મળી રહ્યા છે. ખાસ વાત એ છે કે, લાંબા સમય બાદ શાહરૂખની પોસ્ટ જોયા બાદ તેના ફેન્સના ચહેરા પર ખુશીની ઝલક જોવા મળી રહી છે અને તેઓ આ વીડિયો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.

વીડિયોને અત્યાર સુધીમાં 9 લાખથી વધુ વ્યૂઝ

આ વીડિયોને અત્યાર સુધીમાં 9 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. શાહરૂખના આ વીડિયો પર તેના એક પ્રશંસકે લખ્યું કે, 'આખરે કિંગ ઈઝ બેક'. અન્ય એક યુઝરે લખ્યું, 'તમારી પોસ્ટ જોઈને ખૂબ આનંદ થયો, હું તમને પ્રેમ કરું છું'. અન્ય એક યુઝરે લખ્યું, 'લાંબા સમય પછી SRKની પોસ્ટ જોઈને સારું લાગ્યું, SRKને હંમેશા પ્રેમ'.તમને જણાવી દઈએ કે, શાહરૂખ ખાને છેલ્લી પોસ્ટ 19 સપ્ટેમ્બર 2020ના રોજ ગણેશ ચતુર્થીના અવસર પર કરી હતી.

આર્યન ખાનને આ કેસમાં જામીન મળી ગયા છે, પરંતુ તે દેશની બહાર જઈ શકે

તમને જણાવી દઈએ કે, 2 ઓક્ટોબર 2020ની રાત્રે NCBએ શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાનને મુંબઈથી ગોવા જતા ક્રૂઝ પર જઈ રહેલી ડ્રગ પાર્ટીમાંથી પકડ્યો હતો. આ કેસમાં આર્યન ખાનને 2 ઓક્ટોબરથી 28 ઓક્ટોબર સુધી NCB અને મુંબઈની સૌથી મોટી આર્થર રોડ જેલની કસ્ટડીમાં દિવસ-રાત પસાર કરવા પડ્યા હતા. તે જ સમયે, આર્યન ખાનને આ કેસમાં જામીન મળી ગયા છે, પરંતુ તે દેશની બહાર જઈ શકશે નહીં.

આ પણ વાંચો:

સોશિયલ મીડિયા પર બિકીનીવાળા ફોટોસ શેર કરી મચાવી રહી છે ધૂમ, જુઓ આ અભિનેત્રીની તસવીરો

Mauni Roy Bikini Photos: મૌની રોયે લગ્ન પહેલા ઈન્ટરનેટ પર લગાવી આગ, તેના ચહેરા પર ચમક્યો ચાંદ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.