ETV Bharat / bharat

Ecofriendly Rakhi: પર્યાવરણની જાળવણી માટે છોડના બીજ મૂકેલી વાંસની રાખડીઓ બનાવાઈ

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 26, 2023, 7:08 PM IST

મધ્યપ્રદેશના વન વિભાગે રક્ષાબંધનની ઉજવણી દ્વારા પર્યાવરણની જાળવણી થીમ આધારિત વાંસની રાખડીઓ તૈયાર કરી છે. આ રાખડીઓમાં છોડના બીજ મૂકવામાં આવે છે. જેથી રાખડીઓના ઉપયોગ બાદ તમે વૃક્ષ પણ વાવી શકો છો. વૃક્ષ વાવેતરને પરિણામે પર્યાવરણની જાળવણી પણ થશે. વાંચો આ રાખડી વિશે વધુ માહિતી

વાંસથી બનેલી અનોખી રાખડી
વાંસથી બનેલી અનોખી રાખડી

છીંદવાડાઃ મધ્યપ્રદેશના ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ દ્વારા અનોખા પ્રકારની રાખડી બજારમાં મૂકવામાં આવી છે.છીંદવાડા ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટની મદદથી વાંસની રાખડીઓ તૈયાર કરવામાં આવી રહી છે. આ રાખડીમાં વનસ્પતિના બીજ પણ મૂકવામાં આવે છે. પરિણામે રાખડીનો ઉપયોગ થઈ ગયા બાદ આ બીજનો ઉપયોગ કરીને વૃક્ષો પણ વાવી શકાશે. જેથી પર્યાવરણની જાળવણી પણ થશે.

વાંસની રાખડીઓમાં વૃક્ષના બીજઃ મધ્યપ્રદેશના વાંસ મિશન અંતર્ગત છિંદવાડા વન વિભાગ દ્વારા અનોખી રાખડી તૈયાર કરવામાં આવી છે. આ રાખડીઓ બહેનો દ્વારા તૈયાર કરવામાં આવે છે. જેથી નારી ઉત્થાનનો હેતુ પણ સર થાય છે. આ રાખડીઓની વિશેષતા એ છે કે તેમાં છોડના બીજ પણ હોય છે. તેથી ઉપયોગ કર્યા બાદ આ રાખડીમાંથી બીજને જમીનમાં વાવી શકાય છે. વધુમાં વધુ વૃક્ષોથી પર્યાવરણની જાળવણી કરવી તે આ રાખડીનો હેતુ છે.

રક્ષાબંધનની સાચી ભેટઃ રાખડીઓમાં કરંજ, કચનાર, વાંસ, નિલગીરી અને ગુલમહોરના બીજને મુખ્યત્વે મૂકવામાં આવે છે. વન વિભાગ માને છે કે રાખડીઓના ઉપયોગ બાદ જો બીજને જમીનમાં વાવવામાં આવ્યું અને તેમાંથી વૃક્ષ બન્યું તો આ રક્ષાબંધનની સાચી ઉજવણી થઈ ગણાશે. આનાથી મોટી રક્ષાબંધનની કોઈ ભેટ ન હોઈ શકે.

આ હેન્ડમેડ રાખડી બનાવવામાં ઘણો સમય લાગે છે, પરંતુ હવે અમે આ રાખડીઓના નિર્માણ માટે બહુ ઉત્સાહી છીએ.અમે વાંસમાંથી માત્ર રાખડીઓ જ નહિ પરંતુ જ્વેલરી અને ગૃહ સુશોભનની વસ્તુઓ પણ બનાવીએ છીએ.અમે 5000 વાંસની રાખડી બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. આ રાખડીઓને વન વિભાગની કચેરીઓમાં વેચાણઅર્થે મૂકવામાં આવશે. આ રાખડીઓ બનાવવામાં સીમા ડેહરિયા અને જ્યોતિ ચૌરસિયાની ટીમ કામ કરી રહી છે...અરૂણા ડેહરિયા(વાંસની રાખડી બનાવનાર)

મહિલાઓના હુન્નર આગળ મશિન પણ ફેલઃ વાંસની આ રાખડીઓ હેન્ડમેડ છે. જે મશીનથી બનેલી રાખડી કરતાં પણ સુંદર દેખાય છે. મહિલાઓ રાખડીઓ ઉપરાંત વાંસથી બનેલ જ્વેલરી અને ગૃહ સુશોભનની વસ્તુઓ પણ બનાવે છે.

  1. Rakhdi Artist of Bhuj- : ભુજની રાખડી આર્ટિસ્ટ યુવતીએ અભ્યાસની સ્કીલથી રેસિન આર્ટ બિઝનેસ જમાવ્યો, રાખડીઓની નવીનતા જૂઓ
  2. Ahmedabad Rakhi: દિવ્યાંગ બાળકોએ તૈયાર કરી રાખડીઓ, જુઓ અદભૂત કલેક્શન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.