ETV Bharat / bharat

કેરળમાં અદાણી પ્રોજેક્ટનો વિરોધ, બે પક્ષો વચ્ચે અથડામણ

author img

By

Published : Nov 27, 2022, 10:52 PM IST

Updated : Nov 27, 2022, 10:58 PM IST

કેરળમાં અદાણી જૂથના વિઝિંજામ બંદર પ્નોજેક્ટ(vizhinjam project clash adani project) વિરોધ થઈ રહ્યો છે. તિરુવનંતપુરમના લેટિન કેથોલિક ચર્ચની આગેવાની હેઠળ લોકોએ પ્રદર્શન કર્યું હતું. શનિવારે વિઝિંજામ બંદર પર હુમલો(Attack on Vizhinjam port) કરવાની યોજના ઘડવામાં આવી હતી. જો કે સામે વિઝિંજામ બંદરને સમર્થન આપનારા લોકો સાથે અથડામણ થઈ હતી. જેમાં અંદાજે 2 લાખ રૂપિયાના જાનમાલનું નુકસાન થયું હતું.

kerala-police-registered-fir
kerala-police-registered-fir

કેરળ(તિરુવનંતપુરમ): કેરળમાં અદાણી જૂથના વિઝિંજામ બંદર પ્નોજેક્ટ(vizhinjam project clash adani project) વિરોધ થઈ રહ્યો છે. તિરુવનંતપુરમના લેટિન કેથોલિક ચર્ચની આગેવાની હેઠળ લોકોએ પ્રદર્શન કર્યું હતું. શનિવારે વિઝિંજામ બંદર પર હુમલો કરવાની યોજના(Attack on Vizhinjam port) ઘડવામાં આવી હતી. જો કે સામે વિઝિંજામ બંદરને સમર્થન આપનારા લોકો સાથે અથડામણ થઈ હતી. જેમાં અંદાજે 2 લાખ રૂપિયાની જાનમાલનું નુકસાન થયું હતું. કેરળ પોલીસે વિઝિંજમ અથડામણ મામલે ફરિયાદ દાખલ કરી છે. જેમાં લેટિન કેથોલિક ચર્ચના 50 થી વધુ પાદરીઓ, જેમાં સહાયક બિશપ ક્રિસ્ટુદાસ અને વિકાર જનરલ, યુજેન પરેરાનો પણ સમાવેશ થાય છે. તેમની સામે ફરિયાદ નોંધી અટકાયત કરી છે.

ટ્રકો પર હુમલો: અદાણી વિઝિંજમ પોર્ટ પ્રાઇવેટ લિમિટેડે 5 ડિસેમ્બર, 2015 ના રોજ રૂ. 7,525 કરોડના ખર્ચે બાંધકામ શરૂ કર્યું હતું. જેનો લોકોએ તિરુવનંતપુરમના લેટિન કેથોલિક ચર્ચની આગેવાની હેઠળ, અદાણી જૂથના વિઝિંજામ બંદરનો વિરોધ કર્યો હતો. પોર્ટ સાઇટ પર પત્થરો લાવતી ટ્રકો પર હુમલો કર્યો હતો અને ટ્રકોને સ્થળ પર પહોંચતા અટકાવી હતી.

બે પક્ષો વચ્ચે અથડામણ: વિઝિંજામ પોર્ટના સમર્થનમાં રહેલા સ્થાનિક લોકોના જૂથે ટ્રકોને જવા દેવા માટે દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, તેમને વિરોધીઓ દ્વારા અટકાવવામાં આવ્યા હતા. જેના કારણે બંને જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. વિઝિંજામ બંદરને ટેકો આપનારાઓને મજબૂત રાજકીય પક્ષનો ટેકો મળ્યો હતો. આ અથડામણમાં બંને પક્ષોના ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે અંદાજે 2 લાખ રૂપિયાના જાનમાલનું નુકસાનનો અંદાજ લગાવ્યો હતો. પોલીસે ઉલ્લેખ કર્યો છે કે નુકસાનીની ભરપાઈ બિશપ અને અન્ય પાદરીઓ પાસેથી વસૂલવી જોઈએ. લેટિન કેથોલિક ચર્ચના વિકેર જનરલ ફાધરે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે "અમે ન્યાય માટે કેરળ હાઈકોર્ટનો સંપર્ક કરીશું અને અમે સોમવારે અમારી અરજી કોર્ટમાં લઈ જઈશું."

હાઈકોર્ટની ચેતવણી: જિલ્લાના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું, 'વિરોધ દરમિયાન નાની ઝપાઝપી થઈ હતી. અમે વિરોધીઓ અને વિઝિંજામમાં વિરોધનો વિરોધ કરનારાઓ સામે નવ કેસ નોંધ્યા છે. દરમિયાન, ફાધર યુજેન પરેરાએ કહ્યું કે સરકાર દરિયાકાંઠાના વિસ્તારોનું યોગ્ય રીતે પુનર્વસન કરવા તૈયાર નથી. તેમણે મીડિયાને કહ્યું, 'જે સરકાર અમારું યોગ્ય રીતે પુનર્વસન કરવા તૈયાર નથી, તે અમને કેસ નોંધવાની ધમકી આપી રહી છે. અમે પાછા હટીશું નહીં. આવતીકાલે સરકાર અમારી સામે કોર્ટમાં જશે. તેમણે કહ્યું કે વિરોધીઓ વિઝિંજમ વિરોધ સંબંધિત વિવિધ બાબતો પર કોર્ટના આદેશ સામે અપીલ કરશે. 22 નવેમ્બરે હાઈકોર્ટે આંદોલનકારીઓને ચેતવણી આપી હતી કે જો તેઓ બેરિકેડ હટાવવામાં નિષ્ફળ જશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Last Updated : Nov 27, 2022, 10:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.