ETV Bharat / bharat

BREAKING NEWS : વડાપ્રધાન મોદીએ 'ગુરુ પૂર્ણિમા' પર લોકોને પાઠવી શુભેચ્છા

author img

By

Published : Jul 13, 2022, 8:28 AM IST

Updated : Jul 13, 2022, 10:26 AM IST

BREAKING NEWS : ઝારખંડમાં રેલવે અંડરપાસ ધરાશાયી, કાટમાળમાં દબાયેલા 4 મજૂરોના મોત

10:24 July 13

PM મોદીએ 'ગુરુ પૂર્ણિમા'ની શુભેચ્છા પાઠવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'ગુરુ પૂર્ણિમા' નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી હતી. માનવજાતને પ્રેરણા આપનાર અને માર્ગ બતાવનાર તમામ અનુકરણીય શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ ગણાવ્યો હતો. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, ગુરુ પૂર્ણિમાની શુભેચ્છા. તે બધા અનુકરણીય ગુરુઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ છે જેમણે અમને પ્રેરણા આપી, માર્ગ બતાવ્યો અને જીવન વિશે ઘણું બધું શીખવ્યું. આપણો સમાજ શીખવા અને જ્ઞાન મેળવવાને ખૂબ મહત્વ આપે છે. હું ઈચ્છું છું કે આપણા ગુરુઓના આશીર્વાદ ભારતને નવી ઊંચાઈએ લઈ જાય.

09:52 July 13

કોરોના મહામારીમાં ભોગ બનેલું જહાજ ભાંગીને ભૂક્કો થવા આવ્યું

તળાજા તાલુકાના અલંગ શિપ યાર્ડ (Alang Shipyard) ખાતે જેન્ટિંગ હોંગ કોંગ (Hong Kong Ship) ગ્રુપનું સ્ટાર પીસીસ ક્રૂઝ અંતિમ પ્રવાસે આવી પહોંચ્યું છે. આ ક્રૂઝ મલેશિયાની એક કંપની છે. આ શિપ ક્રૂઝ 14 માળનું છે, જે 177 મીટર લાંબુ, 30 મીટર પહોળું છે, સ્ટાર પીસીસ ક્રૂઝ શિપમાં 1900 પેસેન્જરો અને 750 ક્રુ મેમ્બરની ક્ષમતા ધરાવતું શીપ છે. કોરોનાના બે વર્ષમાં પરિસ્થિતિ ખરાબ રહેતા શીપને ભંગાણ અર્થે મોકલવામાં આવ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.

09:50 July 13

હેલ્પલાઇન નંબર કરાયો જાહેર

સમગ્ર રાજ્યભરમાં ભારે વરસાદને લઈને હવે વિવિધ (Gujarat Rain Update) શહેરનુ તંત્ર કામે લાગી ગયું છે, ત્યારે વડોદરા શહેરમાં ભારે વરસાદના પગલે કેટલાક (Rain in Vadodara) પ્રમાણમાં લોકોનું જનજીવન ખોરવાયું છે. જેને પગલે વડોદરા શહેરના મેયર કેવી રોકડિયા દ્વારા દાંડિયા બજાર સ્થિર ફાયર કંટ્રોલ રૂમ ખાતે મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં કંટ્રોલ રૂમથી (Moonsoon Gujarat 2022) નજર રાખવામાં આવી છે.

08:14 July 13

ઝારખંડમાં રેલવે અંડરપાસ ધરાશાયી

ધનબાદઃ ધનબાદ રેલવે ડિવિઝનના પ્રધાનખંટા સ્ટેશન નજીક છતાકુલી ગામ પાસે અંડરપાસ તૂટી પડવાને (Railway Underpass In Dhanbad Collapsed) કારણે કાટમાળ નીચે દબાઈને 4 મજૂરોના મોત (Death Of 4 Laborers In Dhanbad) થયા છે. તે જ સમયે, બે મજૂરો ઈજાગ્રસેત થયા હોવાનું કહેવાય છે. ઘટનાની માહિતી મળતાં જ ડીઆરએમ આશિષ બંસલ, આસિસ્ટન્ટ કમાન્ડન્ટ આરપીએફ અને જીઆરપીના વરિષ્ઠ અધિકારીઓ ટીમ ફોર્સ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને સ્થિતિને સામાન્ય બનાવવામાં વ્યસ્ત છે.

Last Updated : Jul 13, 2022, 10:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.