ETV Bharat / bharat

પુરી મંદિરમાં મહારાણીની મુલાકાતની વિધિ ગહન બીજે તરીકે ઓળખાય છે

author img

By

Published : Jun 13, 2020, 8:44 AM IST

પુરી ખાતે ભગવાન શ્રી જગન્નાથનું અતિ સુંદર મંદિર આવેલું છે, જે ‘નીલાંચલ ધામ’ તરીકે પણ જાણીતું છે. અહીં સર્વોપરી ભગવાન રોજ તેમનો સમય આનંદ-પ્રમોદથી વીતાવે છે, જે આપણે જોઇ શકતા નથી કે સાંભળી શકતા નથી. ભગવાન સ્વયં ‘નીલ શૈલ’ (નીલા પર્વતની ટોચ પર આવેલા મંદિર)માં ભક્તો દ્વારા કરવામાં આવતી સેવા-સુશ્રૂષામાં વ્યસ્ત રહે છે. નીલ શૈલ ભગવાનનું નિવાસસ્થાન ગણાય છે.

Etv Bharat, Gujarati News, Puri News
પુરી મંદિરમાં મહારાણીની મુલાકાતની વિધિ ગહન બીજે તરીકે ઓળખાય છે

જગન્નાથ સંસ્કૃતિની પરંપરા ભગવાન વિશેની સર્વોપરિતા તથા તેમના વિશેની અગણિત વાર્તાઓથી સમૃદ્ધ છે. પવિત્ર નગરી પુરી ‘શંખ ક્ષેત્ર’ તરીકે પણ ઓળખાય છે. તે જેમના વિશે કદી સાંભળ્યું ન હોય તેવા ઘણા અજાણ્યા ધાર્મિક દસ્તાવેજો અને તથ્યોનો છૂપો સંગ્રહ છે. પૃથ્વી પરના આ સ્વર્ગમાં ભગવાનને જોવાનો અવસર સાંપડે, તે અત્યંત કલ્યાણકારી બાબત છે. ભગવાનના નિવાસસ્થાન એવા આ ભવ્યાતિભવ્ય મંદિરમાં ‘ગહન બીજે’ તરીકે ઓળખાતી પુરીનાં રાણીની મુલાકાત અંગે અમારી આ ખાસ રજૂઆત છે.

રાણી જગન્નાથ મંદિરમાં પ્રવેશ કરે, તે પહેલાં પ્રથમ તીર્થસ્થાનને સ્વચ્છ કરવામાં આવે છે. તે દિવસોમાં, કોઇ પણ સેવક, ‘મુક્તિ મંડપ’ના સભ્યો, ભાવિકો કે સુરક્ષાકર્મીઓ મંદિરની અંદર રોકાતા નહીં. રાણી સિંહ દ્વાર થઇને પ્રવેશ કરે છે અને માત્ર ‘મુદી રથ’, સેવક તેમની સાથે હોય છે. જોકે, ગજપતિ (રાજા) તથા રાજવી પરિવારના સભ્યો ત્યાં હોઇ શકે છે. રાજાની સવારી ‘અરૂણ સ્તંભ’ (ઘેરો લાલ સ્તંભ) નજીક મંદિરના સિંહ દ્વારની સામે થોભે છે. રાણી તેમની પાલખીમાં બેસીને મંદિરના સંકુલમાં પ્રવેશ કરશે. રાણીની પાલખી કલ્પબાત તરીકે ઓળખાતા વડના પવિત્ર વૃક્ષ નજીક ઊભી રહેશે. ત્યાર બાદ તમામ વિધિ પૂર્ણ કરવામાં આવશે. રાણી ભગવાનની મહાન મૂર્તિને જોઇને તેમને પ્રણામ કરે છે.

જગન્નાથ સંસ્કૃતિના ઉપદેશક સિદ્ધેશ્વર મોહપાત્રાએ જણાવ્યું હતું કે, મારે હજી એ પ્રશ્નનો ચોક્કસ જવાબ મેળવવો બાકી છે કે – જ્યારે મહારાણી, મહારાજા સાથેનાં તેમનાં લગ્ન બાદ પ્રથમ વખત મંદિરમાં પ્રવેશ કરીને ભગવાનને જુએ છે, તે ‘ગહન બીજે’ તરીકે ઓળખાય છે કે પછી દરેક વખતે રાણી ભગવાનનાં દર્શન કરવા માટે તીર્થધામની મુલાકાત લે, તેને પણ ‘ગહન બીજે’ કહેવામાં આવે છે.

આ ધાર્મિક ક્રિયાઓ લાંબા સમયગાળાથી અનુસરવામાં આવે છે. આથી, ભગવાનના દર્શન કરવા માટેની રાણીની અનુષ્ઠાનિક મુલાકાત ‘ગહન બીજે’ તરીકે ઓળખાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.