ETV Bharat / bharat

રાજસ્થાનમાં રાજકીય ઘમાસાણ વચ્ચે પોલીસ હાઇ એલર્ટ પર

author img

By

Published : Jul 14, 2020, 10:37 PM IST

રાજસ્થાનમાં રાજકીય વાદ-વિવાદ વચ્ચે કાયદાકીય પરિસ્થિતિ જાળવવા માટે રાજસ્થાન પોલીસ દ્વારા ADG લૉ એન્ડ ઓર્ડર સૌરભ શ્રીવાસ્તવ દ્વારા તમામ જિલ્લાના SP ને એલર્ટ રહેવા જણાવ્યું છે. તેમજ આઈટી સેલ પણ સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર નજર રાખી રહ્યું છે.

 રાજસ્થાનમાં રાજકીય ઘમાસાણ વચ્ચે પોલીસ હાઇ એલર્ટ પર
રાજસ્થાનમાં રાજકીય ઘમાસાણ વચ્ચે પોલીસ હાઇ એલર્ટ પર

રાજસ્થાન: રાજધાની જયપુરમાં એલર્ટને લઇને તમામ આયોજન કરી દેવામાં આવ્યા છે. એડિશનલ પોલીસ કમિશનર લૉ એન્ડ ઓર્ડર રાહુલ પ્રકાશે જણાવ્યું હતું કે રાજધાની જયપુરમાં કાયદો અને વ્યવસ્થા સામાન્ય છે અને તમામ DCP અને અધિકારીઓને સતર્ક રહેવા સૂચના આપી દેવામાં આવી છે.

શહેરમાં જનજીવન અસ્તવ્યસ્ત ન થાય અને શાંતિ જળવાઇ રહે તે માટે ખાસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે. જ્યાં ગુર્જરોની બહુમતી છે તે વિસ્તારોમાં ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.

સચિન પાયલટ, વિશ્વેન્દ્ર સિંહ અને રમેશ મીણાને બરખાસ્ત કરતા કાયદો અને વ્યવસ્થા બગડવાની આશંકાને પગલે ગુર્જર બહુમતી વિસ્તારોમાં STF અને RAC ને તૈનાત કરવામાં આવ્યા છે જ્યારે દૌસા, સવાઇ માધોપુર, ટોંક, અને ભીલવાડા માં પણ ખાસ સાવચેતી રાખવામાં આવી રહી છે. ઉપરાંત સોશિયલ મીડિયા પર અફવા ફેલાવનારા લોકો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.