ETV Bharat / bharat

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રજોગ સંબોધનના મહત્વના મુદ્દાઓ

author img

By

Published : Aug 8, 2019, 10:25 PM IST

નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ વડાપ્રધાન મોદી પ્રથમવાર દેશને સંબોધિત કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીર અને લદ્દાખના લોકોને અભિનંદન પાઠવ્યા હતાં. આ ઉપરાંત ત્રણેય વિસ્તારના સર્વાંગી વિકાસ માટે આગળ આવવા દેશના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ અને જાહેર લોકોને અપીલ કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રજોગ સંબોધનના મહત્વના મુદ્દાઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધનના મહત્વના મુદ્દાઓ...

  • જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના લોકોને ખૂબ-ખૂબ અભિનંદન, નવા યુગની શરુઆત થઈ છે
  • આ નિર્ણયથી કરોડો લોકોનું સપનું પુરુ થયુ છે.
  • કલમ 370 અને 35Aનો પાકિસ્તાને લાભ લીધો છે.
  • કલમ 35Aથી અલગાવવાદીઓને પ્રોત્સાહન મળ્યુ હતું.
  • ત્રણ દાયકામાં જમ્મુૃ-કાશ્મીરના 42 હજાર જેટલા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો.
  • અત્યાર સુધીની સરકારે માત્ર વાહવાહી લુંટી છે.
  • જમ્મુ-કાશ્મીરના દોઢ કરોડ જેટલા લોકો તેમના અધિકારોથી વંચિત હતાં.
  • સફાઈ કર્મચારીઓ, અનુસુચિત જાતિ અને જનજાતિના લોકોને તેમના લાભ મળતા નહોતાં.
  • આ નિર્ણયથી લોકોનું વર્તમાન અને ભવિષ્ય સુધરશે.
  • કેન્દ્ર અને રાજ્ય સરકારની જગ્યાઓ પર સ્થાનિક લોકોની ભરતી કરાશે.આ માટે સેના અને અર્ધસરકારી દળોની મદદથી ભરતી મેળા યોજાશે.
  • પ્રધાનમંત્રી સ્કોલરશીપ યોજનાનો વિસ્તાર કરાશે. યુવાનોને શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહીત કરાશે.
  • કેટલાક સમય માટે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં કેન્દ્ર સરકારના શાસનનો નિર્ણય વિચારીને લેવાયો છે.
  • જમ્મુ કાશ્મીરને ફરીથી રાજ્ય બનાવીશું, લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશ જ રહેશે.
  • કાગળ પર વર્ષોથી લટકેલી યોજનાઓનો અસરકારક રીતે અમલ કરાશે.
  • જમ્મુ-કાશ્મીરના લોકો તેમની વચ્ચેથી જ તેમના માટે જનપ્રતિનિધીઓ ચૂંટે. જેથી નાગરીકો તેમના અધિકારો બેરોકટોક પણે મેળવી શકશે.
  • જમ્મુ-કાશ્મીરમાં નિષ્પક્ષ રીતે ચૂંટણી યોજાશે.
  • જેમ બને તેમ જલ્દી બ્લોગ ડેવલોપમેન્ટ કાઉન્સીલની રચના કરાશે.
  • સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના ચૂંટાયેલા પ્રતિનિધીઓ અને ખાસ કરીને મહિલા પ્રતિનિધીઓ ખૂબ સારુ કામ કરી રહ્યા છે.
  • સ્થાનિક લોકો જ તેમના વિસ્તારના વિકાસની કમાન સંભાળે.
  • કાશ્મીર દુનિયાનું સૌથી મોટુ ટુરિઝમ પોઈન્ટ બનશે.
  • કાશ્મીરમાં ફરીથી ફિલ્મોનું શુટિંગ શરુ થશે. પહેલા મોટાભાગની ફિલ્મોનું શુટિંગ કાશ્મીરમાં થતુ હતું.
  • હિન્દી,તેલુગુ અને તામિલ ફિલ્મ ઉદ્યોગોને મારો આગ્રહ છે કે, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં થીયેટર, શુટિંગ માટે રોકાણ કરે.
  • ફિલ્મ ઉદ્યોગ તેની સાથે રોજગારીની તકો પણ લાવશે.
  • ટેક્નોલોજીનો વિસ્તાર કરી ડીજીટલ કોમ્યુનિકેશને પ્રોત્સાહન અપાશે.
  • સરકારના આ નિર્ણયનો લાભ ખેલરત્નોને પણ મળશે, નવી સ્પોર્ટસ અકાદમી, સ્ટેડિયમ બનાવીશું જેથી કાશ્મીરી યુવાનો પોતાની પ્રતિભા દુનિયા સામે મુકી શકે.
  • જમ્મુ કાશ્મીરની પ્રખ્યાત અને સ્થાનિક પ્રોડક્ટસનો પ્રસાર દુનિયાભરમાં કરાશે.
  • 370 કલમ રદ કરવાના નિર્ણય અંગે મતભેદ ધરાવતા લોકોએ દેશહિતને સર્વોપરી ગણી આ પ્રદેશના વિકાસ માટે સરકારનો સહયોગ આપવો જોઈએ.
  • જમ્મુ કાશ્મીર માટે શહિદી આપનારા લોકોનું સપનુ પુરુ કરવાનું છે.
  • સરકારના આ નિર્ણયથી ભારતની આર્થિક પ્રગતિમાં પણ સહયોગ મળશે.
  • જમ્મુ-કાશ્મીરના દેશભક્તો જ અલગાવવાદીઓને જવાબ આપશે.

સંબોધનનાં અંતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીર અને લદ્દાખના લોકોને વિશ્વાસ અપાવ્યો હતો કે, ધીમે-ધીમે હાલત સુધરી જશે અને સ્થિતિ સામાન્ય બનશે. તેમજ જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ કાબૂમાં રાખનાર જમ્મુ કાશ્મીર પોલીસ, સુરક્ષાદળ, રાજ્યના સરકારી કર્મચારીઓ અને જનતાનો આભાર માન્યો હતો.તેમજ તમામને ઈદની શુભેચ્છા પાઠવી હતી.

Intro:Body:

Narendra modi

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.