PM મોદીના સંબોધનના અંશ
- આ ખૂબ મોટુ દુર્ભાગ્ય છે કે લોકો હજુ પણ ગુડ ટેરરિસ્ટ અને બેડ ટેરરિસ્ટમાં તફાવત શોધવાની ભૂલ કરે છે. આતંકવાદ અને કટ્ટરતાથી લડવું તે વિશ્વની સાચી કસોટી છે.
- આતંકવાદ આપણા સમયનો મોટો પડકાર છે. આતંકવાદીઓની ન તો બૅન્ક હોય છે અને ન તો હથિયારોની ફેક્ટરી. છતાં પણ તેમને ધન અને હથિયારોની ઓછા નથી પડતા. તેમને આ સુવિધાઓ ક્યાંથી મળે છે.
- દેશના સંબંધ ફક્ત સરકાર વચ્ચે નહીં પરંતુ લોકો વચ્ચેનો સંપર્ક તેમનો પ્રાણ હોય છે. મને ખાસ આનંદ થાય છે કે આજે બંને દેશો વચ્ચે ફેરી સર્વીસ પર સમાધાન કરવામાં આવ્યું છે.
- માલદીવમાં સ્વતંત્રતા, લોકતંત્ર, અને શાંતિમાં ભારત માલદીવ સાથે હંમેશા રહેશે. ભલે તે 1988 ની ઘટના હોય, કે 2004ની સુનામી અથવા પછીની પાણી-સંકટ. અમને ગર્વ છે કે ભારતની દરેક મુશ્કેલીમાં તમે અમારી સાથે રહો છો.
- ભારત અને માલદીવના સંબંધો ઇતિહાસથી પણ જૂના છે. દરિયાની આ લહેરો બે દેશ વચ્ચેનો સંદેશા વાહક છે. અમારા સંબંધોને સાગરની ઊંડાઈથી આશીર્વાદ મળે છે.
- માલદીવની આ સફળતા પર સૌથી વધુ ગર્વ અને આનંદ કોને હોઈ શકે? તમારા સૌથી નજીકના મિત્ર અને વિશ્વના સૌથી મોટુ લોકતંત્ર - ભારત. આજે તમારી વચ્ચે હું કહેવા ઇચ્છું છુ કે માલદીલમાં લોકતંત્રની મજબુતી માટે ભારત અને ભારતીય તમારી સાથે છે. અને હંમેશા રહેશે.
- PM મોદીને માલદીવમાં સર્વોચ્ચ નાગરિક ઇજ્જુદીનનું સન્માન મળ્યું હતું. તે સમયે પણ તેમણે કહ્યું હતું કે આ સંપૂર્ણ દેશનું સન્માન છે.
શનિવારે માલદીવમાં રોકાણ કરીને PM મોદી શ્રીલંકા પહોંચશે. યાત્રા પર જતા પહેલા PM મોદીએ કહ્યું હતું કે આ યાત્રા નેબર હુડ ફર્સટની નીતિ દર્શાવે છે. તેમણે કહ્યું કે આના કારણે દેશ સાથે ભારતના સંબંધ વધુ મજબુત થશે.
યાત્રા પર જતા પહેલા PM મોદીએ જણાવ્યું હતું કે, ભારતના લોકો શ્રીલંકાની સાથે છે. 21 એપ્રિલના રોજ શ્રીલંકામાં થયેલા આતંકી હુમલાને યાદ કરતા તેમણે કહ્યું કે આતંકવાદ વિરુદ્ધ લડવા માટે ભારત હંમેશા શ્રીલંકાની સાથે રહેશે.