હાલમાં ચીનના રાષ્ટ્રપતિ મહાબલીપુરમથી ચેન્નઇ જવા રવાના થયા છે, ત્યાર બાદ તે ત્યાંથી નેપાળ જશે અને ત્યાંથી તે ચીન પરત ફરશે.
આ મુલાકાતને લઇને વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે,
- અમારી આ મુલાકાત વિશ્વનાં શાંતિ અને સ્થિરતાનું ઉતમ ઉદાહરણ છે
- મતભેદને ઝઘડાનું કારણ નહી થવા દઇએ
- ભારત ચીનના સંબંધનું સાક્ષી છે ચેન્નઇ
- બંને દેશો વચ્ચેના મતભેદને દુર કરાવાની કોશિશ હશે
- ભારત અને ચીન દુનિયાની આર્થિક શક્તિ રહ્યા છે.
- છેલ્લા 2000 વર્ષમાં ભારત, ચીન વિશ્વની આર્થિક શક્તિ
મુલાકાતને લઇને વિશેષમાં ચીનના રાષ્ટ્રપતિ એ જણાવ્યું કે,
ભારતે કરેલા સ્વાગતથી દંગ રહી ગયો હતો. ચીન અને ભારત એક બીજાના સારા પાડોશી રહ્યાં છે. બંને એવા દેશ છે જેની આબાદી એક અરબથી પણ વધુ છે. ગઇકાલ અને આજ રોજ અમારા વચ્ચે વાતચીત સારી રહી હતી અને એકબીજાએ મીત્રની જેમ જ વાતચીત કરી હતી. આ મારા માટે યાદગાર ક્ષણ છે. ચીની મીડિયાએ બેંને દેશના સંબંધને લઇને ઘણુ લખ્યુ છે. ચીનના રાષ્ટ્રપતિએ વુહાન બેઠકનું સંપુર્ણ ક્રેડીટ વડાપ્રધાન મોદીને આપી હતી.
જાણકારી મુજબ આજે સવારે શી જિનપિંગ અને વડાપ્રધાન નરેંન્દ્ર મોદી તાજ ફિશરમેન કે કોવ રિસોર્ટમાં મહત્વની બેઠક થઇ હતી. આ બેઠકમાં કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી. આ વચ્ચે બંને નેતાઓ વચ્ચે આતંકવાદ સહીત કેટલાક મહત્વના મુદ્દાઓને લઇને પણ ચર્ચા થઇ હતી. જેમાં અજીત ડોભાલ, વિદેશ પ્રધાન એસ જયશંકર સહીત બંન્ને દેશના ટોંચનું પ્રતિનિધિ મંડળ ઉપસ્થિત રહ્યું હતું.