આ સિવાય વકીલ વરૂણ ઠાકુરે દિલ્લી પોલીસ કમિશ્નર અમૂલ્ય પટનાયકને કાયદાકીય નોટીસ ફટાકારી છે. અને જવાબ માંગ્યો છે કે,તેમણે પોલીસ અધિકારીઓ તથા પોલીસકર્મી પર કડક પગલા કેમ નથી ભર્યા.
ઉલ્લેખનીય છે કે,બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની અપીલને ધ્યાનમાં ન રાખતા વકીલો હજુ પણ પ્રદર્શન કરી રહ્યા છે. કેમિટીના ચેરમેન મહાવીર સિંહ તથા સિચવ ધીર સિંહ કસાના દ્વારા માંગ કરવામાં આવી છે કે જ્યા સુધી માંગો પૂરી કરવામાં નહીં આવે ત્યાર સુધી પ્રદર્શન ચાલુ રહેશે.
ઓલ ઇન્ડિયા લોયર્સ યૂનિયન દ્વારા બાર અસોસિયેશનના હળતાલ ખત્મ કરવાના પત્રનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.