ETV Bharat / assembly-elections

ભાજપ કોંગ્રેસમાં વિરોધનું વાવાઝોડું, ટિકીટ ન મળતા નેતાઓ મેદાને

author img

By

Published : Nov 14, 2022, 9:05 PM IST

Updated : Nov 16, 2022, 4:09 PM IST

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ના (Gujarat Assembly Election 2022 ) ગણતરીના દિવસો બાકી છે, ત્યારે નેતાઓ અને કાર્યકરોનો વિરોધ (Rebellion of BJP and Congress) ઉડીને આંખે વળગે તેવો છે. જમાલપુર-ખાડિયા બેઠક પર ઉમેદવાર બદલવાની માગ કરી NSUI અને યૂથ કોંગ્રેસના નેતાઓએ રાજીવ ગાંધી ભવને માથે લીધું હતું. બાદમાં ભરતસિંહ સોલંકીની તસવીરોને સામૂહિક રીતે સળગાવી હતી.

GUJARAT ASSEMBLY ELECTION 2022 REBELLION OF BJP AND CONGRESS LEADERS BECAUSE NOT GETTING TICKET

ન્યુઝ ડેસ્ક: ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022 ) માટે પ્રથમ તબક્કા અને બીજા તબક્કાના ઉમદવારોના નામની યાદી જાહેર થઈ ચુકી છે. ભાજપે 166 અને કોંગ્રેસે 142 બેઠકોની યાદી જાહેર કરી છે. પણ કોંગ્રેસ કરતાં ભાજપમાં અસંતોષ વધારે છે. જમાલપુર બેઠક પર ટિકિટ આપવાને લઈને કેટલાય સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. અહીં તોડફોડ કરી હતી અને ભરતસિંહ સોલંકીની તસવીરોને પણ સળગાવી હતી. એટલું જ નહીં, ત્યાં લગાવવામાં આવેલા પ્રદેશ પ્રમુખના અત્યારસુધીનાં બેનરમાંથી કેટલાંકને તોડી દેવાયાં હતાં અને કેટલાંક પર કાળી શાહી લગાવી હતી. (Rebellion of BJP and Congress)

ટિકીટ ન મળતા નેતાઓ મેદાને

ભાજપની વાત કરાવામાં આવે તો ગઈકાલ અને આજે આખો દિવસ ભાજપ ડેમેજ કંટ્રોલ કરવા માટે પ્રધાનોને જવાબદારી આપી હતી. સાથે જ ખાનગી રાહે મીટીંગો કરી હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે. તેમ છતાં હજી સંતોષ દૂર કરી શકાયો નથી. વડોદરા જિલ્લાની પાંચ બેઠકો પૈકી વાઘોડિયા, કરજણ અને પાદરા બેઠક પર ટિકીટ કપાતા નારાજ થયેલા નેતાઓ અપક્ષમાં ચૂંટણી લડવાની તૈયારી કરતાં રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીને જવાબદારી સોંપી અને તેઓ ખાનગી બેઠકો કરીને ડેમેજ કન્ટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો હતો. ભાજપ કોંગ્રેસનો બળવો આગામી ચૂંટણીમાં નુકસાનકારક સાબિત થઈ શકે તેમ છે, તેવું ચર્ચાતું હતું.

કોંગ્રેસના મુખ્યાલયે શું થયું? NSUI અને યૂથ કોંગ્રેસના કેટલાક કાર્યકરોએ સોશિયલ મીડિયામાં રાજીનામાં આપ્યા હતા. તેના ગણતરીના કલાક બાદ પાલડી સ્થિત કોંગ્રેસના હેડક્વાર્ટર રાજીવ ગાંધી ભવન પર આ બંને જૂથનું એક ટોળું ધસી ગયું હતું. સીડીઓની દીવાલ પર ભરતસિંહ સોલંકી વિરુદ્ધ (Protest against bharat sinh solanki) લખાણો લખ્યાં હતાં. ત્યાર બાદ અંદર જઈને સૂત્રોચ્ચાર કર્યો હતો. વિવિધ બેનર સાથે પહોંચેલા કાર્યકરોએ પહેલા દેખાવો કર્યા હતા. બાદમાં ઉગ્ર વિરોધ કરીને કોંગ્રેસ કાર્યાલયની અંદર જ વિરોધ દર્શાવતાં લખાણો લખ્યાં હતાં અને વિવિધ નેમપ્લેટ તોડી હતી. બાદમાં ભરતસિંહ સોલંકીની તસવીરોને સામૂહિક રીતે સળગાવી હતી.

કોંગ્રેસના મુખ્યાલયે શું થયું?

સીટિંગ ધારાસભ્યની ટિકિટ કાપવા માગ: કોંગ્રેસ દ્વારા જમાલપુર બેઠક પરથી અત્યારના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને ટિકિટ આપવામાં આવી છે. ઇમરાન ખેડાવાલાને ટિકિટ ના આપવામાં આવે એ માટે NSUI અને યૂથ કોંગ્રેસના નેતાઓ જ વિરોધ કરી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર પણ કેમ્પેન ચલાવવામાં આવ્યું હતું. કોંગ્રેસ ઓફિસ પર પણ 2 દિવસ અગાઉ નારેબાજી કરવામાં આવી હતી. અનેક પ્રયત્ન કર્યા છતાં પણ શાહનવાઝને ટિકિટ ના આપીને ઇમરાન ખેડાવાલાને ટિકિટ આપતાં રોષે ભરાયેલા યુવા નેતાઓએ રાજીનામાં આપ્યા છે. હજુ આજે પણ અનેક યુવા નેતા રાજીનામાં આપશે.

યુવા નેતાઓની માગણી: મનહર પટેલ નારાજ થતાં બોટાદ બેઠક પર જાહેર કરેલા ઉમેદવારને બદલીને મનહર પટેલને મેન્ડેટ આપીને ભૂલ સુધારી છે, તે જ ઇમરાન ખેડાવાલાને બદલીને શાહનવાઝને મેન્ડેટ આપીને ભૂલ સુધારવામાં આવે. શાહનવાઝને ટિકિટ નહીં મળે તો કોંગ્રેસ વિરોધ જ પ્રચાર કરીને ઇમરાન ખેડાવાલાને હરાવવા પ્રયત્ન પણ કરશે. NSUI અને યૂથ કોંગ્રેસના આગેવાનો શાહનવાઝ શેખને ટિકિટ મળે એ માટે પ્રયત્ન કરી રહ્યા હતા. 2 દિવસ અગાઉ ખાનગી હોલમાં ભેગા થઈ NSUI અને યૂથ કોંગ્રેસના નેતાઓએ શક્તિપ્રદર્શન પણ કર્યું હતું, પરંતુ જમાલપુર બેઠક પરથી શાહનવાઝ શેખને ટિકિટ ના મળતાં NSUI અને યૂથ કોંગ્રેસના 10થી વધુ નેતાઓએ ગત મોડી રાતે રાજીનામાં આપી દીધા છે.

વાઘોડિયામાં સત્યજિતસિંહ ગાયકવાડનું નામ જાહેર થતાં કોંગ્રેસમાં ભડકો: કોંગ્રેસ દ્વારા રવિવારે મોડી રાત્રે 33 ઉમેદવારની યાદી જાહેર કરી હતી, જેમાં વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠક પર પૂર્વ સાંસદ સત્યજિતસિંહ ગાયકવાડ અને ડભોઈ બેઠક પર ભાજપામાંથી સસ્પેન્ડ કરાયેલા પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ (ઢોલાર)નું જાહેર કરવામાં આવ્યું હતું. અપેક્ષા મુજબ વાઘોડિયાની બેઠક પર સ્થાનિક કોંગ્રેસ કાર્યકરને બદલે આયાતી સત્યજિતસિંહ ગાયકવાડનું નામ જાહેર થતાં કોંગ્રેસ કાર્યકરોમાં રોષ ભભૂકી ઊઠ્યો છે. આજે વડોદરા તાલુકા કોંગ્રેસના 100 હોદ્દેદાર સહિત કાર્યકરોએ કોંગ્રેસના સભ્યપદેથી સામૂહિક રાજીનામાં આપી દીધા હતા.

નારાજ નેતાને મનાવવા કોંગ્રેસે બેઠક કરી: કોંગ્રેસે પ્રથમ તબક્કાનું કોંકડું ઉકેલતાં વધુ 6 ઉમેદવારોનાં નામ જાહેર કર્યા છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સહિતના નેતાઓ સાથે આજે બેઠક કર્યા બાદ કોંગ્રેસે 6 નવા ઉમેદવારની યાદી જાહેર કરી છે, જેમાં કોંગ્રેસના નારાજ નેતા મનહર પટેલને બોટાદ બેઠકના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે રાજકોટ પશ્ચિમ બેઠકમાં કોંગ્રેસનું કોકડું ગૂંચવાયું હતું. અંતે, પાટીદાર નેતાને ટિકિટ આપતાં મનસુખ કાલરીયાનું નામ જાહેર કર્યું છે.

ધવલસિંહના સમર્થકો પહોંચ્યા કમલમ

ધવલસિંહના સમર્થકો પહોંચ્યા કમલમ: બાયડ વિધાનસભાની ટિકિટની જાહેરાત થતા જ ભાજપના પૂર્વ બાયડના હારેલ ઉમેદવાર ધવલસિંહ ઝાલાએ બાયડ ખાતે રવિવારે મોટી સભા અને શક્તિ પ્રદર્શન (Bayad assembly candidate protest at Kamalam) કર્યું હતું. ત્યારે સોમવારે બીજા દિવસે કમલમ ખાતે બપોરે 500 થી વધુ કાર્યકર્તાઓ ધવલસિંહ ઝાલાના સમર્થકમાં ગાંધીનગર પહોંચ્યા હતા અને ધવલસિંહ ઝાલા ને જ ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. કાર્યકર્તાઓએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ધવલસિંહ ઝાલા સ્થાનિકો માટે 108 ની જેમ 24 કલાક સેવામાં હોય છે ત્યારે તેવા ઉમેદવારોને જે ટિકિટ આપવામાં આવે અને જો ભાજપ પોતાનો નિર્ણય નહીં બદલે તો તેમને ભોગવવા માટે તૈયાર રહેવું પડશે તેવી પણ ચીમકી કમલમ ખાતે આપવામાં આવી છે.

ભીખીબેન પરમારે કોંગ્રેસ તરફી કરાવ્યું હતું મતદાન: કાર્યકર્તા મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભીખીબેન પરમાર કે જે વર્ષ 2022 વિધાનસભાની ચૂંટણીના ભાજપના બાયડ વિધાનસભાના ઉમેદવાર છે તેઓએ વર્ષ 2019 ની ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીમાં કોંગ્રેસ તરફી મતદાન કરાવ્યું હતું અને તેના લીધે જ ધવલસિંહ ઝાલાને હારનો સામનો કરવો પડ્યો હતો. કોંગ્રેસને નફો કરાવ્યો અને ભાજપને નુકસાન કરાવ્યું તેવા ઉમેદવારને જ ભાજપે ટીકીટ આપી છે.

પાટણમાં આયાતી ઉમેદવાર રાજુલ દેસાઈનો વિરોધ: પાટણમાં ભાજપના રાજુલ દેસાઈને ટીકીટ આપવાની ચર્ચાને લઈને પાટણ માલધારી સમાજના ભાજપના કાર્યકર્તા કમલમ ખાતે વિરોધ કરવા માટે પહોંચાય હતા. કાર્યકર્તાની માગણી છે કે, રાજુલ દેસાઈને પાટણ સીટ પર ભાજપ ટીકીટ ન આપે. કારણ કે રાજુલ દેસાઈ આયાતી ઉમેદવાર છે. રાજુલ દેસાઈને સ્થાને રણછોડ દેસાઈને પાટણ સીટ પરથી ટીકીટ આપવામાં આવે કારણ કે તેઓ સ્થાનિક છે અન એ20 વર્ષથી સેવા આપે છે. કાર્યકારતાનું કહેવું છે કે રાજુલ દેસાઈને ટીકીટ આપવામાં આવશે તો ભાજપે પાટણ સીટ પર તેનું નુકસાન વેઠવું પડશે. આજે પાટણ માલધારી સમાજના કાર્યકર્તા અમિત શાહ અને સીઆર પાટીલની રજુઆત કરવા માટે કમલમ પહોંચ્યા હતા.

Last Updated : Nov 16, 2022, 4:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.